• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday: રેખા વિશે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાય છે આ સવાલ - ઉંમરથી ફેમિલી સુધી - જાણો બધુ જ

રેખા 10 ઓક્ટોબરે પોતાનો 67મો જન્મદિવસ મનાવશે. આવો, તમને જણાવીએ ગૂગલ પર રેખા વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવતા સવાલ.
By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી રેખા 10 ઓક્ટોબરે પોતાનો 67મો જન્મદિવસ મનાવશે. રેખાનુ આખુ નામ ભાનુરેખા ગણેશન છે. રેખાની ફેમિલીથી લઈને તેની ઉંમર, રેખાના પતિથી લઈને તેની અંગત જિંદગી તેમજ પ્રોફેશનલ લાઈફના કિસ્સા વાંચવામાં ફેન્સને ખૂબ રસ હોય છે. ગૂગલ પર રેખા વિશે ખૂબ સર્ચ કરવામાં આવે છે. આવો, તમને જણાવીએ ગૂગલ પર રેખા વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવતા સવાલ. રેખાના ગૂગલ સવાલો પહેલા તમને જણાવી દઈએ કે રેખાએ ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત બાળપણથી જ કરી દીધી હતી. તે સાઉથમાં જન્મી અને તેની મા પણ સાઉથની અભિનેત્રી હતી. એક્ટિંગ રેખાના વારસામાં મળી છે. શરુઆતમાં રેખાએ એક્ટિંગ શોખ માટે નહિ પરંતુ આર્થિક તંગીના કારણે કરી અને બાદમાં તેનુ પેશન બની ગયુ.

બાળ કલાકાર તરીકે કામની શરૂઆત

બાળ કલાકાર તરીકે કામની શરૂઆત

રેખાની માનુ નામ પુષ્પાવલી હતુ. તે ખુદ એક જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. રેખાના પિતાનુ નામ જેમિની ગણેશન છે. રેખાએ તેલુગુમાં ઈતની ગુટુ(1958) ફિલ્મથી બાળ કલાકાર તરીકે કામ કરવાનુ શરૂ કર્યુ. ત્યારબાદ રેખાએ કન્નડ ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કર્યુ અને પછી બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ. રેખા બૉલિવુડમાં સાવન ભાદો(1970) ફિલ્મથી ડેબ્યુ કર્યુ. તેની પહેલી ફિલ્મ સાવન ભાદો હિટ સાબિત થઈ અને રેખાના નામની આગળ જબરદસ્ત અભિનેત્રીનુ ટેગ લાગી ગયુ. મોહન સહેગલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રેખા સાથે નવીન હતા. આવો, જણાવીએ ગૂગલ પર સર્ચ કરાતા સૌથી રોચક સવાલ.

રેખાના ગીત

રેખાના ગીત

બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશથી લઈને પશ્ચિમ બંગાળની જનતા સૌથી વધુ રેખાની ગીતો શોધે છે. ગૂગલ પર સર્ચ કરાતા રેખા સાથે જોડાયેલા ટૉપિક શોધીએ તો સૌથી પહેલા નંબરે રેખાના ગીત શોધવામાં આવે છે. રેખાએ બૉલિવુડમાં દશકો વીતાવ્યા છે અને ઘણી હિટ ફિલ્મો આપી છે. સાથે જ તેની ફિલ્મોના ગીતો પણ સુપરહિટ સાબિત થયા છે. જેમ કે તેરે બિના જિયા જાયે ના, ઈન આંખો કી મસ્તી, આજકલ પાંવ જમીન પર, આપકી આંખો મે, યે કહાં આ ગયે, સલામ-એ-ઈશ્ક સહિત ઢગલો ગીતો છે કે એવરગ્રીન છે.

રેખાની ઉંમર

રેખાની ઉંમર

રેખા આજે પણ એટલી સુંદર છે કે તેની ઉંમરનો અંદાજો ન લગાવી શકાય. જે પણ અવૉર્ડ ફંક્શનમાં જાય કે કાર્યક્રમમાં જાય દરેક જગ્યાએ તેની અદાની ચર્ચા થાય છે. તેને લઈને ગૂગલ પર ઉંમર વિશે સર્ચ કરવામાં આવે છે. પંજાબ, છત્તીસગઢ, ગુજરાત, દિલ્લી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જોરદાર શોધ રેખાની ઉંમર વિશે કરવામાં આવે છે.

