સની લિયોન સંબંધિત સીરિઝના પ્રમોશન માટે સાનિયાનો આવો ફોટો?

Written By:
Subscribe to Oneindia News

રામ ગોપાલ વર્મા પોતાના વિવિદાસ્પદ ટ્વીટને કારણે ઘણીવાર વિવાદમાં ફસાઇ ચૂક્યા છે. હાલ તેમણે ટ્વીટરને અલવિદા કહી દીધું છે અને તેઓ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર સક્રિય થયા છે. રામ ગોપાલ વર્માએ થોડા દિવસો પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની આપત્તિજનક તસવીર પોસ્ટ કરી હતી, જેને કારણે તેમની ખૂબ આલોચના થઇ રહી છે.

ram gopal verma sania mirza

આ તસવીર સાથે રામ ગોપાલ વર્માએ ખૂબ અજીબ કેપ્શન લખ્યું છે. તેમણે લખ્યું છે, 'મેરી બેટી સની લિયોન બનના ચાહતી હે'થી એક યુવતીને પોતાની વાર્તા યાદ આવી. એ ટેનિસમાં ખૂબ નિપુણ હતી. પરંતુ વયસ્ક થતાં તેના પિતાએ તેને ટેનિસ રમવાની ના પાડી દીધી કારણ કે, એમાં તેણે સ્કર્ટ પહેરવાનું હતું. મારી ફિલ્મ યુવતીઓ અંગેની સમાજની આવી જ માનસિકતા પર પ્રકાશ પાડે છે.

ઉલ્લેખનીય છે કે, 'મેરી બેટી સની લિયોન બનના ચાહતી હે' એ રામ ગોપાલ વર્માની નવી વેબ સિરિઝ છે. પોતાની પોસ્ટ દ્વારા તેઓ વેબ સીરિઝનું પ્રમોશન કરવા માંગતા હોય એમ લાગી રહ્યું છે. રામ ગોપાલ વર્માની આ પોસ્ટ બદલ તેમની ખૂબ આલોચના થઇ રહી છે. ઘણા લોકોએ તેમને આ તસવીર ડીલિટ કરવાની અને મહિલાઓને રિસ્પેક્ટ આપવાના પાઠ ભણાવ્યા છે. જો કે, રામ ગોપાલ વર્માએ હજુ સુધી આ તસવીર ડીલિટ નથી કરી. આ અંગે સાનિયા મિર્ઝાનું પણ કોઇ નિવેદન નથી આવ્યું.

English summary
Ram Gopal Verma faces severe backlash for posting inappropriate photo of Sania Mirza.
Please Wait while comments are loading...