For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ટિંગ ન મળી, Singing કર્યુ હતુ ભૂમિકાએ : જાણો 14 Unknown Facts

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 ઑગસ્ટ : ડાબર લાલની જાહેરખબર દ્વારા જાણીતા બનેલા ગુડિયા ભૂમિકા ચાવલાનો આજે જન્મ દિવસ છે. ફિલ્મોમાં મુકામ હાસલ કરવા માટે ભૂમિકાએ ખૂબ સ્ટ્રગલ કરવો પડ્યો. દિલ્હીથી સ્કૂલિંગ કર્યા બાદ 1997માં ભૂમિકા ચાવલા મુંબઈ આવ્યાં. 20 વર્ષની વયે ઉત્તર પ્રદેશમાં જીટી પર પ્રસારિત થતા કાર્યક્રમ હિપ હિપ હુર્રેમાં કામ શરૂ કરનાર ભૂમિકાને ઘણા પ્રયત્નો બાદ ફૅર એન્ડ લવલી તથા ડાબર લાલની જાહેરખબરમાં કામ મળી શક્યું. પછી જે સિલસિલો શરૂ થયો, તે આજ સુધી થંભ્યો નહીં. ભૂમિકાએ 6 ભાષાઓની લગભગ 30 ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મોમાં બહેતરીન અભિનય માટે ફિલ્મફૅર ઍવૉર્ડ પામી ચુક્યા છે.

બૉલીવુડમાં તેરે નામ ગર્લ તરીકે જાણીતા ભૂમિકા ચાવલા વિશે બહુ ઓછા લોકોને ખબર છે કે પોતાના સંઘર્ષના દિવસોમાં ભૂમિકાએ જાહેરખબરોમાં કામ કરવાની સાથે સિંગિંગ પણ કર્યુ હતું. સંગીત જગતની જાણીતી હસ્તીઓ અદનાન સામી તથા ઉદિત નારાયણ જેવા ગાયકો સાથે પણ ગીતો ગાયા છે ભૂમિકાએ. અદનાનને ભૂમિકાનો અવાજ બહુ ગમતો એટલે જ તેમણે પોતાના પ્રાઇવેટ આલબમમાં પણ ભૂમિકાને તક આપી હતી. ભૂમિકા ચાવલાએ સલમાન ખાન સાથે તેરે નામ જેવી સુપરહિટ બૉલીવુડ ફિલ્મ આપી, પણ પછી બહુ નામના ન મેળવી શક્યાં. અભિષેક બચ્ચન સાથેની રન ફિલ્મ પણ ભૂમિકાની સારી ફિલ્મ હતી.

તેરે નામ માટે ભૂમિકા ચાવલાને ઝી સાઇન ઍવૉર્ડ બેસ્ટ ડેબ્યુનો ઍવૉર્ડ મળ્યો હતો. ભૂમિકાએ તેરે નામ, રન ઉપરાંત દિલ ને જિસે અપના કહા, સિલસિલે, દિલ જો ભી કહે જેવી બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ હતું. ભૂમિકાએ 21મી ઑક્ટોબર, 2007ના રોજ યોગ શિક્ષક ભરત ઠાકુર સાથે નાસિકના દેવલાની ખાતે લગ્ન કર્યા હતાં.

ચાલો તસવીરો સાથે જોઇએ ભૂમિકા ચાવલાના Unknown Facts :

ગુડિયા

ગુડિયા

પરિવારમાં ભૂમિકાને સૌ પ્રેમથી ગુડિયા કહી સંબોધે છે.

રચના

રચના

ભૂમિકાનુ બીજુ નામ રચના પણ છે કે જે બહુ ઓછા લોકોને ખબર હશે.

સાઉથ ઇન્ડસ્ટ્રી

સાઉથ ઇન્ડસ્ટ્રી

સાઉથની બહેતરીન એક્ટ્રેસ ભૂમિકા બૉલીવુડમાં સફળ ન થઈ શકી.

સંઘર્ષ

સંઘર્ષ

ઘણા સંઘર્ષ બાદ ભૂમિકાને એડ અને સંગીત આલબમોમાં કામ કરવાની તકો મળી.

ફિલ્મો

ફિલ્મો

ભૂમિકાએ અત્યાર સુધી 6 ભાષાઓમાં લગભગ 30 ફિલ્મો કરી છે.

ફિલ્મો

ફિલ્મો

ભૂમિકા તેલુગુ જ નહીં, તામિળ, હિન્દી, ભોજપુરી, પંજાબી અને મલયાલી ભાષાઓમાં કામ કરી ચુક્યા છે.

તેલુગુ ડેબ્યુ

તેલુગુ ડેબ્યુ

ભૂમિકાએ યુવાકુડુ ફિલ્મ દ્વારા તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું.

ઍવૉર્ડ

ઍવૉર્ડ

યુવાકુડુમાં બહેતરીન અદાકારી માટે તેમને ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો.

પંજાબી પરિવાર

પંજાબી પરિવાર

21મી ઑગસ્ટ, 1978ના રોજ દિલ્હીના એક પંજાબી પરિવારમાં જન્મેલા ભૂમિકાના પિતા એ એસ ચાવલા ફોજમાં છે. તેમના માતા બાલી ચાવલા શિક્ષક છે.

દિલ્હીની ભૂમિકા

દિલ્હીની ભૂમિકા

ભૂમિકાનો જન્મ દિલ્હીમાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ ત્યાંજ લીધુ હતું. 1997માં મુંબઈ આવ્યા હતાં.

બૉલીવુડ ડેબ્યુ

બૉલીવુડ ડેબ્યુ

ભૂમિકાએ સલમાન ખાન સાથે તેરે નામ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું.

હિટ ફિલ્મ

હિટ ફિલ્મ

ભમિકાની પહેલી જ ફિલ્મ તેરે નામ હિટ રહી અને તેમના અભિનયના વખાણ થયાં.

લગ્ન

લગ્ન

ભૂમિકા ચાવલાએ 2007માં પોતાના પ્રેમી અને યોગ ગુરુ ભરત ઠાકુર સાથે લગ્ન કર્યાં.

પરિવારમાં વ્યસ્ત

પરિવારમાં વ્યસ્ત

ભૂમિકા ચાવલા આજકાલ પોતાનો સમય પોતાના બાળકોના ઉછેરમાં પસાર કરે છે.

Oops Moment

Oops Moment

શિલ્પા શેટ્ટીની Oops Moment જોવા ક્લિક કરો

English summary
Do you know actress Bhumika Chawla is also a singer. Here are some more rarely known facts about Birthday girl Bhumika.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X