‘લીલા’ની જાદુની ઝપ્પીએ ભાગ્યું ‘રામ’નું ડેંગ્યુ!
મુંબઈ, 3 ઑક્ટોબર : બૉલીવુડના નવા-નવા અભિનેતા ગણાતા રણવીર સિંહ સાજા થઈ ગયાં છે અને તેમની હાલત સતત સુધરી રહી છે, પણ હજીય તેઓ હૉસ્પિટલમાં જ છે. તેમણે પોતાના ફૅન્સનો આભાર વ્યક્ત કર્યો છે, પરંતુ સવાલ એ ઊભો થયો છે કે રણવીર સિંહ એટલે કે રામલીલા ફિલ્મના રામની બીમારી ભાગી કઈ રીતે? ફૅન્સની દુઆઓ કામ લાગી કે પછી રામની લીલા એટલે કે દીપિકા પાદુકોણેનો પ્રેમ?

રણવીર સિંહને તાજેતરમાં ડ ગુન્ડે ફિલ્મના શૂટિંગ દરમિયાન ડેંગ્યુ થઈ ગયુ હતું. તેઓ ગત 27મી સપ્ટેમ્બરથી હૉસ્પિટલમાં દાખલ છે, પણ આશા સેવાય છે કે ટુંકમાં જ તેમને રજા મળી જશે. રણવીરે ટ્વીટ કર્યું છે - આપના પ્રેમ અને આશીર્વાદના પગલે હું આ બીમારી સામે ઝઝુમી શક્યો. આપ સૌની દુઆઓ અને શુભેચ્છાઓ માટે આભાર કે જેણે નબળાઈ સામે વિજય મેળવવામાં મારી મદદ કરી.
હવે જોકે રણવીર સિંહ સાજા થઈ રહ્યાં છે, પરંતુ ફિલ્મી પંડિતોમાં ચર્ચા છે કે રણવીર સિંહના સાજા થવા પાછળ ફૅન્સની દુઆ નહીં, પણ દીપિકાનો પ્રેમ છે. કહે છે કે દીપિકા પાદુકોણે હૉસ્પિટલમાં રણવીર સિંહને મળવા ગયા હતાં. કહે છે કે દીપિકાની ખાસ વિનંતી બાદ તબીબોએ દીપિકાને રણવીરને ગળે લગાડી મળવાની મંજૂરી આપી હતી. મુલાકાત તો થોડાક જ મિનિટોની હતી, પરંતુ દીપિકાએ આપેલી ઝપ્પી બાદ રણવીર સિંહ ઝડપથી સાજા થઈ ગયાં.
રણવીર સિંહ છેલ્લા કેટલાંક દિવસથી ગુન્ડે ફિલ્મ માટે કોલકાતા પાસે આવેલા દુર્ગાપુરમાં શૂટિંગ કરી રહ્યા હતાં. કોઈ અવગડ ન પડે, તે માટે તેઓ તાવ છતાં શૂટિંગ કરતા રહ્યાં. જ્યારે તેઓ મુંબઈ પરત ફર્યાં અને તપાસ કરાવી, ત્યારે ખબર પડી કે તેમને ડેંગ્યુ થયું છે. તે પછી તેમને હૉસ્પિટલે દાખલ કરવા પડ્યાં.












Click it and Unblock the Notifications
