Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુકાબલો રણવીર-દીપિકા અને રણવીર-દીપિકા વચ્ચે : જુઓ જોડીદારો!

મુંબઈ, 7 નવેમ્બર : આ વર્ષની સૌથી સફળ અભિનેત્રીઓમાં પોતાનું નામ નોંધાવનાર અભિનેત્રી દીપિકા પાદુકોણેની એક બાજુ બૅક ટુ બૅક ફિલ્મો રિલીઝ થઈ અને ત્રણે ફિલ્મો રેસ 2, યે જવાની હૈ દીવાની તેમજ ચેન્નઈ એક્સપ્રેસ સૌ કરોડની કમાણી કરી ગઈ, તો બીજી બાજુ તેમની વધુ એક મોસ્ટઅવેટેડ ફિલ્મ રામલીલા રિલીઝની તૈયારીમાં છે.

રામલીલાના પ્રોમો અને ગીતોએ તો લોકોને ઘેલુ લગાડ્યું જ છે, તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વચ્ચેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોઈને પણ લોકો ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે. દીપિકા પોતે પણ કહે છે કે તેમની અને રણવીરની જોડી જ ફિલ્મની યૂએસપી છે. આ એ જ દીપિકા છે કે જે યે જવાની હૈ દીવાની ફિલ્મની રિલીઝ વખતે વારંવાર પોતાના અને કો-સ્ટાર રણબીર કપૂર અંગેની વાતો ઉપર ગુસ્સે થઈ જતા હતાં, પરંતુ આજે એ જ દીપિકા પોતાના નવા કો-સ્ટાર રણવીર સિંહ સાથે કામ કર ખુશ છે અને તેઓ કહે છે કે તેઓ ફરીથી રણવીર સાથે કામ કરવા ઇચ્છશે. બીજી બાજુ સિને દર્શકોને તો દીપિકા પાદુકોણે રણબીર કપૂર સાથે જ સારા લાગે છે.

આમ જોવા જઇએ તો રામલીલા ફિલ્મની સફળતા-નિષ્ફળતાનો સંબંધ ઑટોમૅટિક રણવીર-દીપિકા અને રણબીર-દીપિકાની જોડી વચ્ચેના મુકાબલા સાથે જોડાઈ જશે. બંને ફિલ્મોની વાત કરીએ, તો યે જવાની હૈ દીવાનીની નૈના થોડીક શર્મિલી, પણ બિંદાસ્ત હતી, તો રામલીલાની લીલા ખૂબ જ સુંદર અને પારમ્પરિક છે. રણબીર-દીપિકાની જોડીએ તો પડદા ઉપર ધૂમ મચાવી હતી અને હવે કસોટી રણવીર-દીપિકાની જોડીની છે.

ચાલો આપને બતાવીએ દીપિકાના અત્યાર સુધીના ઑનસ્ક્રીન જોડીદારો. આપ જ નક્કી કરો કે દીપિકાની જોડી કોની સાથે વધુ જામે છે :

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકા

દીપિકા પાદુકોણે બૉલીવુડમાં શરુઆત ઓમ શાંતિ ઓમ ફિલ્મ સાથે કરી હતી અને પ્રથમ જોડી શાહરુખ ખાન સાથે બનાવી હતી. આ ફિલ્મ હિટ રહી અને આ જોડી પણ હિટ રહી હતી.

રણબીર-દીપિકા

રણબીર-દીપિકા

દીપિકા પાદુકોણે અને રણબીર કપૂર વચ્ચે અફૅર એક સમયે હૉટ મુદ્દો હતો અને આ જોડીની પ્રથમ ફિલ્મ બચના ઐ હસીનોં હતી. પહેલી જ ફિલ્મમાં આ જોડી લોકોના મનમાં વસી ગઈ હતી.

અક્ષય-દીપિકા

અક્ષય-દીપિકા

બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર સાથે દીપિકાએ પ્રથમ ફિલ્મ ચાંદની ચૌક ટૂ ચાઇના કરી. ફિલ્મ બહુ સારી નહોતી ચાલી અને કદાચ આ જોડી પણ લોકોને આટલી ગમી નહીં.

સૈફ-દીપિકા

સૈફ-દીપિકા

બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન સાથે દીપિકાએ પહેલી વાર લવ આજ કલ ફિલ્મમાં સ્ક્રીન શૅર કરી અને આ ફિલ્મ તથા જોડી સફળ રહી હતી.

