Reason: બોલીવુડના રાહુલ ગાંધી છે, રણબીર કપૂર

આપણાં દેશની રાજનિતીમાં રાહુલ ગાંધીનું નામ જોક્સ અથવા તો રમૂજમાં વારંવાર લેવામાં આવે છે. અને તેનુ કારણ છેકે રાહુલ ગાંધી પોતાના જીવનમાં પોતાની માતાથી ઘણાં પ્રભાવિત છે. સામાન્ય રીતે રાહુલ પોતાની માંને બધુ પૂછીને કરવાના જોક્સમાં શામેલ કરવામાં આવે છે.

તો બોલીવુડના હેન્ડસમ સ્ટાર રણબીર કપૂરને પણ બોલીવુડમાં રાહુલ ગાંધીનો ટેગ આપવામાં આવ્યો છે. કારણ છેકે રણબીર કપૂરનું જીવન અને કરિયર બંને મહિલાઓથી પ્રભાવિત છે. જેમાં સૌ પ્રથમ તેમની માતા નીતુ કપૂર, પછી તેમની એક્સ ગર્લ ફ્રેન્ડ દિપીકા પાદુકોણ, અને હવે કેટરીના કૈફ.

નીતુ કપૂરનો પોતાના દીકરા પર ઘણો જ પ્રભાવ છે. તો દિપીકા પાદુકોણ વગર રણબીરનું કરિયર ફ્લોપ જ સમજો...અને હવે કેટરીના કૈફ પણ તેમના જીવનનો મહત્વનો હિસ્સો છે. અને હવે તેમના નિર્ણયો પણ...તો આવો જાણીએ કે કેવી રીતે આ લિંડીગ મહિલાઓ રણબીર કપૂરની લાઇફ અને કરિયરને પ્રભાવિત કરે છે.

નીતુ કપૂર

નીતુ કપૂર

નીતુ કપૂર રણબીર કપૂરની માં છે. જેમકે દરેક જાણે જ છેકે નીતુ કપૂર અને રણબીર કપૂરનું બોન્ડીંગ ઘણું છે. રણબીર કપૂર પોતાની માંથી વધુ નજીક છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

રણબીર કપૂર અને દિપીકા પાદુકોણના અફેરની ચર્ચા લાંબા સમય સુધી રહી હતી. તો સાથે જ દિપીકા અને રણબીર જ્યારે પણ એકસાથે ફિલ્મમાં ચમક્યા તેમની કેમેસ્ટ્રી પણ સારી રહી. રણબીરની કરિયર સક્સેસમાં દિપીકાનો પ્રભાવ ઘણો રહ્યો છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

હવે કેટરીના કૈફ કે જે હાલમાં રણબીરની ગર્લ ફ્રેન્ડ છે. તો સાથે જ બંનેના લગ્ન અંગે પણ સમાચાર મળી રહ્યાં છે. કેટરીના સાથે પણ રણબીર ઘણો જ અટેચ છે. અને કેટ સાથે રણબીર દરેક વાત શેર કરે છે.

રણબીર કપૂર અને રાહુલ ગાંધી

રણબીર કપૂર અને રાહુલ ગાંધી

રણબીર કપૂર અને રાહુલ ગાંધી વચ્ચે ઘણી સમાનતા છે. બંનેના જીવનમાં માંનો પ્રભાવ ઘણો છે. બંનેની કરિયર પર પણ માંનો પ્રભાવ જોવા મળે છે.

રણબીર કપૂર બર્થ ડે

રણબીર કપૂર બર્થ ડે

આજે રણબૂર કપૂરનો 33મો બર્થ ડે છે. આ વર્ષે રણબીરની રિલીઝ થયેલી બે ફિલ્મ રોય અને બોમ્બે વેલવેટ બંને ખરાબ રીતે પીટાઇ ગઇ છે. અને હવે દિપીકા સાથે તેમની તમાશા રિલીઝ થશે. આ ફિલ્મથી દર્શકોને ઘણી આશાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X