For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મલંગ' ફિલ્મ રિવ્યુઃ સસ્પેન્સથી ભરપૂર છે આ પ્રેમ, પાગલપન અને બદલાની કહાની

મલંગ એક સસ્પેન્સ થ્રિલર છે, જે તમને શરૂઆતથી લઈને અંત સુધી બાંધી રાખશે. ખાસ કરીને ફિલ્મનો સેકન્ડ હાફ ઘણો મજબૂત છે.

|
Google Oneindia Gujarati News

Rating:
3.5/5
Star Cast: આદિત્ય રૉય કપૂર, દિશા પટાની, અનિલ કપૂર, કુણાલ ખેમુ
Director: મોહિત સૂરી

આજ કા અંધેરા બહુત ગહેરા હોનેવાલા હે ઓર ખામોશી કાન ફાડ... પોલિસ ઓફિસર અંજનિ અગાશે (અનિલ કપૂર) જ્યારે આ ડાયલૉગ બોલે છે ત્યારે એ વાતનો અંદાજ લાગી જાય છે કે આગલા બે કલાકમાં કહાની ઘણી ટ્વિસ્ટ થવાની છે. અહીં બધા કેરેક્ટરોમાં એક જૂનુન છે, એક પાગલપન છે પરંતુ કોઈ એક છે જે ખોટુ છે. અહીં એ ખોટુ કોણ છે, એના પર જ બનેલી છે આખી ફિલ્મ. ફિલ્મની કહાની અદ્વેત (આદિત્ય રૉય કપૂર) અને સારા (દિશા પટાની) જિંદગીની આસપાસ ઘૂમે છે, જેમનો સામનો બે પોલિસ અધિકારીઓ સાથે થાય છે. ચારેની કડી એક સાથે જોડાય છે અને એક પછી એક પડ ખુલતા જાય છે. મલંગ એક સસ્પેન્સ થ્રિલર છે, જે તમને શરૂઆતથી લઈને અંત સુધી બાંધી રાખશે. ખાસ કરીને ફિલ્મનો સેકન્ડ હાફ ઘણો મજબૂત છે.

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની

અદ્વેત અને સારાની મુલાકાત ગોવામાં થાય છે. બંને પહેલી નજરમાં જ એકબીજા પ્રત્યે આકર્ષિત થઈ જાય છે અને એકબીજા સાથે પોતાના સપના, પોતાના પ્લાન શેર કરવા લાગે છે. સારા લંડનથી ભારત આવી છે અને સ્વચ્છંદ વિચારોવાળી યુવતી છે, જે જીવનમાં દરેક એ વસ્તુ કરવા ઈચ્છે છે જેનાથી ક્યારેક તે ડરતી હતી. એકબીજા સાથે સમય પસાર કરતા કરતા બંને ઘણા નજીક આવી જાય છે. બધુ સરસ ચાલી રહ્યુ હોય છે ત્યારે અચાનક એક દિવસ તેમના જીવનમાં એવી ઘટના બને છે જેનાથી બધુ નષ્ટ થઈ જાય છે. કહાની પાંચ વર્ષ આગળ વધે છે... જ્યાં અદ્વેત ક્રિસમસની રાતે એક પછી એક ત્રણ હત્યાઓ કરે છે અને આ ઘટનાઓની માહિતી પોલિસ અધિકારી અંજનિ અગાશેને પણ આપે છે કે જે એક ભ્રષ્ટ પોલિસ અધિકારી છે. વળી, આ કેસ પર માઈકલ પણ કામ કરી રહ્યો હોય છે જે કોઈ પણ પરિસ્થિતિમાં હત્યારા સુધી પહોંચવા માંગે છે. અંજનિ અને માઈકલ સાથે મળીને આ મિશન પર કામ કરે છે પરંતુ ધીમે ધીમે એક પછી એક પડ ખુલે છે અને ખુલાસો થાય છે કે અદ્વેતના આ પ્રતિશોધની પાછળ શું કહાની છે.

