Video: મીડિયા સાથે વાત કરતા કરતા રસ્તા પર જ બેભાન થઈ ગઈ રાખી સાવંત, આદિલે છેતર્યા બાદ આવી થઈ હાલત
રાખી સાવંતની ફરિયાદ બાદ તેના પતિ આદિલની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા સાથે વાત કરતા રાખી સાવંત રસ્તા પર જ બેભાન થઈ ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Rakhi Sawant Fainted On The Road: રાખી સાવંત હાલમાં તેના લગ્નને લઈને ચર્ચામાં છે. રાખીએ કહ્યુ છે કે તેના પતિ આદિલ ખાન દુર્રાનીએ તેને છેતરી છે. વર્ષ 2022માં તેની સાથે લગ્ન કર્યા પછી પણ આદિલનુ 3-4 છોકરીઓ સાથે અફેર હતુ. જ્યારે રાખી બિગ બૉસ મરાઠીનો હિસ્સો બનવા ગઈ ત્યારે આદિલ કોઈ તનુ નામની છોકરી સાથે એકસ્ટ્રા મેરિટલ અફેરમાં હતો. રાખીના જણાવ્યા મુજબ આદિલ તેના લાખો રુપિયા અને ઘરેણા લઈને ભાગી ગયો છે અને તનુ સાથે રહે છે. રાખીની ફરિયાદ પછી પોલીસે આદિલની ધરપકડ કરી છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા અચાનક રાખી સાવંત રસ્તા પર બેભાન થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રાખીનુ લગ્નજીવન તૂટવાની અણીએ
સોશિયલ મીડિયા ક્વીન રાખી સાવંત હાલમાં પોતાના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત છે. તમને જણાવી દઈએ કે રાખીની માતાનુ થોડા દિવસો પહેલા બ્રેઈન ટ્યુમરના કારણે નિધન થયુ હતુ. ત્યારથી તેના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. રાખી હંમેશા તેના વિવાહિત સંબંધોના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. લોકો કહે છે કે રાખી સાવંતના જીવનમાં પ્રેમ આવે છે પરંતુ તે લાંબો સમય ટકી શકતો નથી. તેમનો સંબંધ બહુ જલ્દી તૂટવાની અણી પર છે.
રસ્તા પર બેભાન થઈ રાખી સાવંત
રાખી સાવંતના પતિ આદિલ દુર્રાની સાથેના સંબંધો બિલકુલ સારા નથી ચાલી રહ્યા. રાખીએ અનેક આરોપો લગાવ્યા બાદ પોલીસે આદિલની ધરપકડ કરી છે. મીડિયા સામે આદિલે કરેલી છેતરપિંડી જણાવતા રાખી બેભાન થઈ ગઈ. લોકો કહે છે કે રાખી તેના સંબંધો અને આદિલ તરફથી મળેલા દગાના કારણે ખૂબ જ તણાવમાં છે. તે આ તણાવ સહન કરી શકી નહિ અને બેભાન થઈ ગઈ. રાખીના બેભાન થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ અંગે કમેન્ટ કરી રહ્યા છે.
રાખી સાવંત આદિલની હરકતો કહીને રડવા લાગે છે
રસ્તા પર બેહોશ થઈ રહેલી રાખી સાવંતનો આ વીડિયો પાપારાઝી વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં રાખી આદિલ વિશે વાત કરી રહી છે જ્યારે તે અચાનક બેભાન થઈ જાય છે. રાખીને બેભાન થતી જોઈને આસપાસના લોકો તેને સંભાળવા લાગ્યા. એક્ટ્રેસને પાણી પીવડાવીને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પછી રાખી સાવંત કેમેરામાં આદિલની હરકતો સંભળાવીને રડવા લાગે છે.

'રુપિયા અને ઘરેણા લઈને ભાગી ગયો આદિલ'
રાખી સાવંતે તેના પતિ આદિલ ખાન દુર્રાની પર પોતાની પાસેથી 4 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં લઈને ભાગી જવાનો આરોપ લગાવ્યો છે. રાખીનુ કહેવુ છે કે આદિલ ખાનનુ તનુ નામની છોકરી સાથે ઘણા સમયથી અફેર ચાલી રહ્યુ છે અને તેણે આ હકીકત રાખીથી છુપાવી છે. એટલા માટે હવે રાખી પોતે આ લગ્ન તોડવા માંગે છે. રાખીએ આરોપ લગાવ્યો છે કે આદિલે તેનુ જીવન બરબાદ કરી દીધુ છે.
આદિલનુ ચાલતુ હતુ એકસ્ટ્રા મેરિટલ અફેર
રાખીના કહેવા પ્રમાણે બિગ બૉસ મરાઠીમાં ભાગ લેતા પહેલા તેણે તેની માતાની સારવાર માટે આદિલને 10 લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ આ પૈસા તેની માતા પર ખર્ચવાને બદલે આદિલે તે પોતાના માટે રાખ્યા હતા. રાખીનો આરોપ છે કે આદિલ ઘરેથી 4 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં લઈને ભાગી ગયો છે. અભિનેત્રીએ કહ્યુ કે તેઓ હવે સાથે નથી. તેણે એ પણ જણાવ્યુ છે કે ઘરની બહાર નીકળતી વખતે આદિલ તેની સાથે રોકડ અને દાગીના લઈ ગયો હતો.












Click it and Unblock the Notifications