નીલ-દીપિકા

નીલ-દીપિકા

બૉલીવુડમાં સંઘર્ષ કરતાં નીલ નિતિન મુકેશે પહેલી વાર દીપિકા સાથે લફંગે પરિંદે ફિલ્મમાં જોડી બનાવી, પણ આ ફિલ્મ દ્વારા દીપિકાની લોકપ્રિયતાનો ફાયદો નીલ ન ઉઠાવી શક્યાં.

હાઉસફુલ

હાઉસફુલ

કૉમેડી ફિલ્મ હાઉસફુલ સુપર હિટ રહી હતી અને દીપિકા-અક્ષયની આ બીજી ફિલ્મ હતી. બંનેની જોડી વખણાઈ હતી.

અભિષેક-દીપિકા

અભિષેક-દીપિકા

દીપિકાએ પહેલી વાર અભિષેક બચ્ચન સાથે જોડી બનાવી ખેલેં હમ જી જાન સે ફિલ્મમાં, પણ આ ફિલ્મ ખાસ નોંધનીય ન રહી.

ફરહાન-દીપિકા

ફરહાન-દીપિકા

દીપિકાએ પહેલી વાર ફરહાન અખ્તર સાથે ફિલ્મ કાર્તિક કૉલિંગ કાર્તિકમાં કામ કર્યું. આ ફિલ્મ સરેરાશ રહી, પરંતુ બંનેની જોડી પસંદ કરવામાં આવી.

ઇમરાન-દીપિકા

ઇમરાન-દીપિકા

બ્રેક કે બાદ ફિલ્મમાં દીપિકાના જોડીદાર હતાં ઇમરાન ખાન. આ ફિલ્મ પણ સરેરાશ રહી હતી.

જ્હૉન-દીપિકા

જ્હૉન-દીપિકા

દેસી બૉય્ઝ ફિલ્મમાં દીપિકા અને જ્હૉન અબ્રાહમની જોડી હતી. આ ફિલ્મ અને આ જોડી બંને પસંદ કરવામાં આવી હતી.

સૈફ-દીપિકા

સૈફ-દીપિકા

સૈફ અને દીપિકાની આ બીજી ફિલ્મ હતી આરક્ષણ. ફિલ્મ જોકે રોમાંસ પ્રધાન નહોતી, પરંતુ સૈફ-દીપિકાની જોડી પસંદ કરવામાં આવી હતી.

સૈફ-દીપિકા

સૈફ-દીપિકા

સૈફ-દીપિકાની ફિલ્મ કૉકટેલ સુપર હિટ રહી હતી. આ સાથે જ દીપિકા અને સૈફની જોડી બૉલીવુડમાં જમાવટ કરી ગઈ.

સૈફ-દીપિકા

સૈફ-દીપિકા

કૉકટેલ જેવી સફળ ફિલ્મ બાદ સૈફ-દીપિકા પુનઃ રેસ 2 ફિલ્મમાં દેખાયાં. દીપિકા પાદુકોણેની સૈફ સાથે આ ફિલ્મ સુપર હિટ રહી અને બંનેની જોડી વધુ મજબૂત બની ગઈ.

રણબીર-દીપિકા

રણબીર-દીપિકા

બચના ઐ હસીનોં બાદ અફૅરની ચર્ચાના પગલે રણબીર-દીપિકા સ્ક્રીન બીજી વાર સાથે નહીં દેખાયાં, પરંતુ અયાન મુખર્જી યે જવાની હૈ દીવાની દ્વારા બંનેને એક સાથે લાવ્યાં અને આ ફિલ્મ સુપરહિટ રહી. રેસ 2 બાદ દીપિકાની આ બીજી હિટ ફિલ્મ હતી, તો રણબીર-દીપિકાની જોડી પણ ખૂબ વખણાઈ.

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકા

શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકાએ પુનઃ એક વાર ચેન્નઈ એક્સપ્રેસમાં તેમની સાથે જોડી બનાવી અને ફિલ્મે અગાઉના તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં.

રણવીર-દીપિકા

રણવીર-દીપિકા

હવે દીપિકા પાદુકોણે આવી રહ્યાં છે રણવીર સિંહ સાથે ફિલ્મ રામલીલામાં. જોકે રણવીર-દીપિકાની કેમેસ્ટ્રીની સરખામણી દીપિકાના અન્ય જોડીદારો સાથે નહીં, પણ રણબીર કપૂર સાથે કરવામાં આવી રહી છે. જોઇએ રણવીર-દીપિકા વર્સિસ રણબીર-દીપિકામાંથી કોણ બાજી મારે છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X