• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ વારંવાર તુટ્યું, પણ રેખા અડિખમ : જુઓ Love-Affairs

|

મુંબઈ, 10 ઑક્ટોબર : બૉલીવુડના અત્યંત કામુક અને ભવ્ય-જાજરમાન અભિનેત્રી રેખા ઇંડસ્ટ્રીની બેસ્ટ અભિનેત્રીઓમાંના એક છે. બદસૂરતથી ખૂબસૂરત અભિનેત્રી સુધીની સફરમાં રેખાએ પોતાની જાતને સાબિત કરી છે. તેમની ફિલ્મી જર્ની સંઘર્ષોથી ભરેલી રહી છે. ફિલ્મોથી લઈ અંગત જીવન સુધી રેખા સતત સમાચારમાં રહેતા આવ્યા છે.

સિત્તેર અને એંસીના દાયકામાં હ્યુજ સ્ટાર બનેલા રેખા સફળતાની સાથે-સાથે પોતાના વિવાદાસ્પદ પ્રેમ પ્રકરણોના કારણે પણ ચર્ચામાં રહ્યાં. પ્રેમની બાબતમાં શરુઆતથી લઈ અત્યાર સુધીનો રેખાનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે. રેખાનું ઉષ્ણ પ્રેમ જીવન સમગ્રમાં જગજાહેર રહ્યુ છે, પરંતુ રેખાએ પોતે ક્યારેય પોતાની લવ લાઇફ વિશે કોઈ ખુલાસો નથી કર્યો.

સાજિદ ખાનથી લઈ અમિતાભ બચ્ચન સુધીના નામો રેખાના જીવન સાથે જોડાયાં. બી ગ્રેડ ફિલ્મ સાવન ભાદો સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રેખાનો પ્રથમ પ્રેમ સાજિદ ખાન હતાં. કહે છે કે કામના ભારણના પગલે રેખા નવોદિત અમેરિક રિટર્ન સાજિદ ખાનને મળી ન શક્યાં અને બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. જોકે એવી પણ અટકળો હતી કે સાજિદને પોતાની ભાવિ પત્ની મળી જતાં તેમણે રેખાને તરછોડી દીધી હતી. રેખા સાજિદના જીવનમાંથી નિકળી ગયાં અને નવા પ્રેમની શોધ શરૂ કરી દીધી.

રેખાનું સૌથી વિવાદાસ્પદ પ્રેમ પ્રકરણ હતું બૉલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથેનું. ચાર્મિંગ પર્સનાલિટી તથા સ્ટનિંગ લુક ધરાવતા રેખા અમિતાભ બચ્ચનને મોહી ગયાં. રેખા-અમિતાભ છેલ્લી ફિલ્મ સિલસિલા સુધી પોતાના પ્રેમ અંગે ખૂબ જ ગંભીર હતાં. આ ફિલ્મ તેમની પ્રેમ કહાણી પર જ આધારિત હતી. જોકે સિલસિલા બાદ અમિતાભ-રેખાના પ્રેમનો સિલસિલો થંભી ગયો.

અમિતાભ સાથે બ્રેક-અપ બાદ રેખાએ બિઝનેસ મૅન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યાં, પરંતુ મુકેશે લગ્નના એક વર્ષ બાદ જ આપઘાત કરી લીધો. તે પછી રેખાએ કોઈ લગ્ન નહીં કર્યાં અને બાંદ્રા ખાતેના ઘરે એકલા જ રહેવાનો નિર્ણય કર્યો. આજે પણ રેખા એકલા જ રહે છે.

ચાલો રેખાના 60મા જન્મ દિવસે જોઇએ તેમના વિવાદાસ્પદ લવ અફૅર્સ :

સાજિદ ખાન

સાજિદ ખાન

જાણીતા મેહબૂબ ખાનના પુત્ર સાજિદ ખાન અમેરિકા રિટર્ન હતાં અને ખૂબ જ હૉટ હતાં. રેખા-સાજિદે થોડાક સમય માટે ડેટિંગ કર્યું. કહે છે કે રેખા કામના ભારણના પગલે સાજિદને મળવા ન જઈ શક્યાં અને એટલે બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. જોકે એમ પણ કહે છે કે સાજિદે ભાવિ પત્ની મળી જતાં રેખાને તરછોડી દીધી હતી.

નવીન નિશ્ચલ

નવીન નિશ્ચલ

સાજિદ ખાન બાદ રેખાએ પોતાની ડેબ્યુ ફિલ્મ સાવન ભાદોના કો-સ્ટાર નવીન નિશ્ચલમાં પ્રેમ શોધ્યો, પરંતુ નવીન પરિણીતી હતાં. ફિલ્મના બીજા શિડ્યુઅલના શૂટિંગ દરમિયાન નવીને રેખાને પોતાના પ્રેમમાં ગળાડુબ અનુભવી, પરંતુ બંને વચ્ચે વાત બની નહીં અને બંને જુદા પડી ગયાં.

