પહેલી વખત રેમ્પ પર ઉતરી નેશનલ ક્રશ રશ્મિકા મંદાના, રેડ લહેંગામાં મહેફિલ લૂટી!
નેશનલ ક્રશ બની ચુકેલી દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તાજેતરમાં નવી દિલ્હીમાં ઈન્ડિયા કોચર વીક 2022માં ડિઝાઈનર વરુણ બહેલ માટે રેમ્પ વોક કર્યું હતું.
નેશનલ ક્રશ બની ચુકેલી દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તાજેતરમાં નવી દિલ્હીમાં ઈન્ડિયા કોચર વીક 2022માં ડિઝાઈનર વરુણ બહેલ માટે રેમ્પ વોક કર્યું હતું.

પહેલી વખત રેમ્પ પર ઉતરી રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના પહેલી વખત ડિઝાઈનર વરૂણ બહેલ માટે રેમ્પ પર ઉતરી હતી. જે બાદ તેણીએ પ્રથમ વખત રેમ્પ વોક કરવાનો અનુભવ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. રશ્મિકા મંદાનાની આ રેમ્પવોરની તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર રેડ લહેંગામાં જોવા મળી રહી છે.

રશ્મિકાએ લાલ લહેંગામાં મહેફિલ લૂંટી
રશ્મિકાએ તેની અદાઓથી મહેફિલ લૂટી હતી. તેની સ્ટાઈલ મોહક હતી. સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાનાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં સાઉથની આ હસીના લાલ લહેંગામાં જોવા મળી રહી છે.

રેમ્પ પર રશ્મિકા સુંદર લાગી રહી છે
રશ્મિકા દુપટ્ટા વિના ડિઝાઇનર બ્લાઉઝ સાથે લહેંગા પહેરીને અદ્ભુત લાગી રહી છે. તેણીના ગળામાં સુંદર કુંદન જડિત નેકલેસ છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે, આ સિવાય તેણીએ કોઈ ઘરેણાં કેરી નથી કર્યા. કદાચ તેને બીજા કોઈ દાગીનાની જરૂર પણ નથી. તેનું સ્મિત તેને સુંદર બનાવવા માટે પૂરતું છે.

આંખ મારી ફેન્સને ઘાયલ કર્યા
રેમ્પ વોકના વીડિયોમાં રશ્મિકા પહેલા પોતાની સ્માઈલથી દિલ ચોરી રહી છે અને પછી સ્ટાઈલથી આંખ મારી ફેન્સને ઘાયલ કરી રહી છે.

ડિઝાઈનર વરૂણ બહલે રશ્મિકાના વખાણ કર્યા
આ અંગે ડિઝાઈનર વરુણ બહલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "રશ્મિકા આ બ્લડ રેડ લહેંગામાં સુંદર ફૂલ જેવી લાગી રહી હતી. મોતી અને સ્ફટિકો, જે અમારા સંગ્રહ પાછળની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની પ્રેરણાને પ્રકાશિત કરે છે.

રશ્મિકા ઉત્સાહીત દેખાઈ રહી છે
26 વર્ષીય અભિનેત્રી ફેશન વીકમાં તેના ડેબ્યુને લઈને ઉત્સાહિત હતી અને તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, "દિલ્હીમાં પ્રથમ વખત... ફેશન વીકમાં પ્રથમ વખત! મારા પેટમાં પતંગિયા હતા... હું જેમ ચાલવા માંગતી હતી. એક પ્રો મોડેલે તેનો પ્રયાસ કર્યો... દેખીતી રીતે તે કામ ન કર્યું. માત્ર સ્મિત અને સારો સમય પસાર કરવાના મારા વ્યક્તિત્વ પર કબજો જમાવ્યો.. પરંતુ ચોક્કસપણે મારા માટે બ્લાસ્ટ હતો.

આ રશ્મિકાનું પહેલુ રેમ્પ વોક હતું
આ સિવાય રશ્મિકાએ પ્રથમ વોક માટે વરુણ બહલનો આભાર માન્યો. તેણે કહ્યું કે, તે હંમેશા ખૂબ જ ખાસ રહેશે. હું તમારી કલાને પ્રેમ કરું છું અને હું તમારી વાઇબને પ્રેમ કરું છું. સાથે મળીને હજુ વધુ સારી વસ્તુઓ કરવા બદલ શુભેચ્છા. ફેશન ડિઝાઈન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (FDCI)નો આભાર અને આને આટલું મનોરંજક બનાવવા બદલ ટીમનો આભાર!

નેશનલ ક્રશ બની ચુકી છે રશ્મિકા
ઈન્ડિયા કોચર વીકની શરૂઆત 22મી જુલાઈએ દિલ્હીમાં થઈ હતી. રાહુલ મિશ્રા, જેજે વાલાયા અને વરુણ બહેલ એવા કેટલાક ડિઝાઇનરો છે જેમણે અત્યાર સુધી તેમના કલેક્શન રજૂ કર્યા છે.
રશ્મિકા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે
રશ્મિકા બોલિવૂડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'મિશન મજનૂ'થી ડેબ્યૂ કરશે. તે અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા સાથે ફિલ્મ 'ગુડ બાય'માં પણ કામ કરશે.












Click it and Unblock the Notifications
