Baaghi Review: બાગી સુપરહિટ છે ટાઇગર શ્રદ્ધાની ફિલ્મ-ફેન્સ
ટાઇગર શ્રોફ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ બાગી આજે રિલિઝ થઇ ચૂકી છે. અને બોલીવૂડના આ યંગ કલપે તે વાત સાબિત કરી દીધી છે કે તેમની ફેન ફોલાઇંગ કમાલની છે.
કારણ કે ન્યૂકમર અને યંગ એક્ટર હોવા છતાં તેમના પહેલા જ શોમાં દર્શકોની ભીડ ચોંકવારી હતી. ફિલ્મને સબ્બીર ખાને ડાયરેક્ટ કરી છે. અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં જ્યાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ગોલ્ડન પેયરને લઇને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે ત્યાં જ ટાઇગર શ્રોફનું નવું લૂક તમારે પર જાદુ ના કરે તો નવાઇ નહીં.
બન્ને એક્સર્સે સારી એવી મહેનત કરી છે. અને તે ફિલ્મના સીનમાં દેખાય પણ છે. વળી ફિલ્મની લોકેશન પણ અદ્ઘભૂત છે. જ્યાં શ્રદ્ધાનું ચંચળતા તમને હસાવશે તો ટાઇગરનો નવો અવતાર તમારું મન જીતી લેશે. વળી ફિલ્મમાં ગુત્થી પણ છે પણ હટકે અંદાજમાં. તો જાણી ફિલ્મના ફસ્ટ ડે ફસ્ટ શો વિષે અહીં...

ટાઇગરની એન્ટ્રી
ફિલ્મમાં ટાઇગર શ્રોફની એન્ટ્રી કમાલની છે. વળી તેની એન્ટ્રી પર આખા થિયેટરમાં સીટીઓ અને તાળીઓ વાગવા લાગે છે.

સુધીર બાબુ A1
ત્યાં જ સાઉથનો સુપર સ્ટાર સુધીર બાબુ આ ફિલ્મને સારો ટિવસ્ટ આપી રહ્યા છે. અને વિલેનના રૂપમાં તે અદ્ધભૂત લાગી રહ્યા છે. જે જોતા બોલીવૂડમાં પણ તેમના ફેન્સ વધી જાય તો નવાઇ નહીં.

લોકેશન
ફિલ્મના કેટલાક સીન સરસ છે. લોકેશન પણ સુંદર છે. જેને જોઇને તમને પણ મજા આવશે.

રાધવનું સ્વાગત
ફિલ્મમાં જેટલી જોરદાર એન્ટ્રી હિરોની થાય છે તેટલી જ ડેસિંગ એન્ટ્રી વિલનની પણ થાય છે. અને બન્ને દબદબો બનાવી રાખે છે.

ફન્ની બોલીવૂડ
આ ફિલ્મમાં ટ્રેન ખરાબ થઇ જાય છે પણ ફરિયાદ કરવાના બદલે લોકો નીચે ઉતરીને નાચવા લાગે છે. જે યાદ કરાવે છે કે આવું ખાલી બોલીવૂડમાં જ થઇ શકે.

મસ્ત કપલ
ટાઇગર અને શ્રદ્ઘા કપૂરની જોડી સાથે રોકિંગ લાગે છે. અને તેમના ફેન્સ પણ આ બોલ્ડ અને બ્યૂટીફૂલ જોડીના પ્રેમમાં પડી જશે.

ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફને તમે આ ફિલ્મમાં જોઇને ફરી એક વાર તેના જબરા ફેન ના બની જાવ તો નવાઇ નહીં.

સુપરહિટ છે ફિલ્મ?
ઇન્ટરવલ સુધી તો ફિલ્મ સુપરહિટ લાગે છે. પણ પછી સ્ટોરી બધા જ જાણે છે. જો કે તેમ છતાં સારા એવા ચાન્સ છે કે આ ફિલ્મ આ વર્ષની મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થાય

ડાયલોગ
આ ફિલ્મના ડાયલોગ પણ ફિલ્મની એક્શન જેટલા પંચ આપનારા છે. જે દર્શકોનું મનોરંજન જરૂરથી કરશે.












Click it and Unblock the Notifications