બિશ્વજીત ચૅટર્જી

બિશ્વજીત ચૅટર્જી

રેખાએ પોતાની પ્રથમ ઑન-સ્ક્રીન કિસ બિશ્વજીત ચૅટર્જીને આપી હતી. બંને ઑન-સ્ક્રીન પ્રેમ કરતાં-કરતાં રીયલ પ્રેમ કરી બેસ્યાં, પરંતુ આ પ્રેમ લાંબો ન ચાલી શક્યો. સેંસર વિવાદમાં સપડાવાના કારણે આ ફિલ્મ રિલીઝ થવામાં મોડુ થયું, નહિંતર રેખાની પહેલી ફિલ્મ અનજાના સફર હોત.

જિતેન્દ્ર

જિતેન્દ્ર

બૉલીવુડના પ્લેબૉય જિતેન્દ્રે રેખાને ઇમ્પ્રેસ કરવાના પ્રયત્નો કર્યા. બંને પ્રેમમાં પણ પડ્યાં, પરંતુ આ સંબંધે ખરાબ વળાંક લીધો અને બંનેએ તેને સમાપ્ત કરી નાંખ્યો.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા

બૉલીવુડના શૉટગન શત્રુઘ્ન સિન્હાએ પ્રેમની બાબતમાં ભાંગી પડેલા રેખાને રડવા માટે પોતાનો ખભો આપ્યો. જિતેન્દ્ર સાથેના બ્રેક-અપના પગલે રેખા ભાંગી પડ્યા હતાં. જોકે શત્રુઘ્ન-રેખાના સંબંધો પણ બહુ આગળ ન વધી શક્યાં.

વિનોદ મહેરા

વિનોદ મહેરા

રેખાએ ફાઇનલી પોતાનો પ્રથમ સાચો પ્રેમ વિનોદ મહેરામાં જોયો કે જે તેમને તેમના સ્ટારડમના કારણે નહીં, પણ સાચો પ્રેમ કરતા હતાં, પરંતુ આને રેખાનો દુર્ભાગ્ય જ કહી શકાય કે વિનોદના માતાને આ સંબંધ મંજૂર નહોતો અને બંને છુટા પડી ગયાં. એક અફવા એવી પણ હતી કે રેખાએ વિનોદની ગેરહાજરીમાં યશ કોહલી સાથે હૅંગ આઉટ કર્યું અને આથી જ વિનોદે જુદો રસ્તો પકડ્યો.

યશ કોહલી

યશ કોહલી

વિનોદ મહેરા સાથે કથિત રીતે ગુપ્ત લગ્ન કરી લેનાર રેખાએ બ્રેક-અપ બાદ દેવ આનંદના ભત્રીજા અને ફિલ્મ નિર્માતા યશ કોહલી સાથે કથિત લગ્ન કર્યાં અને બંને જીવનમાં સ્થિર પણ થઈ ગયાં, પરંતુ પછીથી બંનેએ છુટાછેડા લઈ લીધાં.

કિરણ કુમાર

કિરણ કુમાર

યશ કોહલી બાદ રેખાએ યશના જ બેસ્ટ ફ્રેંડ કિરણ કુમાર સાથે ડેટિં શરૂ કર્યું. આ માત્ર યશને ઈર્ષ્યા કરાવવા માટેનો કારસો હતો. હકીકતમાં રેખાને કિરણમાં કોઈ રસ નહોતો અને એટલે જ આ સંબંધ તુટી ગયો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

રેખા અને અમિતાભ બચ્ચનનું લવ અફૅર સૌથી વધુ ચર્ચિત અને વિવાદાસ્પદ રહ્યુ છે. આજે પણ રેખા-અમિતાભ સામ-સામે કે એક જ ઇવેંટમાં આવતાં આકર્ષણના કેન્દ્ર બની જાય છે. અમિતાભ-રેખા દો અંજાને ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતાં અને આ સંબંધે રેખાનું જીવન સમ્પૂર્ણપણે બદલી નાંખ્યુ હતું. જોકે અમિતાભ પરિણીત હતાં અને ત્રણ વર્ષ બાદ તેઓ રેખાના પ્રેમમાં પડ્યા હતાં, પરંતુ રેખા અમિતાભના બીજા પત્ની બનવા નહોતા માંગતાં અને આ સંબંધ એટલે જ તુટી ગયો હતો.

મુકેશ અગ્રવાલ

મુકેશ અગ્રવાલ

અમિતાભ સાથે ડેટિંગ બાદ રેખાએ 1990માં દિલ્હીના ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યાં, પરંતુ એક વર્ષ બાદ જ મુકેશે આપઘાત કરી લીધો. બસ, ત્યારથી રેખા એકલા જ રહે છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

રેખા હવે જીવનમાં શાંત અને સ્થિર થઈ રહ્યા હતાં, પરંતુ થોડાક જ વર્ષો બાદ રેખાનું નામ બૉલીવુડના ખિલાડી અક્ષય કુમાર સાથે જોડાયું. તે વખતે અક્ષય રવીના ટંડન સાથે ડેટિંગ કરતા હતાં અને રવીનાને રેખા-અક્ષયની નિકટતાઓ સામે વાંધો હતો. એટલે જ રવીના ફિલ્મોના સેટ્ અને અન્ય સ્થળોએ અક્ષયની સાથે-સાથે જ રહેવા લાગ્યાં. આમ ફાઇનલી રેખાને અક્ષયનો પ્રેમ પણ ન જ મળી શક્યો.

English summary
Apart from becoming a huge star in the 70s and 80s, Rekha also stayed in news for controversial love affairs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more