જયા બચ્ચન પર રણવીર શૌરીનો કટાક્ષ - તમને સમજમાં નથી આવી રહ્યો આ આખો ખેલ
બૉલિવુડમાં પરિવારવાદ અને સુશાંત સિંહ રાજપૂતના મુદ્દે ખુલીને બોલનાર અભિનેતા રણવીર શૌરીએ એક વાર ફરીથી ટ્વિટ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આડે હાથ લીધા છે.
મુંબઈઃ બૉલિવુડમાં પરિવારવાદ અને સુશાંત સિંહ રાજપૂતના મુદ્દે ખુલીને બોલનાર અભિનેતા રણવીર શૌરીએ એક વાર ફરીથી ટ્વિટ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આડે હાથ લીધા છે. રણવીર શૌરીએ કહ્યુ છે કે બૉલિવુડના એ લોકો જે કોઈ કામના નથી તેના બચાવમાં ફરીથી ઘણા લોકો ઉતરી આવ્યા છે પરંતુ આ બચાવ કરનારા લોકો બૉલિવુડના ગેટકીપર છે અથવા કોઈના તળિયા ચાટી રહ્યા છે. રણવીર શૌરીનુ આ નિવેદન અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચનના નિવેદન બાદ આવ્યુ છે.

રણવીર શૌરીએ કહ્યુ - તમને સમજમાં નથી આવી રહ્યો આ સમગ્ર ખેલ
જયા બચ્ચને મંગળવારે (15 સપ્ટેમ્બર)એ રાજ્યસભામાં એ લોકોની જોરદાર ટીકા કરી જેમણે બૉલિવુડ વિરુદ્ધ બોલ્યુ છે. રણવીર શૌરીએ ટ્વિટ કરીને કહ્યુ, 'જે લોકો બૉલિવુડના ગોબર(Muck)ના બચાવમાં ઉતર્યા છે તે ગેટકીપર છે અથવા તો કોઈની ચાટુકારિતામાં લાગ્યા છે. જો તમને કોઈનુ બોલવાનુ ન ગમતુ હોય તો તમે પણ પોતાની અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરી શકો છો નહિતર ચૂપચાપ તેના સમર્થનમાં લાગી જાવ. શું તમને સમજમાં નથી આવી રહ્યો આ બધો શું ખેલ ચાલી રહ્યો છે.'
|
જયા બચ્ચને સંસદમાં કર્યો બૉલિવુડનો બચાવ
જયા બચ્ચને સંસદમાં કહ્યુ હતુ કે બૉલિવુડવાળા એવા લોકો જેણે અહીં આવીને પોતાનુ નામ બનાવ્યુ એ જ આને હવે ગટર કહી રહ્યા છે. આ લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. બૉલિવુડને ગટર બોલાવવા પર રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યુ હતુ કે તેમને આ વાત સાંભળીને પણ શરમ આવે છે. રાજ્યસભામાં ઝીરો અવરમાં બૉલીવુડની થઈ રહેલી ટીકા પર જયા બચ્ચને કહ્યુ કે બૉલિવુડની છબીને જાણી જોઈને ખરાબ કરવામાં આવી રહી છે.

રવિ કિશન પર સાધ્યુ હતુ નિશાન
જયા બચ્ચને કોઈનુ નામ લીધા વિના ભાજપ સાંસદ અને અભિેનેતા રવિ કિશન પર પણ નિશાન સાધ્યુ હતુ. જયા બચ્ચને કહ્યુ હતુ, હું ખૂબ જ શરમ અનુભવતી હતી કે કાલે આપણા એક સાંસદે સંસદમાં ફિલ્મ જગત વિરુદ્ધ બોલ્યુ, જે ખુદ આ ઈન્ડસ્ટ્રીમાંથી છે. આ શરમની વાત છે કે જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. ખોટી વાત છે, ઈન્ડસ્ટ્રીને સરકારનુ સમર્થન જોઈએ.












Click it and Unblock the Notifications
