Pics : સત્યાગ્રહમાં ગૂંજશે ગાંધીજીનું ‘રઘુપતિ રાઘવ...’

મુંબઈ, 26 જુલાઈ : પ્રકાશ ઝા દિગ્દર્શિત સત્યાગ્રહ ફિલ્મમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું મનપસંદ ભજન ‘રઘુપતિ રાઘવ...' પણ ગૂંજશે. ફિલ્મના લેખક-ગીતકાર પ્રસૂન જોશી કહે છે કે તેમણે મૂળ ગીતમાં થોડીક વધુ લાગણીઓ ઉમેરી છે, પણ તેથી તેની પ્રામાણિકતા સાથે ચેડા નથી થતાં.

ગુરુવારના રોજ સત્યાગ્રહ ફિલ્મના આ ગીત રઘુપતિ રાઘવ...નું લૉન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકાર અમિતાભ બચ્ચન ઉપરાંત પ્રકાશ ઝા, પ્રસૂન જોશી, અજય દેવગણ, કરીના કપૂર, મનોજ બાજપાઈ, અમૃતા રાવ અને અર્જુન રામપાલ હાજર હતાં.

આવો રઘુપતિ રાઘવ... ગીતના લૉન્ચિંગની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

અમૃતા-પ્રસૂન-કરીના

અમૃતા-પ્રસૂન-કરીના

લેખક-ગીતકાર પ્રસૂન જોશીએ જણાવ્યું - રઘુપતિ રાઘવ... એવું જ લાગશે કે જેવું તે હંમેશા રહ્યું છે અને અમે આ બાબતનો ખ્યાલ રાખ્યો છે, પરંતુ અમે તેમાં થોડીક વધુ લાગણીઓ ઉમેરી છે. મેં તે લાગણીઓ ગીતમાં દર્શાવવાની કોશિશ કરી છે.

કરીના-પ્રકાશ ઝા

કરીના-પ્રકાશ ઝા

પ્રકાશ ઝાએ આ ગીત દ્વારા કંઇક કહેવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ગીતમાં થોડોક બદલાવ છે, પણ મૂળ ગીતને પ્રેરણાની જેમ ઉપયોગ કર્યું છે.

રઘુપતિ રાઘવ... નું લૉન્ચિંગ

રઘુપતિ રાઘવ... નું લૉન્ચિંગ

રઘુપતિ રાઘવ... ગીતની ધુન સલીમ-સુલેમાને તૈયાર કરી છે.

અમિતાભ-અજય

અમિતાભ-અજય

અમિતાભ બચ્ચન સત્યાગ્રહ ફિલ્મમાં સત્યાગ્રહી તરીકેના રોલમાં છે. અમિતાભે ફિલ્મમાં તમામ કપડાં ખાદીના પહેર્યાં છે. ફિલ્મ આજના યુવાનોની ભ્રષ્ટાચાર અને ન્યાય અંગેની લાગણઓને વ્યક્ત કરે છે.

અર્જુન

અર્જુન

સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત કરીના કપૂર અને અજય દેવગણ તથા અર્જુન રામપાલ અને અમૃતા રાવ પણ છે. ફિલ્મ 23મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે.

મનોજ-અજય

મનોજ-અજય

ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા પોતાની આવનાર ફિલ્મ સત્યાગ્રહમાં આયટમ સૉંગનો પણ સમાવેશ કરવાના છે. તેમણે મૉડેલ તથા અભિનેત્રી નતાસા સ્તાનકોવિક સાથે આયટમ સૉંગ માટે કરાર કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X