Me Too: હવે રાખી સાવંત લેશે તનુશ્રીથી બદલો, કરશે 50 કરોડનો માનહાનિનો કેસ
એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન તનુશ્રીએ રાખીને લોઅર ક્લાસ કહી હતી જેના માટે તેના પર 50 કરોડનો માનહાનિનો કેસ કરશે.
અભિનેત્રી તનુશ્રી દત્તા તરફથી બોલિવુડની આઈટમ ગર્લ રાખી સાવંત પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે અને સાથે તનુશ્રીએ રાખી પાસેથી 10 કરોડ રૂપિયાની માંગ કરી છે જેના પર આકરી પ્રતિક્રિયા આપતા રાખી સાવંતે કહ્યુ છે કે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન તનુશ્રીએ તેને લોઅર ક્લાસ કહી હતી જેના માટે તેના પર 50 કરોડનો માનહાનિનો કેસ કરશે. જ્યારે તેના તિકડમ કામમાં ના આવ્યા અને તેને નાના પાટેકર અને રાજ ઠાકરેએ ભાવ ન આપ્યો ત્યારે તે મારી પાછળ પડી ગઈ છે. તે મારી પાસેથી પૈસા પડાવવા માંગે છે પરંતુ તેની આ ઈચ્છા પૂરી ના થઈ.

હવે રાખી લેશે તનુશ્રી સાથે બદલો
રાખીએ કહ્યુ કે તનુશ્રીએ આ બધુ પબ્લિસિટી, પાસપોર્ટ, વિઝા, બેંક અકાઉન્ટ કે પછી બોલિવુડમાં પોતાના કમબેક માટે કર્યુ હતુ પરંતુ તેની દાળ ગળી નહિ એટલા માટે તેણે હવે મને પોતાનો ટાર્ગેટ બનાવી છે અને મારી સામે માનહાનિનો કેસ કર્યો છે. અત્યાર સુધી તે મીડિયા-મીડિયા રમી રહી હતી, હવે કોર્ટ-કોર્ટ રમત રમશે. કોર્ટમાં હું એને જડબાતોડ જવાબ આપીશ.

મને રેવ પાર્ટીમાં પણ લઈને ગઈ હતી તનુશ્રીઃ રાખી
રાખીએ કહ્યુ કે તનુશ્રી હજુ મને જાણતી નથી, મારી પાસે પુરાવા છે. 10 વર્ષ પહેલા તે મારી દોસ્ત હતી તો અને સાથે ઘણી વાર પાર્ટીમાં ગયા છે. તે મને રેવ પાર્ટીમાં પણ લઈને ગઈ હતી. જ્યાં તેણે મારી સામે જ ડોપ કર્યુ હતુ. તેના ચક્કરમાં મે પણ ડ્રગ્ઝ લીધી હતી પરંતુ મને બહુ જલ્દી ખબર પડી ગઈ કે આનો સાથ મને બરબાદ કરી દેશે. એટલા માટે જ મે તેની દોસ્તી તોડી દીધી નહિતર આજે હું કોઈક રિહેબ સેન્ટરમાં વાળ કપાવીને બેઠી હોત.

નાના પાટેકર સામે તનુશ્રી પાસે કોઈ પુરાવા નથીઃ રાખી
નાના પાટેકર સામે તનુશ્રી પાસે કોઈ પુરાવા નથી પરંતુ મારી પાસે તેની સામે પુરાવા છે. તેણે ઝૂમ ચેનલના એક ઈન્ટરવ્યુમાં મને નીચ કહી હતી, હું તેને કોર્ટમાં બતાવીશ. તેણે મારા પર 10 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. હું તેના પર 50 કરોડનો માનહાનિનો કેસ કરીશે. 10 કરોડનો માનહાનિનો કેસ કરતા પહેલા તેણે 10 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવા પડશે. તેના માટે હું કોર્ટમાં 50 લાખ જમા કરુ છુ.

તનુશ્રીને રાખીએ ડ્રગ એડિક્ટ કહી હતી...
તમને જણાવી દઈએ કે તનુશ્રીએ આ પગલુ રાખી સામે એટલા માટે ઉઠાવ્યુ છે કારણકે રાખીએ કહ્યુ હતુ કે તનુશ્રીએ નાના પાટેકર પર ખોટો આરોપ લગાવ્યો છે, એ તો તે વખતે ડ્રગ્ઝ લઈને પોતાની વેનમાં પડી હતી, તેનું ગીત તો નાનાના કહેવાથી મારે કરવુ પડ્યુ હતુ. તનુ આજે મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ હું તેની અસલિયત બધાને બતાવવા ઈચ્છુ છુ. રાખીએ કહ્યુ, જ્યારે મે તનુનું ગીત કર્યુ ત્યારે મને નોટિસ પણ મોકલી પરંતુ ફિલ્મની ટીમે મને બચાવી અને કહ્યુ કે રાખીએ છેલ્લી ઘડીએ અમારી મદદ કરી હતી.
View this post on InstagramPart 1 #meetoo #rakhisawant reaction on #tanushree defamation case ..... @waahiidakhan
A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on
View this post on InstagramPart 2 #meetoo #rakhisawant reaction on #tanushree defamation case ..... @waahiidakhan
A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
