For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રાખીએ વિરાટને આપી સલાહ, દારૂ-સિગરેટ ઓછા કરો!

રાખી સાવંતે પોતાના રિસન્ટ ઇન્ટરવ્યુમાં કપ્તાન વિરાટ કોહલી અને યોગી આદિત્યનાથ અંગે ટિપ્પણી કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડમાં ડ્રામા ક્વીનના નામે ઓળખાતી રાખી સાવંત પોતાના વિવાદિત નિવોદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં મહર્ષિ વાલ્મિકી પર આપત્તિજન્ક ટિપ્પણી કરવાના મામલે તેને કોર્ટમાંથી જામીન મળ્યાં છે. અને હવે તેણે ટીમ ઇન્ડિયા, કપ્તાન વિરોટ કોહલી અને યોગી આદિત્યનાથ પર ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે.

વિરાટ પર ભડકી રાખી સાવંત

વિરાટ પર ભડકી રાખી સાવંત

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચ પાકિસ્તાન સામે હાર્યાના અનેક પડઘા ક્રિકેટ વિશ્વ અને ટીમ ઇન્ડિયામાં પડી ચૂક્યાં છે. હવે રાખી સાવંતે આ હાર અંગે ટીમ ઇન્ડિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેના ગુસ્સાના નિશાના પર છે કપ્તાન વિરાટ કોહલી. તેણે વિરાટને ઉદ્દેશીને કહ્યું છે, જો આખી રાત દારૂ પીશો તો મેચ ક્યાંથી જીતશો? આ બધું છોડી દો.

વિરાટને આપી સલાહ

વિરાટને આપી સલાહ

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં 180 રનથી મળેલ હાર અંગે રાખી સાવંત ગુસ્સામાં હતી. તેણે કહ્યું કે, મેચ પહેલાં આ લોકો(ટીમ ઇન્ડિયા)એ પાર્ટી કરી હતી અને ખૂબ દારૂ પીધો હતો. આ કારણે જ તેઓ(ટીમ ઇન્ડિયા) ફાઇનલ મેચમાં રન ન બનાવી શક્યા અને આટલા મોટા અંતરથી હાર્યા. સાથે જ તેણે વિરાટ કોહલીને દારુ અને સિગરેટ ઓછા કરવાની સલાહ પણ આપી દીધી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે

ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે

રાખીએ પોતાના અંદાજમાં વિરાટને ચેતવણી પણ આપી હતી. અંગ્રેજી ન્યૂઝ પોર્ટલ ફર્સ્ટ પોસ્ટના એક ઇન્ટરવ્યુ દરમિયાન રાખીએ આ વાતો કહી હતી. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે વાત કરતાં કહ્યું હતું કે, અહીં ખૂબ રમત રમાય છે. ઓળખીતા અને સગા-સંબંધીઓને લોકો સૌથી વધુ તક આપે છે. ડાયરેક્ટરના પુત્ર-પુત્રીઓને કોઇ ઓડિશન વિના ફિલ્મો મળી જાય છે અને અમારા જેવા બિચારા રહી જાય છે.

PM મોદી અને CM યોગી અંગે નિવેદન

આ ઓછું હોય તેમ એણે રાજકારણ, નોટબંધી, યુપીના સીએમ યોગી અને પીએમ મોદી અંગે પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, નોટબંધી પીએમ મોદીનો સારો નિર્ણય હતો, પરંતુ તેમણે મારો વિચાર ન કર્યો. લોકો પાસે હવે પૈસા નથી, એટલે વીડિયો, શો અને ફિલ્મો ઓછી બને છે. અમારા જેવાને કામ નથી મળતું. હું પીએમ મોદીની મોટી ફેન છું, તે ગરીબોના ગોડ છે. પરંતુ તેમણે આદિત્યનાથ યોગીમાં ખબર નહીં કઇ ખૂબી જોઇ કે તેમને મુખ્યમંત્રી બનાવી દીધા. યોગીજીમાં મંત્રી બનવાના કોઇ ગુણો નથી. અંતે તેણે એમ પણ કહ્યું હતું કે, કંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો.

English summary
Virat Kohli, Indian players were Drunk ahead of India-Pakistan Champions Trophy final, alleges Rakhi Sawant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X