Randeep Hooda Birthday: આલીશાન બંગલા અને લક્ઝરી ગાડીઓનો માલિક છે રણદીપ હુડ્ડા, નેટવર્થ જાણીને ઉડી જશે હોશ
આજે રણદીપ હુડ્ડા પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો જાણીએ રણદીપ હુડ્ડાની પ્રોપર્ટી વિશે.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર રણદીપ હુડ્ડાએ મીરા નાયરની ફિલ્મ 'મોન્સૂન વેડિંગ'થી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી અને ત્યારથી તે ચાહકોને પોતાની એક્ટિંગના દીવાના બનાવી રહ્યો છે. રણદીપ છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં રહે છે. હરિયાણામાં જન્મેલો રણદીપ તેની એક્ટિંગની સાથે સાથે લક્ઝરી લાઈફ જીવવા માટે પણ ખૂબ જ ફેમસ છે. અભિનેતાએ પોતાના દમ પર કરોડોની કમાણી કરી છે. આજે રણદીપ હુડ્ડા પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો જાણીએ રણદીપ હુડ્ડાની પ્રોપર્ટી વિશે.

મહેનતી એક્ટર
પોતાની દરેક ભૂમિકાથી ચાહકો પર છાપ છોડનાર રણદીપ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણદીપ દરેક રોલમાં એટલો લીન થઈ જાય છે કે દર્શકો તેના પાત્રના પ્રેમમાં પડી જાય છે. રણદીપનો અભિનય દર્શાવે છે કે તે ફિલ્મોમાં તેના પાત્ર પર કેટલી મહેનત કરે છે. આ મહેનત દ્વારા તેણે કરોડોની સંપત્તિ કમાઈ છે.

મીરા નાયરે ઑફર કરી ફિલ્મ
રણદીપ હુડ્ડાએ એમબીએ કર્યા પછી માર્કેટિંગ વિભાગમાં કામ કરવાનુ શરૂ કર્યુ. તેની સાથે જ અભિનેતાએ મોડલિંગ અને થિયેટરમાં પણ કામ કરવાનુ શરૂ કર્યુ. આ પછી મીરા નાયરે રણદીપને એક ફિલ્મ ઑફર કરી.

નેટ વર્થ જાણીને ઉડી જશે હોશ
રણદીપ હુડ્ડા પોતાના દમ પર કરોડોની સંપત્તિના માલિક છે. અભિનેતાની નેટવર્થ વિશે વાત કરીએ તો કેકનૉલેજના અહેવાલ મુજબ રણદીપની કુલ સંપત્તિ 10 મિલિયન યુએસ ડોલર છે, જે 73 કરોડ રૂપિયા બરાબર છે.

મોંઘી ગાડીઓનો શોખ
હવે તેની કમાણી વિશે વાત કરીએ તો અભિનેતાએ સૌથી વધુ કમાણી ફિલ્મોમાંથી કરી છે. આ સિવાય રણદીપ મોડલિંગ અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. રણદીપ હુડ્ડા વાહનોના પણ ખૂબ શોખીન છે. અભિનેતા પાસે આશરે રૂ. 95 લાખની કિંમતની મર્સિડીઝ બેન્ઝ જીએલએસ અને રૂ. 62 લાખની કિંમતની BMW 5 સિરીઝની કાર છે. આ સાથે અભિનેતા પાસે 71 લાખથી વધુની કિંમતની રેન્જ રોવર અને લગભગ 65 લાખની કિંમતની વોલ્વો V90 કાર પણ છે.

લક્ઝરી ઘર
અભિનેતા હરિયાણાનો છે. હરિયાણામાં તેનુ પૈતૃક ઘર છે, જ્યાં તે અવારનવાર જતો રહે છે. આ સિવાય તે મુંબઈમાં એક લક્ઝરી ઘરમાં રહે છે. આ અભિનેતાનુ ઘર એક લોકપ્રિય ડિઝાઇનરે ડિઝાઇન કર્યુ છે.

લે છે તગડી ફી
મળતી માહિતી મુજબ રણદીપ એક ફિલ્મ માટે લગભગ 5થી 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વળી, કલાકાર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. આ માટે તે 70-80 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

રણદીપનુ વર્કફ્રંટ
અભિનેતાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો રણદીપ છેલ્લે સલમાન ખાનની રાધેમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં હતો. અભિનેતાની આગામી ફિલ્મોમાં અનફેર એન્ડ લવલી અને સ્વાતંત્ર્યવીર સાવરકરનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
