રામલીલામાં પ્રિયંકાનો મોર્ડન મુજરો બન્યો સૉંગ ઑફ ધ ઇયર!
રામ લીલા ફિલ્મ પ્રિયંકા ચોપડાનો મોર્ડન મુજરો રામ ચાહે લીલા ચાહે લીલા ચાહે રામ ઘણો ચર્ચામાં રહ્યો છે. પ્રિયંકા ચોપડાનો આ સેક્સી હોય નંબર લોકોને એટલો પસંદ આવી રહ્યો છે લોકોએ ઓનલાઇન જઇને આ ગીતને ઘણીવાર જોયું છે. પ્રિયંકા ચોપડાના આ ગીતને યૂ ટ્યૂબ પર લગભગ 5 મિલિયન લોકોએ જોયું છે અને હજુ સુધી પણ લોકો સતત આ ગીતને હિટ્સ આપી રહ્યાં છે. એવું લાગી રહ્યું છે કે પ્રિયંકા ચોપડાનું આ ગીત મોર્ડન મુજરા સૉંગ ઑફ ધ ઇયર બની જશે. રામ લીલા ફિલ્મ તો લોકો પસંદ આવી રહી છે પરંતુ સાથે જ પ્રિયંકાનું આ આઇટમ નંબર પણ ઘણા લોકોને સિનેમાહોલમાં રામ લીલા ફિલ્મ જોવા માટે આકર્ષિત કરી રહ્યું છે.

રામ લીલા ફિલ્મે પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી લીધી હતી. રણવીર સિંહ માટે રામ લીલા તેમની અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે અને દીપિકા પાદુકોણે માટે આ ત્રીજી સૌથી મોટી ઓપનર છે. 2013માં સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મ રામ લીલાને લઇને ઘણા વિવાદ ચાલી રહ્યાં છે જે અટકવાનું નામ લેતાં જ નથી. પહેલાં જ દિવસે ફિલ્મે લગભગ 13 કરોડનો બિઝનેસ કર્યો છે અને ત્યારબાદ પણ ફિલ્મને જોવા માટે લોકોની ભારે ભીડ વધતી જાય છે.
રામ લીલા ફિલ્મને લઇને ચાલી રહેલા વિવાદના કારણે ફિલ્મનું નામ પણ બદલીને ગોલીયો કી રાસલીલા કરી દેવામાં આવ્યું છે. કારણ કે રામ લીલાને લઇને લોકોએ ઘણી બબાલ કરી હતી અને કેટલાક શહેરોમાં સિનેમાહોલ બહાર તોડફોડ પણ થઇ હતી. અંતે ફિલ્મનું નામ બદલવામાં આવ્યું અને હવે ફિલ્મનું નામ ફક્ત ગોલીયો કી રાસલીલા છે.












Click it and Unblock the Notifications
