What The Fish! પૂનમના પગે, તો રાખીના હૃદયે ફિશ!
મુંબઈ, 12 ડિસેમ્બર : ડિમ્પલ કાપડિયાની ફિલ્મ વૉટ ધ ફિશનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. માત્ર ફિલ્મની કાસ્ટ જ નહીં, પણ બૉલીવુડની બે સેક્સી અને હૉટ હસીનાઓ પણ ફિલ્મના પ્રમોશનમાં જોડાઈ ગઈ છે. થોડાક દિવસ અગાઉ પૂનમ પાન્ડેએ પોતાના પગે ફિશનું ટૅટૂ બનાવી વૉટ ધ ફિશને પ્રમોટ કરી, તો હવે રાખી સાવંત પણ વૉટ ધ ફિશના પ્રમોશનમાં જોડાઈ ગયાં છે.
રાખીએ પોતાના પગે નહીં, પણ પોતાના દિલ ઉપર ફિશનું ટૅટૂ કોતરાવ્યું છે. રાખીએ પોતાના આ ટૅટૂ સાથેની પોતાની તસવીરો પણ શૅર કરી છે. વૉટ ધ ફિશ અંગેની એક પાર્ટીમાં તો પૂનમ પાન્ડે અને રાખી સાવંત બંને સાથે હાજર હતાં કે જ્યાં તેમણે પોતાના આ અનોખા ટૅટૂ મીડિયા સામે રજૂ કર્યાં. વૉટ ધ ફિશ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે.
આવો જોઇએ વૉટ ધ ફિશ પાર્ટીની તસવીરી ઝલક :

ડિમ્પલની ફિલ્મ
વૉટ ધ ફિશ ડિમ્પલ કાપડિયાની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ છે. ફિલ્મમાં ડિમ્પલ ઉપરાંત મનુ ઋષિ ચડ્ઢા, મનજોત સિંહ, આનંદ તિવારી તથા શીબા શબનમ પણ છે.

પૂનમની પહેલ
વૉટ ધ ફિશના પ્રમોશન માટે સૌપ્રથમ પૂનમ પાન્ડેએ પહેલ કરી. તેમને ફિલ્મનું નામ એટલુ સારૂ લાગ્યું કે તેમણે ફિલ્મના નામનું ટૅટૂ એટલે કે ફિશનું ટૅટૂ પોતાના પગે કોતરાવી નાંખ્યું.

પછી રાખી
પૂનમ બાદ વિવાદોની રાણી રાખી સાવંતે પણ ફિશનું ટૅટૂ પોતાના દિલે કોતરાવાઈ લીધું.

ફિલ્મ નથી ગ્લૅમરસ
પૂનમ-રાખીએ પોત-પોતાની રીતે ગ્લૅમરસ રીતે વૉટ ધ ફિશ ફિલ્મનું પ્રમોશન કર્યુ છે, પણ વૉટ ધ ફિશમાં કંઈ પણ ગ્લૅમરસ નથી. આ તો એક કૉમેડી ફિલ્મ છે.

પબ્લિસિટી સ્ટંટ
હવે એ તો કોઈ નથી જાણતું કે રાખી-પૂનમે ડિમ્પલની ફિલ્મના પ્રમોશનમાં કેમ રસ દાખવ્યો, પણ કહે છે કે આમ કરવાથી બંનેને મફતમાં પબ્લિસિટી મળી રહી છે.

નશો ઉતર્યો
પૂનમ પાન્ડેની પ્રથમ ફિલ્મ નશા ફ્લૉપ રહી છે અને ત્યારથી જ પૂનમ બૉલીવુડમાંથી ગાયબ જેવા થઈ ગયાં છે.

રાખીને પણ દરકાર
બીજી બાજુ રાખી સાવંત પણ ઘણા વખતથી ચર્ચામાંથી ફેંકાઈ ગયાં છે અને તેમને ચર્ચામાં પાછા ફરવાની દરકાર છે.












Click it and Unblock the Notifications
