કેટની રણબીરને વોર્નિંગ, જો ફરી આમ કર્યું તો નહીં કરે પ્રમોશન

Written By:
Subscribe to Oneindia News

કેટરિના કૈફ અને રણબીર કપૂરની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' અનેક ટાળમટોળ બાદ આખરે આ મહિને રિલીઝ થનાર છે. બંન્ને સ્ટાર્સ જૂના ઝગડા ભૂલાવીને ફિલ્મના પ્રમોશનમાં લાગ્યા છે અને આ દરમિયાન લોકો અને મીડિયા સામે બને એટલા ફ્રેન્ડલી રહેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બંન્ને વચ્ચેના મતભેદનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. રિસન્ટલી એક ઇવેન્ટમાં આવું જ કંઇ બન્યું હતું. રણબીરના વર્તનથી અકળાયેલી કેટરિનાએ તેને ફિલ્મ પ્રમોટ ન કરવાની ધમકી આપી હતી.

રણબીર કપૂર-કેટરિના કૈફ

રણબીર કપૂર-કેટરિના કૈફ

રણબીર કપૂર ખૂબ મજાકિયા સ્વભાવનો છે, આપણે સૌ જાણીએ છીએ. એક રિસન્ટ પ્રમોશનલ ઇવેન્ટમાં તેણે કેટરિનાની મજાક ઉડાવતાં કેટ એટલી ગુસ્સે થઇ ગઇ કે, તેણે રણબીરને સરખી રીતે બિહેવ કરવાની સલાહ આપી અને સાથે ધમકી પણ આપી કે, તે જો સરખી રીતે બિહેવ નહીં કરે, તો કેટ આગળ ફિલ્મનું પ્રમોશન નહીં કરે.

કેટના ગુસ્સાનું કારણ

કેટના ગુસ્સાનું કારણ

કેટરિના કૈફ સુંદર ડાન્સર છે અને તેણે ચીકની ચમેલી, શીલા કી જવાની, કમલી, માશાઅલ્લાહ જેવા સોંગ્સ પર સુંદર ડાન્સ કર્યો છે. એશિયન એજના અહેવાલો અનુસાર, પ્રથમ પ્રમોશનલ ઇવેન્ટમાં જ રણબીરે કેટની મજાક ઉડાવતાં કહ્યું હતું કે, આ ડાન્સિસ માટે તેણે કેટરિનાને ટ્રેઇન કરી છે.

કેટરિનાએ કરી લાલ આંખ

કેટરિનાએ કરી લાલ આંખ

રણબીરની આવી મજાકને કારણે જ કેટરિનાએ તેને વોર્નિંગ આપી હોવાનું મનાય છે. રણબીરે પણ હારીને કેટની વાત માની લીધી છે. રણબીર પાસે આ સિવાય કોઇ ચોઇસ પણ નથી. રણબીર પોતે આ ફિલ્મનો પ્રોડ્યૂસર છે, આ તેની પ્રોડ્યૂસર તરીકેની પ્રથમ ફિલ્મ છે. આથી અત્યારે તે કેટને ગુસ્સે કરી શકે એમ નથી.

દીપિકાના નામનો ઉલ્લેખ

દીપિકાના નામનો ઉલ્લેખ

બીજી એક રેડિયો પ્રમોશન ઇવેન્ટમાં પણ રણબીરે કેટને હેરાન કરવાની તક છોડી નહોતી. આ રેડિયો પ્રોગ્રામમાં કેટરિનાને સવાલ પૂછવામાં આવ્યો કે, તેણે રણબીરની છેલ્લી કઇ ફિલ્મ જોઇ છે? કેટ આ સવાલનો જવાબ આપે એ પહેલાં જ રણબીર બોલી પડ્યો, 'તે તમાશા જોઇ છે?' 'તમાશા'માં રણબીર સાથે તેની એક્સ-ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ હતી.

કેટરિનાએ રણબીરને કહ્યું, 'ના'

કેટરિનાએ રણબીરને કહ્યું, 'ના'

રણબીરના સવાલથી પાછી પડેલી કેટરિનાએ 'ના' પાડતાં રણબીરે વધુ તોફાની અંદાજમાં પૂછ્યું, 'કેમ? તે તમાશા કેમ ના જોઇ?' કેટરિનાએ કહ્યું, 'મને નથી ખબર.' કેટના ટૂંકા જવાબ બાદ પણ રણબીર અટક્યો નહીં, તેણે આગળ કહ્યું, 'તને એ ફિલ્મ જોવી જ નહોતી.' આ પછી કેટરિના અકળાઇ ગઇ અને તેણે વાત બદલી નાંખતા રણબીરને કોફી પીવાનું કહ્યું હતું.

કેટ માની રહી છે સલમાનની એડવાઇઝ

કેટ માની રહી છે સલમાનની એડવાઇઝ

રણબીરના આવા મજાકિયા સ્વભાવથી ચિડાઇને જ કેટરિનાએ તેને વોર્નિંગ આપી છે. કહેવાઇ રહ્યું છે કે, કેટરિના સલમાનની એડવાઇઝ ફોલો કરીને 'જગ્ગા જાસૂસ'નું પ્રમોશન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, રણબીર અને કેટના બ્રેકઅપ બાદ હવે સલમાન અને કેટની દોસ્તી પૂરબહારમાં ખીલી છે.

સલમાને આપી પ્રોફેશનલ બનવાની સલાહ

સલમાને આપી પ્રોફેશનલ બનવાની સલાહ

સલમાને જ કેટરિનાને પ્રોફેશનલ રીતે વિચારવાની તથા ફિલ્મનું પ્રમોશન કરવાની સલાહ આપી છે. સલમાનનું કહેવું છે કે, આ રીતે ઇન્ડસ્ટ્રીમાં તેની છાપ ડેડિકેટેડ અને પ્રોફેશનલ એક્ટ્રેસ તરીકેની પડશે, જે કેટરિનાના કરિયર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.

હવે સાથે કામ નહીં કરે

હવે સાથે કામ નહીં કરે

અત્યારે ભલે રણબીર અને કેટ 'જગ્ગા જાસૂસ' ફિલ્મનું ધમાકેદાર પ્રમોશન કરતા હોય અને લોકો સામે બધું બરાબર હોવાનો દેખાવ કરતા હોય, પરંતુ આ બંન્ને હવે સાથે કામ કરતા જોવા નહીં મળે. બંન્નેએ અલગ-અલગ ઇન્ટરવ્યૂમાં આડકતરી રીતે આ વાતનો ઇશારો કરી દીધો છે.

English summary
Something unexpected happened recently when Katrina Kaif warned Ranbir Kapoor to behave properly or she will not promote the movie.
Please Wait while comments are loading...