એક્ટીંગ જ નહીં આ ક્ષેત્રે પણ સલમાન બનાવી રહ્યાં છે રેકોર્ડઝ

બોલીવુડ: એક્ટર, પ્રોડ્યુસર, અને સીંગર સલમાન ખાન.....જી હા, ખબર જ ન પડી કે ક્યારે સલમાન એક્ટરમાંથી સીંગર અને પછી નિર્માતા બની ગયા. પરંતુ તેમાં કોઈ શક નથી કે સલમાન દરેક ક્ષેત્રે સુપર સ્ટાર છે.

ફિલ્મોમાં રેકોર્ડ બનાવતા બનાવતા હવે સલમાન ગાવામાં પણ રેકોર્ડ બનાવવાનું મન બનાવી રહ્યાં છે. આગામી ફિલ્મ "હીરો"નું ટાઈટલ સોન્ગ "મેં હું હીરો તેરા" સલમાન ખાને ગાયું છે. આ ગીતને યુ ટ્યુબ પર 10 મિલિયન લોકો પસંદ કરી ચૂક્યાં છે. જી હા આ ગીત હીટ થઈ ગયું છે, અને ફેન્સ તો આ ગીતને લઈને ક્રેઝી થઈ ગયા છે.

આવો જાણીએ સલમાને અત્યારસુધીમાં કેટલા ગીત ગાયા છે.

મેં હું હીરો તેરા....

મેં હું હીરો તેરા....

સૂરજ પંચોલી અને અથિયા ભટ્ટની ફિલ્મનું સૌથી પ્રસિદ્ધ ગીત "મેં હું હીરો તેરા" સલમાને ગાયું છે. ગીતને અત્યારસુધીમાં 10 મિલિયન લોકો યુ ટ્યુબ પર જોઈ ચૂક્યાં છે.

હેંગઓવર

હેંગઓવર

સુપરહિટ ફિલ્મનું હેંગઓવર ગીત પણ ઘણું હિટ રહ્યું. આ ગીત પહેલા સોનું નિગમના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ રિલીઝ સલમાન ખાનના અવાજમાં કરવામાં આવ્યું.

વોન્ટેડ

વોન્ટેડ

ફિલ્મ વોન્ટેડના મોસ્ટ પોપ્યુલર ટ્રેક "મોસ્ટ વોન્ટેડ"ને પણ સલમાને પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત પણ હિટ રહ્યું હતું.

ચાંદી કી ડાલ પર સોને કા મોર...

ચાંદી કી ડાલ પર સોને કા મોર...

ફિલ્મ "હેલ્લો બ્રધર"નું ચાંદી કી ડાલ પર સોને કા મોર લોકોએ ખુબ જ પસંદ કર્યું હતુ. સલમાને આ ગીત અલ્કા યાજ્ઞિક સાથે ગાયું હતુ.

ચલ મેરે ભાઈ

ચલ મેરે ભાઈ

ચલ મેરે ભાઈનું ટાઈટલ ટ્રેક સલમાન અને સંજય દત્તે સાથે ગાયું છે. આ ગીતને શંકર મહાદેવને પણ અવાજ આપ્યો હતો. ગીત હીટ રહ્યું હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X