અભિનય

અભિનય

પહેલા સીન સાથે આદિત્ય રૉય કપૂરે એ જતાવી દીધુ કે આ ફિલ્મ માટે તેણે કેટલી મહેનત કરી છે. એક્શન સીન્સ હોય કે રોમેન્ટીક કે ઈમોશનલ.. આદિત્યએ પોતાના કેરેક્ટર સાથે પૂરો ન્યાય કર્યો છે. દિશા ખૂબ સુંદર લાગે છે અને આદિત્ય સાથે તેની કેમેસ્ટ્રી પણ જામી રહી છે. પરંતુ ફિલ્મની જાન છે અનિલ કપૂર અને કુણાલ ખેમુ. જેમની ભૂમિકામાં નિર્દેશકે ઘણા પડ જમાવ્યા છે. ફિલ્મના પહેલા હાફમાં અનિલ કપૂરની ભૂમિકા સસ્પેન્સથી ભરપૂર છે. જે ધીમે ધીમે દર્શકો સામે સંપૂર્ણપણે ખુલે છે. સહ કલાકાર એલી અવરામનુ કામ પણ પ્રશંસનીય છે.

નિર્દેશન

નિર્દેશન

જો તમે વિચાર્યુ હોય કે ટ્રેલર જોઈને તમને કહાનીનો અંદાજ આવી જશે તો તમે તમે બિલકુલ સાચા નથી. નિર્દેશક મોહિત સૂરીએ ટ્રેલરથી ઘણુ વધુ સસ્પેન્સ ફિલ્મમાં છૂપાવીને રાખ્યુ છે. તેણે દરેક કેરેક્ટર પર શ્રેષ્ઠ કામ કર્યુ છે. ચાર અલગ અલગ ભૂમિકા હોવા છતાં પણ ફિલ્મના અંતમાં કોઈ પણ કેરેક્ટર અધૂરુ નથી લાગતુ કારણકે નિર્દેશકે બધાને એક ઉચિત રુપરેખા આપી છે.

ટેકનિકલ પક્ષ

ટેકનિકલ પક્ષ

મોહિત સૂરીના નિર્દેશન ઉપરાંત ફિલ્મનો સૌથી મજબૂત પક્ષ તેનુ એડિટિંગ છે, જેને કર્યુ છે દેવેન્દ્ર મુરદેશ્વરે. વળી, વિકાસ શિવરમનની સિનેમેટોગ્રાફી પણ પ્રશંસાની હકદાર છે. ફિલ્મની કહાની લખી છે અસીમ અરોરાએ. પહેલા હાફમાં જ્યાં ફિલ્મ થોડી ધીમી જાય છે ત્યાં સેકન્ડ હાફમાં અસીમે ઘણો રસ જગાડ્યો છે.

સંગીત

સંગીત

ફિલ્મનુ સંગીત આપ્યુ છે મિથુન, અંકિત તિવારી, અસીમ અઝહર અને વેદ શર્માએ. ફિલ્મનુ સંગીત તમને કહાનીથી ભટકવા નથી દેતુ. મલંગ ટાઈટલ ટ્રેક થોડુ પ્રભાવી છે પરંતુ ફિલ્મના બાકીની ગીતો યાદ પણ નથી રહેતા.

જોવી કે નહિ

જોવી કે નહિ

આ વીકેન્ડમાં એક સારી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જોવા ઈચ્છતા હોય તો મલંગ જુઓ. જો કે ફિલ્મ ‘એ' રેટેડ છે માટે પારિવારિક ઑડિયન્સ તેનાથી દૂર રહેશે. વન ઈન્ડિયા તરફથી મલંગને 3.5 સ્ટાર.

આ પણ વાંચોઃ આજની ગ્લેમરસ દિશા પટાનીનો જૂનો ફોટો થયો વાયરલ, ઓળખવી મુશ્કેલઆ પણ વાંચોઃ આજની ગ્લેમરસ દિશા પટાનીનો જૂનો ફોટો થયો વાયરલ, ઓળખવી મુશ્કેલ

English summary
Aditya Roy Kapur, Disha Patani starring film Malang is an entertaining suspense thriller. Film directed by Mohit Suri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X