એ દિલ હે મુશ્કીલ રિવ્યૂ: રણબીર-અનુષ્કાના એકતરફી પ્રેમથી પ્રેમ થઇ જશે

Subscribe to Oneindia News

ફિલ્મ- એ દિલ હે મુશ્કીલ

કાસ્ટ- રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા, ફવાદ ખાન, લીઝા હેડન અને મહેમાન કલાકારમાં શાહરુખ ખાન અને આલીયા ભટ્ટ

દિગ્દર્શક- કરણ જોહર

નિર્માતા- અપૂર્વ મહેતા, હીરુ યશ જોહર, કરણ જોહર

લેખક- કરણ જોહર

શું છે હીટ - રણબીર કપૂર, અનુષ્કા શર્મા, શાનદાર ડાયલોગ્સ, હીટ ગીતો, સુંદર લોકેશન


સુપરહીટ સીન - જ્યારે રણબીર અનુષ્કાને પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે તે સીન તમને ઇમોશનલ કરી દેશે.

પ્લોટ

પ્લોટ

ચાર્મિંગ દેખાતો છોકરો અયાન (રણબીર કપૂર) અને મસ્તમૌલા છોકરી અલીજેહ (અનુષ્કા શર્મા) ની મુલાકાત લંડનના એક બારમાં થાય છે. સીન લંબાવતા અમુક રોમેંટીક સીન. જેવી સ્ટોરી આગળ વધે છે કે અલીજેહને અયાનના બાલીશપણાનો અહેસાસ થાય છે. એટલે બંનેનો સંબંધ દોસ્તી પર આવીને ખતમ થાય છે. થોડી બિયરની બોટલો અને થોડા ફિલ્મી ડાયલોગ્સ... તેમની દોસ્તીને વધુ ગાઢ બનાવે છે. ત્યારબાદ એક ડબલ ડેટનો ભાંડો ત્યારે ફૂટે છે જ્યારે અયાનને ખબર પડે છે કે તેની ગર્લફ્રેંડ લીઝા (લીઝા હેડન) તેને છેતરી રહી છે. અને તેનો સંબંધ અલીજેહના ફિયાંસ (ઇમરાન અબ્બાસ) સાથે છે.

એકતરફી પ્રેમમાં અયાન

એકતરફી પ્રેમમાં અયાન

લીઝા સાથે અયાનનો સંબંધ તોડાવવામાં અલીજેહ અયાનની મદદ કરે છે અને બંને એક લાંબી છૂટ્ટી પર જતા રહે છે. આ દરમિયાન અયાનને અહેસાસ થાય છે કે તેને અલીજેહ સાથે પ્રેમ થઇ ગયો છે. પરંતુ અલીજેહ તેને ના પાડી દે છે.


ત્યારે એંટ્રી થાય છે અલીજેહના પૂર્વ પ્રેમી ‘તબાહી' અલી (ફવાદ ખાન) ની, જે નાઇટ ક્લબમાં ડી જે છે. અલી સ્વીકારે છે કે તેને હજુ પણ અલીજેહ સાથે પ્રેમ છે અને તે પોતાની જિંદગીમાં તેને ફરીથી મેળવવા ઇચ્છે છે. આ તરફ બે દિલ જોડાઇ રહ્યા હોય છે અને બીજી તરફ અયાન તેના એકતરફી પ્રેમના દુખમાં ડૂબેલો રહે છે.

અલીજેહ

અલીજેહ

ત્યારે અચાનક જ તેની મુલાકાત સબા (ઐશ્વર્યા રાય બચ્ચન) જોડે થાય છે. જે તેને પ્રેમનો અર્થ સમજાવે છે. હવે શું અયાન માટે તૂટેલા દિલને જોડવુ મુશ્કેલ બનશે.. કે અલીજેહ તેની જિંદગીમાંથી ગાયબ થઇ જશે. બાકીની પૂરી ફિલ્મ આ પ્લોટની આસપાસ ઘૂમ્યા કરે છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

6 વર્ષો બાદ કરણ જોહર આ ફિલ્મમાં દોસ્તી, પ્રેમ અને તૂટેલા દિલને નવા અંદાજમાં લઇને સામે આવ્યો છે. જો કે ક્યાંકને ક્યાંક તમે આ ફિલ્મમાં તેની પહેલાની ફિલ્મોની છાપ પણ જોશો. કરણ જોહર અહીં એકતરફી પ્રેમની વાત કરે છે.. અને તેમના પાત્રોને જોઇને તમને અનુભવાશે કે આ આપણામાંથી કોઇ પણ હોઇ શકે છે. જો કે ફિલ્મના બીજા હાફમાં સ્ટોરી કેટલીક જગ્યાએ કમજોર પડતી દેખાશે. કરણ જોહરે પોતાના સબ પ્લોટમાં કેંસરને પણ જોડી લીધુ છે. જે ફિલ્મને માત્ર લાંબી કરવામાં કામમાં લાગે છે.

અભિનય

અભિનય

જ્યાં સંવેદનશીલતાની વાત આવે છે ત્યાં રણબીર કપૂર તેના ઉમદા અભિનયથી સૌનુ દિલ જીતી લે છે. તો અનુષ્કાનું મસ્તમૌલા પાત્ર લોકોનું મન મોહી લે છે. રણબીર-અનુષ્કાની દોસ્તી ફિલ્મમાં જોરદાર છે. આ તરફ ઐશ્વર્યા રાય ફિલ્મમાં દરેક ફ્રેમમાં ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ તેના પાત્ર પર વધુ કામ કરવામાં આવ્યુ નથી. જ્યારે ફવાદ ખાનના પાત્રને પૂરેપૂરુ બરબાદ કરવામાં આવ્યુ છે. આલીયા ભટ્ટની સરપ્રાઇઝ સારી છે. તો શાહરુખ ખાનને કેવી રીતે ભૂલી શકાય. જ્યારે શાહરુખ ખાન અયાનને કહે છે કે, એકતરફી પ્રેમની તાકાત કંઇક અલગ જ હોય છે, બીજાની જેમ તે બે લોકોમાં વહેંચાતી નથી.

ટેકનીક

ટેકનીક

એક વાત જે એ દિલ હે મુશ્કીલને વીનર બનાવે છે તે ફિલ્મના ડાયલોગ્ઝ છે. ફિલ્મના ડાયલોગ્ઝ સીધા તમારા દિલમાં ઉતરી જશે. અનિલ મહેતાની સિનેમેટોગ્રાફી અને એડિટીંગ ફિલ્મને બચાવી લે છે.

સંગીત

સંગીત

ફિલ્મનું ટાઇટલ અને ‘બુલૈયા' ગીત સરસ છે. બ્રેક અપ સોંગ પણ મસ્તીભર્યો માહોલ બનાવી દે છે. જ્યારે ચન્ના મોરૈયા તમને ઇમોશનલ કરી દેશે.

હિટ કે મિસ

હિટ કે મિસ

એ દિલ હે મુશ્કીલથી ફરી એક વાર રણબીર કપૂરે સાબિત કરી દીધુ કે તે એક ઉમદા કલાકાર છે. ‘અજીબ કહાની હે પ્યાર ઓર દોસ્તી કે રિશ્તેકી...પ્યાર હમારા હીરો,

English summary
Ae Dil Hai Mushkil movie review is here. Directed by Karan Johar, featuring Ranbir Kapoor, Aishwarya Rai, Anushka Shrama.
Please Wait while comments are loading...