જોઇએ હવે રણબીર કપૂર ચાર લગ્ન કરે છે કે નહીં !

મુંબઈ, 9 જાન્યુઆરી : રીમેક ફિલ્મોને સમયની બર્બાદી ગણાવનાર અભિનેતા રણબીર કપૂર ટુંકમાં જ અનુરાગ બાસુની ફિલ્મમાં ગાયક-અભિનેતા કિશોર કુમાર બની લોકો વચ્ચે આવનાર છે. બર્ફીની સફળતાથી ખુશ અનુરાગ બાસુ કિશોર દાના જીવન પર ફિલ્મ બનાવવાના છે કે જેમાં કિશોર કુમારનો રોલ કરવા માટે તેમણે રણબીર કપૂરને ફાઇનલ કર્યાં છે.

Ranbir Kapoor

ફિલ્મ કિશોર કુમારના જીવન ઉપર આધારિત હશે. તેમાં કિશોરની સામાન્ય માણસથી સફળ ગાયક બનવા સુધીની સફર દર્શાવાશે. ફિલ્મમાં તેમના અંગત જીવનથી જોડાયેલ કેટલાંક અંશો પણ આવરી લેવાશે. તેથી ફિલ્મી પંડિતોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે ફિલ્મમાં કિશોર કુમારના જીવનના વણસ્પર્શેલા પાસાઓને પણ રૂપેરી પડદે દર્શાવાશે કે જેનાથી સામાન્ય લોકો અજાણ છે. તેથી એમ કહેવાય છે કે રણબીર કપૂર પણ ફિલ્મમાં કિશોર કુમારની જેમ ચાર લગ્ન કરશે.

નોંધનીય છે કે કિશોર કુમારે ચાર વાર લગ્ન કર્યા હતાં. તેમના પ્રથમ બંગાળી ગાયિકા અને અભિનેત્રી રૂમા ગુહા હતાં. કિશોરે લગ્નના આઠ વર્ષ બાદ રૂમાને છોડી દીધા હતાં અને અભિનેત્રી મધુબાલા સાથે લગ્ન કર્યા હતાં. મધુબાલાના મોત બાદ કિશોરના જીવનમાં યોગિતા બાલી આવ્યાં અને બંનેએ લગ્ન કરી લીધાં. માત્ર બે વર્ષમાં જ કિશોર અને યોગિતા છુટા પડી ગયાં. 1980માં કિશોર કુમારે ચોથી અને છેલ્લી વાર અભિનેત્રી લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યાં કે જેમના વડે તેમના બે પુત્રો છે.

એમ તો અત્યાર સુધી ફિલ્મી દુનિયામાં રણબીર કપૂરની ઈમેજ એક રસિક મિજાજ અભિનેતા તરીકેની છે. તેમનું નામ પણ અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. તેથી કદાચ અનુરાગ બાસુએ રણબીરને કિશોરનો રોલ આપવાનું નક્કી કર્યું છે. જોકે ફિલ્મમાં રણબીર કપૂર ગીતો નહીં ગાય. કિશોર કુમાર દ્વારા ગવાયેલ ગીતો જ ફિલ્મમાં દર્શાવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X