રાણી મુખરજીનો દમદાર First Look- મર્દાની 2માં ધમાકેદાર એક્શન કરતી જોવા મળશે
રાણી મુખરજીનો દમદાર First Look- મર્દાની 2માં ધમાકેદાર એક્શન કરતી જોવા મળશે
રાણી મુખરજીની દમદાર ફિલ્મ મર્દાની 2નું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. ફિલ્મ 2019ના અંત સુધીમાં રિલીઝ થનાર છે. હાલ ફિલ્મથી રાણી મુખરજીનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે, જ્યાં રાણી ભારે દમદાર જોવા મળી રહી છે. ગોપી પુથરનના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ 2019ના અંત સુધી રિલીઝ થશે. આ ફિલ્મમાં રાણીની 21 વર્ષીય ક્રૂર વિલન સાથે ટક્કર જામશે. મર્દાનીએ બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો.

ફિલ્મમાં રાણી મુખરજી દબંગ ઈન્સ્પેક્ટર શિવાની શિવાજી રોયના કેરેક્ટરમાં જોવા મળી હતી, જેને દર્શકોએ ભારે પસંદ કરી હતી. ફિલ્મની કહાની માનવ તસ્કરી પર આધારિત હતી. જ્યારે ફિલ્મના વિલેન તાહિર ભસિને પણ સારીએવી ચર્ચા મેળવી હતી. મર્દાની 2માં રાણી મુખરજી સુપરિટેન્ડેન્ટ ઑફ પોલીસના કેરેક્ટરમાં જોવા મળશે. જે એક ચાલાક અને નિર્દયી વિલનની ખોજમાં ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
પહેલી ફિલ્મની જેમ જ રાણી મુખરજી આ ફિલ્મમાં પણ એક્શન અને સ્ટન્ટ સીન્સ કરતી જોવા મળશે.મર્દાની 2ની સ્ટોરી સોશિયલ મુદ્દા પર આધારિત હશે. પરંતુ હાલ ફિલ્મની કહાની સાથે જોડાયેલ દરેક વાતો છૂપાવીને રાખવામાં આવી છે. પરંતુ સૂત્રો મુજબ, ફિલ્મના વિલન લોકોને સરપ્રાઈઝ કરી શકે છે. આ તેમની ડેબ્યૂ ફિલ્મ હશે, જ્યાં તે રાની મુખરજીને ટક્કર આપતો જોવા મળશે.
આ પણ વાંચો- એક સાથે બિકીનીમાં પ્રેરણા અને કોમોલિકાએ પાણીમાં આગ લગાવી












Click it and Unblock the Notifications
