For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એટેક ફિલ્મ રિવ્યુ - સાયન્સ અને દેશભક્તિનુ મિશ્રણ પિરસવાની કોશિશ, બંનેમાં નિષ્ફળ

જૉન અબ્રાહમ દ્વારા અભિનીત અને નિર્મિત આ એક્શન ફિલ્મ એક સુપરસોલ્જરની આસપાસ ઘૂમે છે. જાણો ફિલ્મ રિવ્યુ.

|
Google Oneindia Gujarati News

Rating:
2.0/5
Star Cast: જૉન અબ્રાહમ, જેકલીન ફર્નાન્ડીસ, રકુલ પ્રીત સિંહ, પ્રકાશ રાજ, રત્ના પાઠક, કિરણ કુમાર, ઈલહામ અહસાસ
Director: Lakshya Raj Anand

'અબ વક્ત મુંહ તોડ જવાબ દેને કા નહિ, સીધે મુંહ તોડ દેને કા હે, ઈટ્સ ટાઈમ ફૉર એટેક..' દેશ અને દુનિયાથી આતંકવાદને ખતમ કરવાની વાત કરીને આર્મી ચીફ(પ્રકાશ રાજ) કહે છે. આ સંવાદની જેમ જ ફિલ્મમાં પણ તમને 'ઉરી' સાથે જોડાયેલા ઘણા રેફરન્સ જોવા મળશે. આ નિર્દેશકે કયા ઉદ્દેશથી કહ્યુ છે, ખબર નહિ.

જૉન અબ્રાહમ દ્વારા અભિનીત અને નિર્મિત આ એક્શન ફિલ્મ એક સુપરસોલ્જરની આસપાસ ઘૂમે છે જે આતંકવાદીઓથી પોતાના દેશને બચાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરે છે. ફિલ્મ સાયન્સ અને એક્શનથી ભરપૂર છે. તમને જણાવી દઈએ કે આ એક ફ્રેન્ચાઈઝી છે પરંતુ જે રીતે એટેક પાર્ટ 1ને ખતમ કરવામાં આવી છે, તે બાદ બીજા પાર્ટ માટે રસ નથી જાગતો.

કહાની

કહાની

શરુઆત પાકિસ્તાનમાં કરવામાં આવી રહેલ એક સર્જિકલ સ્ટ્રાઈકથી થાય છે, જેને અર્જૂન શેરગિલ(જૉન અબ્રાહમ) લીડ કરે છે. ત્યાંથી ટીમ એક લશ્કરના લીડર હામિદ ગુલને પકડી લાવે છે. કહાની અમુક મહિના આગળ વધે છે. અર્જૂનની જિંદગીમાં આએશા(જેકલીન) આવે છે. બંને હસી-ખુશી જીવતા હોય છે, જ્યારે અચાનક એક દિવસ દિલ્લીના એરપોર્ટ પર એક મોટો આતંકવાદી હુમલો થાય છે. આ હુમલામાં ઘાયલ થયેલ અર્જૂનના ગળાથી નીચેનુ તેનુ આખુ શરીર પેરેલાઈઝ થઈ જાય છે. તે પોતાના મા સાથે એક અફસોસમાં જિંદગી પસાર કરતો હોય છે જ્યારે આર્મીવાળા ફરીથી અર્જૂનને યાદ કરે છે.

લશ્કરના નવા લીડર ઉમર ગુલ સામે લડવા માટે આર્મી એક સુપરસોલ્જર તૈયાર કરવા માંગે છે જેના માટે તેણે અર્જૂનને પસંદ કર્યો છે. સાયન્ટિસ્ટ(રકુલ પ્રીત)એ ક એવી ચીપ તૈયાર કરે છે જેને માણસના મજહમાં લગાવીને ફિટ કરી શકાય છે. પછી ઈંટેલીજન્ટ રોબોટ આસિસટન્ટ દ્વારા વ્યક્તિને દરેક કમાન્ડ આપી શકાય છે. આ ચિપને અર્જૂનના દિમાગમાં ફિટ કરી દેવામાં આવે છે. જલ્દી અર્જૂન આગલા મિશન માટે તૈયાર થઈ જાય છે. પરંતુ આ બધા વચ્ચે સંસદ પર એક મોટો આતંકી હુમલો થઈ જાય છે. ત્યાં પ્રધાનમંત્રી સહિત બધા મંત્રીઓને કેદ કરી લેવામાં આવે છે અને સરકાર સામે અમુક માંગ રાખવામાં આવે છે. હવે સરકાર આતંકવાદીઓની માંગ પૂરી કરે છે કે સુપર સોલ્જર અર્જૂન કોઈ ચક્રવ્યૂહ રચશે... આ જ છે ફિલ્મની કહાની.

