For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : ભય, કામ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર Alone

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ઍલોન
દિગ્દર્શક : ભૂષણ પટેલ
કલાકાર : બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર
નિર્માતા : કુમાર મંગત
સંગીત : અંકિત તિવારી, મિથૂન
રેટિંગ : 3.5/5 સ્ટાર્સ

બિપાશા બાસુ એમ જ હૉરર ક્વીન નથી ગણાતાં. આખરે રાઝ, આત્મા જેવી શ્રેષ્ઠ હૉરર ફિલ્મો કર્યા બાદ આજે પણ બિપાશાને આ પ્રકારની ફિલ્મો માટે દિગ્દર્શકોની પ્રથમ પસંદગી મનાય છે. તેની પાછળનું કારણ એ છે કે ભલે હૉરર ફિલ્મો માત્ર ડરાવવા માટે બનતી હોય, પણ બિપાશાએ આજ સુધી પોતાને કોઈ ઈમેજ સાથે બાંધી નથી રાખી. બિપાશા બાસુ દર્શકોને પોતાના પાત્રોના રુંઆટા ઊભા કરી દેનાર અભિનયથી માત્ર બિવડાવતા જ નથી, પણ તેમને પોતાના પાત્રો, અલૌકિક શક્તિઓના હોવા અંગેનો અહેસાસ પણ કરાવી દે છે.

આ શુક્રવારે એટલે કે આજે રિલીઝ થયેલી ઍલોન ફિલ્મમાં બિપાશાએ બે જોડકા બહેનોના રોલ કર્યા છે. સંજના અને અંજના (બિપાશા બાસુ). બંને બાળપણથી જ એક-બીજા સાથે જોડાયેલી હતી. બાળપણમાં તેમની મુલાકાત થાય છે કબીર (કરણ સિંહ ગ્રોવર)થી કે જે સંજનાને પ્રેમ કરે છે, પરંતુ અંજના પણ કબીરને ચાહે છે અને કબીર તેમજ સંજનાનો પ્રેમ જોઈ તેને બહુ રોષ આવે છે. તે ઇચ્છે છે કે કબીર તેને મળી જાય. તેના માટે અંજના કોઈ પણ હદે જવા તૈયાર થઈ જાય છે.

ઍલોનની વાર્તા ખૂબ જ રોમાંચક અને અંત સુધી ફિલ્મનું સસ્પેંસ જળવાયેલુ રહે છે. ફિલ્મની શરુઆત થોડીક ધીમી ચોક્કસ છે, પણ ફિલ્મમાં પાત્રોને ખૂબ જ સુંદર રીતે દર્શાવાયા છે. સાથે જ માનવીય લાગણીઓ - ભય, પ્રેમ, ઈર્ષ્યા, ગુસ્સો વિગેરેને પણ શ્રેષ્ઠ રીતે પાત્રોમાં ઢાળવામાં આવ્યા છે. બિપાશાએ બંને બહેનોના રોલમાં પ્રાણ પૂર્યા છે.

કબીના રોલમાં કરણ સિંહ ગ્રોવરે શ્રેષ્ઠ અભિનય કર્યો છે. તેમણે આ પાત્ર ભજવવાની પૂરતી કોશિશ કરી અને તેઓ મહદઅંશે સફળ પણ રહ્યા છે. નાના પડદાથી મોટા પડદાના આ પરિવર્તનમાં કરણનની અંદર ઘણી ગંભીરતા અને મહેનત નજરે પડી. તેમણે એ પણ સાબિત કર્યું કે હકીકતમાં નાના પડદાના કલાકારોમાં પણ એટલી જ કાબેલિયત હોય છે.

સંગીતની વાત કરીએ, તો ઍલોન ફિલ્મનું સંગીત સારૂ છે, ગીતોનું પિક્ચરાઇઝેશન સુંદર છે. ખાસ તો કતરા... ગીત ખૂબ જ સુંદર રીતે ફિલ્માવાયુ અને દર્શાવાયું છે. ફિલ્મનો સૌથી મહત્વનો અને મનોરંજક ભાગ અંત સુધી જળવાયેલો રહ્યો છે.

જોવી કે નહીં ? બિપાશા બાસુની ફિલ્મ હોવા ઉપરાંત ઍલોનમાં ખૂબ જ સુંદર અને હૉટ સિક્વંસ પણ છે. અભિનયની બાબતમાં બિપાશા તથા કરણ સિંહ ગ્રોવર ખૂબ જ બહેતરીન છે. સરવાળે ઍલોન એક શ્રેષ્ઠ હૉરર ફિલ્મ છે અને તે જોઈ શકાય છે.

ચાલો સ્લાઇડરમાં તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બિપાશા બૅકલેસ

બિપાશા બૅકલેસ

બિપાશા બાસુ ફિલ્મના એક સીનમાં લીડ એક્ટર સામે બૅકલેસ થાય છે.

બિહામણી

બિહામણી

દિગ્દર્શક ભૂષણ પટેલે કહ્યુ હતું કે ઍલોન અત્યાર સુધીની સૌથી વધુ બિહમાણી ફિલ્મ હશે અને તેમની વાત સાચી લાગે છે.

ફિટનેસ ફ્રેક

ફિટનેસ ફ્રેક

બિપાશા કહે છે કે આ ફિલ્મના દૃશ્યો કરતી વખતે તેમની ફિટનેસનો પણ મોટો ફાળો રહ્યો.

કરણના ટૅટૂ

કરણના ટૅટૂ

કરણ સિંહ ગ્રોવર બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યા છે, પરંતુ તેમના ટૅટૂ તેમના કરતા પહેલા પ્રખ્યાત થઈ ગયા છે.

કેમ ગમે છે ટૅટૂ?

કેમ ગમે છે ટૅટૂ?

મને જે બાબત ગમે છે, તેને હું ટૅટૂ તરીકે મારા બૉડી પર કોતરાવી લઉ છું. આ મારો શોખ છે.

અપેક્ષિત કલેક્શન

અપેક્ષિત કલેક્શન

ઍલોન બહુ વધારે થિયેટરોમાં રિલીઝ નથી થઈ. એટલે તેનું કલેક્શન તેવરની આસપાસ જ રહેવાની શક્યતા છે.

હૉટ સૉંગ્સ

હૉટ સૉંગ્સ

ઍલોન ફિલ્મના મોટાભાગના ગીતો ખૂબ જ હૉટ છે. ગીતોમાં બિપાશા-કરણના ઇંટીમેટ દૃશ્યો છે.

કેમિસ્ટ્રી

કેમિસ્ટ્રી

ઍલોનમાં બિપાશા-કરણની કેમિસ્ટ્રી પણ જોવાલાયક છે.

સ્ટીમી સીન્સ કલેક્શન

સ્ટીમી સીન્સ કલેક્શન

ફિલ્મમાં બિપાશા કહે છે -નો વન કૅન ગિવ મી પ્લેઝર ધ વે આઈ ડઝ. આ તસવીર જોઈને એવું જ લાગે છે કે તેઓ સાચા છે.

વર્ડિક્ટ

વર્ડિક્ટ

હવે આગામી બે-ત્રણ દિવસોમાં જ ખબર પડી શકશે કે ઍલોન ફિલ્મ દર્શકોને કેટલી આકર્ષી શકવામાં સફળ રહે છે?

English summary
Bipasha Basu and Karan Singh starer Alone released today. Alone is a story of two conjoined sisters name Anjana and Sanjana who love same guy Kabir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X