Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જે ફોટા માટે રાનૂ મંડલને કરવામાં આવી ટ્રોલ તે નીકળ્યા નકલી, જુઓ વીડિયો

જે મેકઅપવાળા ફોટા માટે રાનૂને ટ્રોલ કરવામાં આવી તે નકલી છે. આનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાનૂ મંડલનો મેકઅપ કરનાર આર્ટિસ્ટે તેનો અસલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો.

'ઈક પ્યાર કા નગમા હે...' ગીતથી ઈન્ટરનેટ સેન્સેશન બનીને ઉભરલી રાનૂ મંડલ કોઈને કોઈ કારણોથી હંમેશા ચર્ચામાં રહે છે. થોડા દિવસ અગાઉ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, આ ફોટામાં તેનો મેકઅપ ખૂબ જ વિચિત્ર લાગી રહ્યો હતો. રાનૂ મંડલનો આ ફોટો જોઈને તેના ફેન્સ ચોંકી ગયા એટલુ જ નહિ તેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી. યુઝર્સે તેના આ વાયરલ ફોટામાં તેના ગંદા મેકઅપની જોરદાર બુરાઈ કરી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે મેકઅપવાળા ફોટા માટે રાનૂને ટ્રોલ કરવામાં આવી તે નકલી છે. આનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાનૂ મંડલનો મેકઅપ કરનાર આર્ટિસ્ટે તેનો અસલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો. એટલુ જ તેણે રાનૂ મંડલના મેકઅપ વીડિયોને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. સાથે જ એક પોસ્ટ પણ ઈન્સ્ટાગ્રામ પર લખી છે જેમાં તેણે ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે.

રાનૂ મંડલના મેકઅપનો અસલી ફોટો આવ્યો સામે

રાનૂ મંડલના મેકઅપનો અસલી ફોટો આવ્યો સામે

મેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રાનૂ મંડલના મેકઅપ બાદનો અસલી ફોટો શેર કર્યો સાથે તે ફેક ફોટો પણ શેર કર્યો જેના માટે રાનૂ મંડલને ટ્રોલ કરવામાં આવી. રાનૂ મંડલના અસલી ફોટાની નીચે લખ્યુ હતુ - 'રિયલ મેકઅપ ડન બાય સંધ્યા', વળી, બીજી તરફ રાનૂ મંડલના મેકઅપનો ફેક ફોટો શેર કરવામાં આવ્યો. આ ફોટા સાથે મેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ જબરદસ્ત પોસ્ટ પણ લખી છે.

મેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ જણાવ્યુ પૂરુ સત્ય

સંધ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યુ, ‘જેમ કે તમે બંને ફોટાને જોઈ શકો છો કે એક ફોટો છે જેમાં અમે મહેનત કરી છે અને બીજી તરફ નકલી ફોટો છે જેને એડિટ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. તેના પર બધા જોક્સ અને ટ્રોલ્સ ઠીક છે. અમને પણ હસવુ આવ્યુ પરંતુ બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડીને હસવુ સારી વાત નથી. અમે વાસ્તવમાં આશા રાખીએ છીએ કે તમે બધા આ સચ્ચાઈ સમજશો અને નકલી ફોટા અને વાસ્તવિક ફોટા વચ્ચેના અંતરનો અહેસાસ કરશો. બસ આ જ અમે કરવા ઈચ્છીએ છીએ.'

‘બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડીને હસવુ સારી વાત નથી'

‘બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડીને હસવુ સારી વાત નથી'

સમગ્ર મામલો એ સમયે સામે આવ્યો જ્યારે થોડા દિવસો પહેલા રાનૂ મંડલ કાનપુરની એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી. આ દરમિયાન તેણે રેમ્પ વૉક પણ કર્યુ. આ ઈવેન્ટ બાદ રાનૂ મંડલના ભારે ભરખમ મેકઅપનો એક નકલી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેના કારણે તેને ઘણી ટીકાઓના શિકાર થવુ પડ્યુ. આ નકલી ફટાના કારણે યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કરી હતી અને તેની મજાક બનાવી હતી પરંતુ હવે રાનૂ મંડલના એ નકલી ફોટાનુ પૂરુ સત્ય સામે આવી ગયુ છે. આનો ખુલાસો કર્યો છે તેના મેકઓવર કરનારી મેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ. તેણે નકલી ફોટો અને મેકઅપ બાદનો અસલી ફોટો પણ શેર કર્યો સાથે વીડિયો પણ શેર કરીને રાનૂ મંડલના મેકઅપનુ પૂરુ સત્ય બધાની સામે મૂકી દીધુ.

આ રીતે થયો હતો રાનૂ મંડલનો મેકઅપ, વીડિયો આવ્યો સામે

મેકઅપ આર્ટિસ્ટ સંધ્યાના શેર કરાયેલ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કેવી રીતે સિંગિંગ સેન્સેશન રાનૂ મંડલનો મેકઅપ કરવામાં આવ્યો. મેકઅપ આર્ટિસ્ટે જણાવ્યુ છે કે તેમના મેકઅપમાં ઘણી મહેનત કરવામાં આવી. જો કે તેમનો ફોટો વાયરલ કરીને અમુક યુઝર્સે ટ્રોલ કર્યા. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે રાનૂ મંડલ પહેલા સલૂનમાં પહોંચે છે તો ત્યાં તેનુ શાનદાર સ્વાગત કરવામાં આવે છે. ભવ્ય સ્વાગત બાદ રાનૂ મંડલનો મેકઅપ શરૂ કરવામાં આવ્યો. લગભગ 1 મિનિટ 46 સેકન્ડના વીડિયોમાં દેખાવાની કોશિશ કરવામાં આવી કેવી રીતે રાનૂ મંડલનો મેકઅપ પૂરો થયો. એટલુ જ નહિ મેકઅપ બાદ તે કેવી લાગી રહી હતી તે પણ જોવા મળ્યુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X