'ગહરાઈયાં'ના ટ્રેલર પર હવે રણવીર સિંહે આપી પ્રતિક્રિયા, કહ્યુ - 'મૂડી, સેક્સી અને ...'
'ગહરાઈયાં' ફિલ્મના ટ્રેલર પર એક્ટર અને દીપિકાના પતિદેવ રણવીર સિંહે પ્રતિક્રિયા આપી છે.
મુંબઈઃ બૉલિવુડની મસ્તાની ગર્લ એટલે કે દીપિકા પાદુકોણ હાલમાં પોતાની આવનારી ફિલ્મ 'ગહરાઈયાં'ને લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં તેનો બોલ્ડ અવતાર છે જેની ઝલક ફિલ્મના ટીઝરમાં બતાવવામાં આવી છે. ફિલ્મમાં દીપિકાના એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે ઈંટિમેટ સીન્સ છે જેના કારે આ ફિલ્મ અત્યારથી જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. વળી, હવે આ ફિલ્મના ટ્રેલર પર એક્ટર અને દીપિકાના પતિદેવ રણવીર સિંહે પ્રતિક્રિયા આપી છે.

રણવીર સિંહે કહ્યુ - 'મૂડી, સેક્સી અને ઈંટેન્સ'
રણવીર સિંહનુ રિએક્શન ઘણુ ચોંકાવનારુ છે. રણવીર સિંહે પોતાની વાત સોશિયલ મીડિયા પર લખી છે. તેમણે ઈન્સ્ટા પર પત્ની દીપિકાના ફિલ્મનુ એક પોસ્ટર શેર કર્યુ અને લખ્યુ - 'મૂડી, સેક્સી અને ઈંટેંસ, Domestic noir? મને સાઈન અપ કરો. બધા મારા મનગમતા શકુન બત્રા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કરવા, નસીર ધ લીજેન્ડ.'

'આપણે આ પોસ્ટની ગહરાઈને સમજી શકીએ છીએ'
રણવીર સિંહની આ પોસ્ટ હાલમાં સૌશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો રણવીર સિંહની પત્નીની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. વળી, અનન્યા પાંડેએ પણ રણવીર સિંહની પોસ્ટને લાઈક કરીને તેને પોતાના ફેવરિટ કહ્યા છે. તમને જણાવી દઈએ કે અનન્યા ફિલ્મમાં દીપિકાની નાની બહેનનો રોલ નિભાવી રહી છે. એમેઝોન પ્રાઈમે પણ રણવીર સિંહની પોસ્ટ પર કહ્યુ છે કે 'આપણે આ પોસ્ટની ગહરાઈને સમજી શકીએ છીએ.'

ગહરાઈયાં' ગૂંચવાયેલા સંબંધોની કહાની
તમને જણાવી દઈએ કે 11 ફેબ્રઆરીએ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થનારી ફિલ્મ 'ગહરાઈયાં' ગૂંચવાયેલા સંબંધોની કહાની છે. ધર્મા પ્રોડક્શન્સ અને વાયકૉમ18 પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મનો એક્સક્લુઝીવ વર્લ્ડ પ્રીમિયર પહેલા 25 જાન્યુઆરીએ થવાનો હતો પરંતુ કોરોનાની વધતી ગતિના કારણે ફિલ્મની રિલીઝને આગળ વધારી દેવામાં આવી.

ફિલ્મની કહાનીને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી છે
ફિલ્મની કહાનીને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી છે પરંતુ ફિલ્મના ટીઝરે લોકોની ફિલ્મ પ્રત્યેના રસને વધારી દીધો છે અને લોકો આતુરતાથી હવે આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
