લૉકડાઉન દરમિયાન મહિલાઓએ દારૂ ખરીદ્યો, રામગોપાલ વર્મા બોલ્યા- દેખો કૌન હૈ?
લૉકડાઉન દરમિયાન મહિલાઓએ દારૂ ખરીદ્યો, રામગોપાલ વર્મા બોલ્યા- દેખો કૌન હૈ?
કોરોના લૉકડાઉનનો ત્રીજો તબક્કો 17 મે સુધી ચાલુ રહેશે. ત્યારે સરકાર તરફથી ત્રીજા તબક્કામાં કેટલીક છૂટ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ ચર્ચા દારૂની દુકાનો ખુલવાની થઈ રહી છે. સોમવારે એટલે કે 4 એપ્રિલે જ્યારે લૉકડાઉન લાગ્યા બાદ પહેલીવાર દારૂની દુકાનો ખુલી તો લોકોની લાંબી લાઈનોએ સૌકોઈને દંગ કરી દીધા હતા. દારૂની દુકાનો બહારની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી જેમાં મહિલાઓ પણ જોવા મળી. જેને લઈ હવે હંગામો મચ્યો છે.

દારૂની દુકાનો ખુલી
દારૂની દુકાનો પર મહિલાઓને જોઈ રામગોપાલ વર્માએ એક પોસ્ટ કરી નારાજગી જતાવી. જેના પર સોના મોહાપાત્રાએ તેમની ક્લાસ લગાવી દીધી. રામગોપાલ વર્માએ લખ્યું કે દુકાન પર લાઈનમાં લાગી એ કોણ છે જે દારૂડીયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. અહીં વાંચો સમગ્ર અહેવાલ...

દારૂ માટે મહિલાઓ પણ લાઈનમાં ઉભી રહી
લૉકડાઉન 3માં દારૂની દુકાનો ખુલતા સોશિયલ મીડિયા પર બારે મજાક ઉડી અને કેટલાય સ્ટાર્સે આને ખોટો ફેસલો પણ ગણાવ્યો. જેના પર કેટલીય દુકાનો પર મહિલાઓ પણ દારૂ લેવા માટે લાઈનમાં ઉભી હોવાનું જોવા મળ્યું. જેના પર રામગોપાલ વર્માએ ટ્વીટ કર્યું હતું જે વાયરલ થઈ ગયું.

રામગોપાલ વર્માએ ટ્વીટ કર્યું
ફિલ્મ નિર્દેશક રામગોપાલ વર્માએ ટ્વીટ કરી લખ્યું કે જુઓ દારૂની દુકાન બહાર લાઈનમાં કોણ છે? આ લોકો જ દારૂડિયાઓ વિરુદ્ધ ભારે અવાજ ઉઠાવે છે. રામગોપાલ વર્માનું ટ્વીટ તેજીથી વાયરલ થયું. જેના પર સિંગર સોના મોહપાત્રા ભડકી ગઈ.

સ્ત્રીઓને પણ દારૂ ખરીદવાનો હક
સોના મોહપાત્રાએ રામગોપાલ વર્માના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે રામ ગોપાલ વર્મા તમારે પણ એક લાઈનમાં ઉબા રહેવાની જરૂરત છે. જ્યાં ખરેખર શિક્ષણ મળતું હોય. સ્ત્રીઓને પણ પુરુષોની જેમ દારૂ ખરીદવાનો હક છે. હા, કોઈને પણ પીધા બાદ હિંસક થવાનો અધિકાર નથી.

રવીના ટંડને દારૂની દુકાન ખુલવા પર કહ્યું
રવીના ટંડને દારૂની દુકાન ખોલવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે લખ્યું કે ફરીથી પાન ગુટખા થુકવા શરૂ થઈ જશે. આ વંડરફુલ છે.

પરેશ રાવલે કહ્યું- પીને કોઈપણ ચીન નહિ જાય
જ્યારે આને લઈ પરેશ રાવલે એક મજેદાર વાત લખી છે. તેમણે કહ્યું કે પીધા બાદ કૃપિયા કરી ગાડી સીધી ઘરે જ લઈ જજો. કોઈપણ ચીનથી લડવા નહિ જાય. સરકારની વાઈન શોપ ખોલવાથી પહેલા માર્મિમ અપીલ.

લૉકડાઉનના સમયે ઘરેલૂ હિંસા
નિર્દેશક અશ્વિની અય્યર તિવારીએ લખ્યું કે લૉકડાઉન સમયે ઘરેલૂ હિંસા પણ જાહેર રહેશે. દારૂની દુકાનો ફરીથી ખુલવાથી એ મહિલાઓ અને બાળકોને માત્ર આંસૂ મળશે, જેપુરુષ પર આક્રમક વ્યવહાર પેટર્ન અપનાવે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
