અમુક ફિલ્મોમાં કેટરિનાએ બિલકુલ જ એક્ટિંગ નથી કરી: રણબીર

Written By:
Subscribe to Oneindia News

રણબીર કપૂર અને કેટરિના કૈફ હાલ પૂર જોશમાં ફિલ્મ 'જગ્ગા જાસૂસ'નું પ્રમોશન કરી રહ્યાં છે. આ દરમિયાન રણબીર અને કેટરિના એકબીજાની મજાક ઉડાવવાની એક પણ તક જતી નથી કરતાં. થોડા સમય પહેલાં જ કેટરિનાએ રણબીરને ધમકી આપી હતી કે, જો તે પોતાનું વર્તન નહીં સુધારે, તો કેટરિના ફિલ્મ પ્રમોટ નહીં કરે. હવે એક રિસન્ટ ટીવી શોમાં રણબીરે કેટની એક્ટિંગ સ્કિલ્સ પર કોમેન્ટ કરી છે.

શું કેટરિના ઓવર એક્ટિંગ કરે છે?

શું કેટરિના ઓવર એક્ટિંગ કરે છે?

રણબીરને જ્યારે ઓવર એક્ટિંગ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો એણે કહ્યું કે, હા, હું સ્વીકારું છું કે અમુક ફિલ્મોમાં મેં ઓવર એક્ટિંગ કરી છે. પરંતુ કેટરિનાએ ક્યારેય ઓવર એક્ટિંગ નથી કરી. ખરેખર તો ઘણી એવી ફિલ્મો છે, જેમાં કેટરિનાએ એક્ટિંગ જ નથી કરી, તો પછી ઓવર એક્ટિંગનો તો સવાલ જ નથી.

કેટરિનાનો રિસ્પોન્સ

કેટરિનાનો રિસ્પોન્સ

રણબીરના આ જવાબ પર કેટરિનાએ વચ્ચે જ તેને રોકતાં પૂછ્યું, તે શું કીધું? જો કે, રણબીરે તરત જ બાજી સંભાળી લીધી. તેણે પોતાનો જવાબ સુધારતાં કહ્યું કે, મારો અર્થ હતો કે, અમુક ફિલ્મોમાં કેટરિનાએ એટલી નેચરલ એક્ટિંગ કરી છે કે તેને એક્ટિંગ ન કહી શકાય.

રણબીરના કહેવાનો અર્થ શું છે?

રણબીરના કહેવાનો અર્થ શું છે?

પોતાના જવાબને વધુ સફાઇપૂર્વક રજૂ કરતાં રણબીરે કહ્યું કે, અમુક ફિલ્મોમાં કેટરિનાની એક્ટિંગ અત્યંત ફ્લોલેસ હતી, એક્ટિંગ કરવા માટે તે સ્ક્રિન પર સ્ટ્રગલ કરતી જોવા નથી મળી. જેમ કે, 'ઝિંદગી ના મિલેગી દોબારા' ફિલ્મમાં તે ખૂબ નેચરલ હતી.

કેટરિના હાઇપર છે: રણબીર

કેટરિના હાઇપર છે: રણબીર

થોડા સમય પહેલાં જ અન્ય એક પ્રમોશનલ ઇવેન્ટમાં રણબીરે કેટરિનાને હાયપર કહી હતી. રણબીરે કહ્યું હતું કે, કેટરિના ખૂબ હાયપર થઇ જાય છે. તેનું મિડલ નેમ જ હાયપર છે. ખાસ કરીને ફિલ્મ જ્યારે રિલીઝ થવાની હોય ત્યારે તે ખૂબ હાયપર થઇ જાય છે.

મારે કેટને ઠંડી પાડવી પડે છે:રણબીર

મારે કેટને ઠંડી પાડવી પડે છે:રણબીર

'ફિલ્મના પ્રમોશનમાં તેને કાયમ એમ જ લાગે છે કે, આપણે ફિલ્મ હજુ વધારે પ્રમોટ કરવાની જરૂર છે. કારણ કે, હજુ લોકોના ધ્યાનમાં નથી આવ્યું કે કોઇ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. એવી પરિસ્થિતિમાં હું તેને ઠંડી પાડવાનું કામ કરું છું.'

કેટરિનાએ પણ ઉડાવી રણબીરની મજાક

કેટરિનાએ પણ ઉડાવી રણબીરની મજાક

સામે કેટરિનાએ પણ એક ઇવેન્ટમાં રણબીર કપૂરની પ્રોડ્યૂસિંગ સ્કિલ્સની મજાક ઉડાવી હતી. નોંધનીય છે કે, 'જગ્ગા જાસૂસ' રણબીરની પ્રોડ્યૂસર તરીકેની પહેલી ફિલ્મ છે. કેટરિનાએ આ અંગે વાત કરતાં કહ્યું કે, મેન નથી લાગતું કે, રણબીરે પ્રોડ્યૂસર તરીકે ફિલ્મમાં કંઇ ખાસ ફાળો આપ્યો હોય. ડિઝનીએ ખૂબ સારું કામ કર્યું છે અને આખી ફિલ્મ દરમિયાન અમને સપોર્ટ કર્યો છે.

રણબીર મારો બેસ્ટ ફ્રેન્ડઃ કેટરિના

રણબીર મારો બેસ્ટ ફ્રેન્ડઃ કેટરિના

આ સાથે જ એક ઇવેન્ટમાં કેટરિનાએ કહ્યું હતું કે, અમે રોજ સેટ પર મળતાં અને એકબીજા સાથે મજાક-મસ્તી કરતાં. સેટ પર જાણે જોક કોમ્પિટિશન ચાલતું. જે મીડિયાને સામે પણ ચાલુ જ છે. પરંતુ કેટલાક લોકો એને ખોટી રીતે લઇ રહ્યાં છે. ખરેખર તો, રણબીર મારો બેસ્ટ ફ્રેન્ડ છે.

English summary
This time, Ranbir Kapoor mocks at Katrina Kaif over her acting skills and this is what he ended up saying about her when he was promoting JJ at a TV show.
Please Wait while comments are loading...