રણદીપ હુડાએ કરી આલિયાની પ્રશંસા તો રંગોલી બોલી, ‘કરણ જોહરનો ચાટુકાર છે'

એકબીજા વિશે વારંવાર મીડિયા સામે વિવાદિત નિવેદન આપી રહેલ અભિનેત્રી કંગના રનોત અને આલિયા ભટ્ટના વિવાદમાં હવે રણદીપ હુડા પણ લપેટામાં આવી ગયા છે.

એકબીજા વિશે વારંવાર મીડિયા સામે વિવાદિત નિવેદન આપી રહેલ અભિનેત્રી કંગના રનોત અને આલિયા ભટ્ટના વિવાદમાં હવે રણદીપ હુડા પણ લપેટામાં આવી ગયા છે. વાસ્તવમાં હાલમાં જ રણદીપે ટ્વિટર પર આલિયા ભટ્ટના કામની પ્રશંસા કરીને અપ્રત્યક્ષ રીતે કંગના પર નિશાન સાધ્યુ હતુ. તેમણે આમ કરતા જ કંગનાની બહેન રંગોલી ચંદેલ તેમના પર તૂટી પડી અને એવી ખરી ખોટી સંભળાવી કે સૌ કોઈ ચોંકી જશે.

શું બોલ્યા રણદીપ કે રંગોલીએ ઝાટક્યા?

રણદીપ હુડાએ આલિયાને ટેગ કરીને ટ્વિટર પર લખ્યુ હતુ - ‘પ્રિય આલિયા, હું બહુ ખુશ છુ કે તમે કોઈ પણ કામચલાઉ અને સતત વિક્ટિમ બની રહેલી અભિનેત્રીના વિચારોથી પોતાને અને પોતાના કામને પ્રભાવિત નથી થવા દઈ રહી. પોતાના વધુ સારી બનાવવાના તમારા પ્રયત્નોથી હું બહુ ખુશ છુ.' આના પર આલિયાએ પ્રેમ ઈમોજી બનાવીને રણદીપનું સ્વાગત કર્યુ. આના પર જાણે કે રંગોલીનો ગુસ્સો ફૂટી પડ્યો.

‘કરણ જોહરનો તુ ચાટુકાર છે'

રણદીપનું ટ્વીટ જોતા જ રંગોલી સમજી ગઈ કે તેમનો નિશાનો તેની બહેન કંગના પર છે. પછી શું હતુ તે રણદીપ પર તૂટી પડી. તેણે ખૂબ જ કટાક્ષભર્યા ટોનમાં લખ્યુ, આલિયા બેબીને બચાવવા માટે નેપોટીઝ્મ ગેંગની પોતાની હિંમત ન થઈ તો તને આગળ કરી દીધો. હું જાણુ છુ કે ફિલ્મ ઉંગલીના સમયે તે કંગનાને કેટલી હેરાન કરી હતી અને કેટલો મોટો ચાટુકાર છે તુ કરણ જોહરનો.

‘ભાઈ તુ તો પરમેનેન્ટ ફેલિયર છે'

ત્યારબાદ રંગોલી રોકાઈ નહિ તેણે અલગ ટ્વીટમાં લખ્યુ, ‘પરંતુ તેમછતાં તારુ કંઈ ના થયુ. કમસે કમ આલિયા જેવા લોકો ચમચાગિરીના દમ પર સફળ તો છે, ભાઈ તુ તો પરમેનેન્ટ ફેલિયર છે.'

‘મણિકર્ણિકા'થી ‘ગલી બૉય'ની તુલના પર ભડકી હતી કંગના

‘મણિકર્ણિકા'થી ‘ગલી બૉય'ની તુલના પર ભડકી હતી કંગના

કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા'થી સફળતા બાદ એક એન્ટરટેઈનમેન્ટ સાઈટે આલિયાની ફિલ્મ ‘ગલી બૉય' સાથે તુલના કરીને એક પોલ કંડક્ટ કર્યો. પોલ બાદ જ્યારે કંગનાએ બતાવ્યુ કે તે આલિયાથી બસ થોડા માર્જિનથી જીતી છે તો કંગના ભડકી ગઈ અને બોલી આલિયા સાથે મારી કમ્પેરીઝન કેમ છે. ગલી બૉયમાં તેના અભિનય એટલી ખાસ નહોતી. તેમણે એ જ મુંહફટ છોકરીની ભૂમિકા નિભાવી હતી જે તે નિભાવતી આવી રહી છે.

આલિયાએ પ્રેમથી આપ્યો હતો કંગનાની વાતનો જવાબ

આલિયાએ પ્રેમથી આપ્યો હતો કંગનાની વાતનો જવાબ

કંગનાની આ વાતના જવાબમાં આલિયાએ ખૂબ પ્રેમથી કોઈ ગુસ્સો વ્યક્ત કર્યા સિવાય કહ્યુ હતુ, ‘હું કંગનાના કામની ખૂબ ઈજ્જત કરુ છુ અને તેમના વિચારોનું સમ્માન કરુ છુ. પરંતુ એવી લાગી રહ્યુ છે આનુ કોઈ કારણ રહ્યુ હશે. હું આ કમેન્ટની જગ્યા એ યાદ કરવા ઈચ્છીશ કે તેમણે રાજીના સમયે મારી કેટલી પ્રશંસા કરી હતી. હું પોતાના કામ પર ફોકસ કરીશ અને કોશિશ કરીશ કે એવુ કંઈક કરુ કે તે મારી પ્રશંસા કરીશ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X