અભિનય

અભિનય

જૉન અબ્રાહમ એક્શન કરવામાં માહિર છે પરંતુ ભાવુક દ્રશ્યોને નિભાવવામાં તે ભાવહીન દેખાય છે. જૉન અબ્રાહમની મા(રત્ના પાઠક)નો ટ્રેક ઈમોશનલ હોવા છતાં પણ દિલને સ્પર્શી શકતો નથી. જેકલીન અને રકુલ પ્રીતની ભૂમિકા પણ નબળા લેખનથી ગ્રસ્ત છે. નિર્દેશકે તેમને વધુ કંઈ કરવાનો સ્કોપ જ આપ્યો નથી. પ્રકાશ રાજ, રત્ના પાઠક, કિરણ કુમાર, ઈલહામ અહસાસે પોતાના કેરેક્ટર સાથે ન્યાય કર્યો છે.

નિર્દેશન

નિર્દેશન

લક્ષ્ય રાજ આનંદે 'એટેક' સાથે નિર્દેશનના ક્ષેત્રમાં ડેબ્યુ કર્યુ છે. આ પહેલા તે 'એક થા ટાઈગર' અને 'બેંગ બેંગ' જેવી ફિલ્મોમાં આસિસટન્ટ ડાયરેક્ટર કામ કરી ચૂક્યા છે. સુપર સોલ્જરના વિષય પર બનેલી આ પહેલી હિંદી ફિલ્મ હશે પરંતુ હૉલિવુડ વર્ષ પહેલા જ આના પર હાથ અજમાવી ચૂક્યુ છે. શું 'એટેક'માં નિર્દેશક કંઈ નવુ રજૂ કરે છે? ના. સુપર સોલ્જર બનીને આપણે પડદા પર જૉન અબ્રાહમની જોઈએ છીએ. આ પહેલા પણ ફિલ્મોમાં આપમે તેને એક સાથે 20 લોકો સાથે લડતો જોયો અને અહીં પણ એ જ છે. હા, કહાનીમાં સાયન્સનો સહારો લેવામાં આવ્યો છે પરંતુ તે આકર્ષિત નથી કરતુ. નિર્દેશક ક્યાંકને ક્યારેક ચિલાચાલુ ફૉર્મ્યુલા પર જ ચાલતા દેખાયા છે. જૉન-જેકલીનના રોમેન્ટીક ટ્રેક ખૂબ જ કંટાળાજનક લાગ્યા છે અને એ કહાનીના લયને તોડી દે છે.

ટેકનિકલ પક્ષ

ટેકનિકલ પક્ષ

ફિલ્મની કહાની જૉન અબ્રાહમે લખી છે, જેને પટકથાનુ રૂપ આપ્યુ છે લક્ષ્ય રાજ આનંદે, સુમિત ભટેજા અને વિશાલ કપૂરે. ફિલ્મમાં અમુક જ સંવાદ તમારુ ધ્યાન ખેંચે છે. ખાસ કરીને દેશભક્તિ સાથે જોડાયેલા બધા સંવાદ ખૂબ જ ઘસાઈ ગયેલા લાગે છે. વિલ હમ્ફ્રિસ, પીએસ વિનોદ અને સૌમિક મુખર્જી દ્વારા કરવામાં આવેલી સિનેમેટોગ્રાફી પણ ફિલ્મને અલગ ટોન નથી આપી શકતી. અમુક એક્શન સીન્સ સારા લાગે છે, ખાસ કરીને સંસદની અંદર જૉન અબ્રાહમનો ફાઈટિંગ સીન અને દિલ્લીના રસ્તા પર ચેઝ સીન... ફિલ્મનુ વીએફએક્સ એવરેજ છે જ્યારે એડિટિંગ થોડુ સારુ કરી શકાતુ હતુ.

સંગીત

સંગીત

ફિલ્મને સંગીત આપ્યુ છે શાશ્ચત સચદેવે કે જે એવરેજ છે. એક પછી એક કહાનીમાં ઘણા ગીતો આવે છે જે તમને કેરેક્ટરો સાથે જોડવાની કોશિશ કરે છે. પરંતુ ગીત દિલને સ્પર્શતા નથી. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. ખાસ કરીને એક્શન સીન્સમા એ રસ જગાડે છે.

જોવી કે ના જોવી

જોવી કે ના જોવી

જૉન અબ્રાહમની આ ફિલ્મમાં કંઈ પણ એવુ નથી જે તમે પહેલા ના જોયુ હોય. જૉનના ફેન હોય તો આ ફિલ્મ એક વાર જોઈ શકો છો, નહિતર વીકેન્ડ પર પોતાનો કિંમતી સમય ના બગાડો. વન ઈન્ડિયા તરફથી એટેકને 2 સ્ટાર.

English summary
'Attack' Film Review: John Abraham starrer action film tries to serve up a mix of science and patriotism, but fails on both sides.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X