રેખા કોવિડ 19

રેખા કોવિડ 19

કોરોનાની પહેલી લહેર દરમિયાન રેખાના સ્ટાફ મેમ્બર કોવિડ 19 પૉઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ રેખા કોવિડ કીવર્ડ ગૂગલ પર જોરદાર સર્ચ થવા લાગ્યુ. લોકો અભિનેત્રીને લઈને ચિંતિત થઈ ગયા. ઓક્ટોબર 2019માં આ કીવર્ડ જોરદાર સર્ચ કરવામાં આવ્યો હતો.

રેખાની ફેમિલી

રેખાની ફેમિલી

રેખાના અંગત જીવનને લઈને ઘણા લોકો જાણવા માંગે છે. લોકો તેના પતિ, બાળકો, બહેનોથી લઈને તેના અમિતાભ બચ્ચન સાથેના સંબંધને લઈને પણ ગૂગલ પર સર્ચ કરે છે. તમને જણાવી દઈએ કે રેખાના માતા-પિતા હવે આ દુનિયામાં નથી. રેખાને 7 બહેનો અને એક ભાઈ છે. કહેવાય છે કે રેખાની આમાં સગી બહેન માત્ર એક જ છે.

રેખા ઈન્સ્ટાગ્રામ

રેખા ઈન્સ્ટાગ્રામ

સોશિયલ મીડિયાના જમાનામાં લોકો દરેક અભિનેત્રીના ફોટા અને વીડિયો સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફૉર્મ પર શોધે છે. એ જ રીતે 21માં નંબરે રેખા સાથે જોડાયેલા સૌથી વધુ સવાલો ઈન્સ્ટાગ્રામમાં સર્ચ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રેખાનુ અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ નથી. જો કે તેના અઢળક ફેન પેજ છે.

રેખાનો ફોટો અને તેની માંગનુ સિંદૂર

રેખાનો ફોટો અને તેની માંગનુ સિંદૂર

રેખાના ફોટો વિશે પણ ગૂગલ પર જોરદાર સર્ચ થાય છે. ગૂગલ પર રેખા વિશે 23 કીવર્ડ mang ki sindoor rekha છે. જો તમે રેખાને જોશો તો તે દર વખતે માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળે છે. જ્યારે રેખાના પતિ આ દુનિયામાં નથી અને તેણે બીજા લગ્ન કર્યા છે. લોકો એ જાણવા માટે આતુર રહે છે કે તે કોના નામનુ સિંદૂર લગાવે છે.

અમિતાભ બચ્ચન-રેખા

અમિતાભ બચ્ચન-રેખા

અમિતાબ બચ્ચન અને રેખાના કિસ્સાથી ભલા કોણ અજાણ્યુ હશે. રેખાનુ નામ સૌથી વધુ જે અભિનેતા સાથે જોડાયુ તે છે બિગ બી. એવુ કહેવાય છે કે રેખા અમિતાભ બચ્ચનના પ્રેમમાં એટલી દિવાની છે કે તે આજ સુધી અમિતાભ બચ્ચનના નામનુ સિંદૂર લગાવે છે. જો કે તેણે ક્યારેય આ વિશે કંઈ કહ્યુ નથી.

રેખાનુ સાડી કલેક્શન

રેખાનુ સાડી કલેક્શન

રેખા પોતાની ડિફરન્ટ અને સુંદર સાડી કલેક્શન માટે પણ જાણીતી છે. તેની દરેક સાડી ચર્ચામાં રહે છે. મહિલાઓ તેની સાડી પસંદ કરે છે એટલુ જ નહિ ફૉલો પણ કરે છે. આ જ કારણ છે કે રેખાની સાડીઓ પણ ગૂગલ પર સર્ચ કરવામાં આવે છે. તે સિલ્કથી લઈને કાંજીવરમ જેવી મોંઘી સાડીઓ પહેરવાનુ પસંદ કરે છે.

English summary
Rekha Birthday: Know some interesting facts, most googled questions about Rekha, family husband, age..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X