ભૂત રિટર્ન્સ જોયાં બાદ હનુમાન ચાલીસા વાંચજો
મુંબઈ, 13 ઑક્ટોબર : રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ ફિલ્મને ભલે બૉક્સ ઑફિસે પ્રથમ દિવસ કોઈ ખાસ ઓપનિંગ નથી મળી, પરંતુ આમ છતાં જેણે પણ આ ફિલ્મ જોઈ, તેનું માનવું એમ જ છે કેઆ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ હૉરર ફિલ્મ છે. ફિલ્મમાં મનીષા કોઈરાલા મુખ્ય પાત્રમાં છે. સાથે નાની બાળકીએ ભૂતના પાત્રને બહુ સારી રીતે ભજવ્યું છે કે ફિલ્મ જોતી વખતે બધાના દિલોના ધબકારાં વધી જશે. કહે છે કે ફિલ્મમાં ભલે વાર્તા નવી ન હોય, પણ ફિલ્મને જે 3ડી ઇફેક્ટ્સ અપાઈ છે તેનાથી ફિલ્મ વધુ બિહામણી થઈ જાય છે.

ટ્વિટર પર સતત લોકો ફિલ્મના અનુભવો અને પોતાના અભિપ્રાય પોસ્ટ કરી રહ્યાં છે. મોટાભાગનાઓનું એમ જ કહેવું છે કે ફિલ્મ બહુ બિહામણી છે. એક ટ્વિટર ફૉલોઅરે અહીં સુધી લખ્યું કે મને લાગે છે કે ભૂત રિટર્ન્સ જોયાં બાદ કોઈ પણ વાલી પોતાના બાળકોને વગર હનુમાન ચાલીસા વાંચ્યે નહિં સુવા દે. કેટલાંકનું કહેવું છે કે ભૂત રિટર્ન્સ વર્ષ 2012ની સૌથી વધુ બિહામણી ફિલ્મ છે. કેટલાંકે લખ્યું કે રામ ગોપાલ વર્માએ ફરી એક વાર પોતાના ભૂતનો જાદુ પાથર્યો છે.
સ્નેહાએ લખ્યું - મેં ભૂત રિટર્ન્સ જોઈ. તે અત્યાર સુધીની સૌથી બિહામણી ફિલ્મ છે. હું તેને ફરી વાર જોવું પસંદ કરીશ.
ફાલ્ગુને ટ્વિટ કર્યું - આ વર્ષ 2012ની સૌથી બિહામણી ફિલ્મ છે.
પુરીએ લખ્યું - મેં હમણા ભૂત રિટર્ન્સ જોઈ. 90 મિનિટની આ હૉરર ફિલ્મ બહુ મનોરંજક છે. મને બહુ ગમી. રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મનો ઇન્તેજાર છે.
સરવાળે ભૂત રિટર્ન્સને એક બહુજ મનોરંજક ફિલ્મ કહેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
