For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Drishyam 2 Review: રોમાંચ અને રહસ્યોથી ભરપૂર, 7 વર્ષ પછી વિજય સાલગાંવકરના જીવનમાં આવે છે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ

પહેલી કહાની ખતમ થઈ એના સાત વર્ષ પછી દ્રશ્યમ 2ની કહાની શરુ થાય છે...

|
Google Oneindia Gujarati News

Rating:
3.5/5
Star Cast: અજય દેવગણ, તબ્બૂ, અક્ષય ખન્ના, શ્રિયા સરન, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ
Director: Abhishek Pathak

અજય દેવગણની દ્રશ્યમ 1નો એક-એક સીન આજે પણ દર્શકોમાં મનમાં જીવંત છે. ચોથુ ફેલ વિજય સાલગાંવકર નામનો એક આમ આદમી પોતાના પરિવારને બચાવવા માટે જે હદે જાય છે તેના સાહસ, સૂઝબૂઝ, કપટ અને દુવિધાની યાદ અપાવતા એ દ્રશ્યો આજે ફરીથી નજર સામે તાદ્રશ થાય છે. ફિલ્મની કહાનીએ લોકોના માનસ પર એવો જાદૂ ચલાવ્યો હતો કે ફેન્સ ઘણા સમયથી તેના બીજા પાર્ટની રાહ જોઈ રહ્યા હતા. પહેલી કહાની ખતમ થઈ એના સાત વર્ષ પછી દ્રશ્યમ 2ની કહાની શરુ થાય છે...

આ ફિલ્મ મુખ્યત્વે બે પાત્રોની જીદ અને વિશ્વાસની આસપાસ ફરે છે. એક છે આઈજી મીરા દેશમુખ (તબ્બુ), જે કોઈપણ કિંમતે તેના પુત્રના હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલવા માંગે છે. અને બીજો છે વિજય સાલગાંવકર (અજય દેવગન), જે કોઈ પણ સંજોગોમાં પોતાના પરિવારને દુઃખી થવા દેવા માંગતો નથી. પહેલી ફિલ્મમાં વિજય સાલગાંવકરે પોતાની બુદ્ધિથી દર્શકોને ચોંકાવી દીધા હતા. હવે જ્યારે આપણે એને ઓળખી ગયા છીએ ત્યારે અહીં તમને વિજયની દરેક આગામી ચાલની ઉત્સુકતા રહેશે. ફિલ્મની પટકથા, તેના ટ્વિસ્ટ અને ટર્ન્સ ખૂબ જ પ્રભાવી છે.

કહાની

કહાની

વિજય સાલગાંવકરની પુત્રીના હાથે ભૂલથી આઈજી મીરા દેશમુખના પુત્રની હત્યા થઈ જાય છે. પોતાના પરિવારને પોલીસથી બચાવવા વિજયે છોકરાના મૃતદેહને દફનાવી દીધો. પોલીસ શક્ય તેટલુ બધુ કરે છે પરંતુ તેમને લાશ મળતી નથી.. અને અહીં 'દ્રશ્યમ' સમાપ્ત થાય છે. હવે વાર્તા 7 વર્ષ આગળ વધી છે. વિજય સાલગાંવકરનો પરિવાર બધુ ભૂલીને જીવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે તે એક ફિલ્મ થિયેટરનો માલિક પણ છે અને તે પોતાની લખેલી વાર્તા પર આધારિત ફિલ્મ બનાવવા માંગે છે. તેણે સ્ક્રિપ્ટ પણ લખી છે પરંતુ ક્લાઈમેક્સથી તે ખુશ નથી. આ ફિલ્મ માત્ર વિજયનો જુસ્સો છે કે તેની પાછળ તેનો કોઈ અન્ય ઈરાદો છે.. તેનો ખુલાસો વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ લાવે છે. તે એક લેખક મુરાદ અલી(સૌરભ શુક્લા) સાથે ફિલ્મ પર કામ કરી રહ્યો છે ત્યારે પોલીસ સાત વર્ષ જૂના કેસને ફરીથી ઓપન કરે છે.

ફરી એકવાર વિજય સાલગાંવકરને, તેની પત્ની નંદિની (શ્રિયા સરન) અને પુત્રીઓ અંજુ (ઈશિતા દત્તા) અને અનુ (મૃણાલ) સાથે પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. આ વખતે પોલીસ પાસે સાક્ષીઓ અને પુરાવા છે અને નવા આઈજી તરુણ અહલાવતે (અક્ષય ખન્ના) કેસની જવાબદારી લીધી છે. તે મીરા (તબુ) સાથે વિજયને સમગ્ર પરિવાર સાથે જેલના સળિયા પાછળ જોવા માંગે છે. પરંતુ શું તે પોતાના મિશનમાં સફળ થઈ શકશે? કે પછી વિજય ફરી એકવાર પોતાના પરિવારને કાયદાની ચુંગાલમાંથી બચાવવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરશે?

અભિનય

અભિનય

અજય દેવગણ જે સરળતાથી વિજય સાલગાંવકરના પાત્રમાં વસી થયો છે તે પ્રશંસનીય છે. વાર્તા સાત વર્ષ આગળ વધી છે. તેથી અભિનેતાનો દેખાવ બદલાઈ ગયો છે. પરંતુ અજય દેવગણ પોતાની આંખોથી અને તેની સ્ટાઈલથી જે વાતો કહે છે, તે મોટા પડદા પર જોવી ખૂબ જ રસપ્રદ છે. અક્ષય ખન્ના સાથે તેનો સામનો ખૂબ થોડા દ્રશ્યોમાં થયો છે, પરંતુ જેટલો થયો છે ખૂબ રોમાંચક છે. આઈજી તરુણ અહલાવતના પાત્રમાં અક્ષય ખન્ના તેના સહજ અભિનયથી પ્રભાવિત કરે છે. આ વખતે આખી તપાસ તેની જવાબદારી હેઠળ છે, તેથી આ ફિલ્મમાં તબ્બુનો સ્ક્રીન ટાઈમ ઘણો ઓછો છે જે થોડુ ખટકે છે. જ્યારે રજત કપૂર, શ્રેયા સરન, ઈશિતા દત્તા અને મૃણાલ જાધવે પોતાના પાત્રોને ન્યાય આપ્યો છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

દ્રશ્યમનુ નિર્દેશન નિશિકાંત કામતે કર્યુ હતુ. જેનુ વર્ષ 2020માં અવસાન થયુ હતુ. હવે અભિષેક પાઠક મોટા પડદા પર સિક્વલ લઈને આવ્યા છે. પહેલી ફિલ્મે દર્શકોમાં જે રોમાંચ અને હાઇપ સર્જ્યો હતો, તેને સિક્વલમાં જાળવી રાખવા માટે દિગ્દર્શકે પૂરો પ્રયાસ કર્યો છે.. અને તેમાં તે સફળ પણ થયા છે. ખાસ કરીને સેકન્ડ હાફમાં, ફિલ્મ ઝડપી ગતિએ આગળ વધે છે અને એક પછી એક સીન દ્વારા તમને રોમાંચિત કરે છે. ફિલ્મમાં ઘણા સબ-પ્લોટ હોવા છતાં દિગ્દર્શકે વાર્તાને એક તારથી બાંધી રાખી છે.

ટેકનિકલ પક્ષ

ટેકનિકલ પક્ષ

દૃષ્ટિમ 2 આ જ નામની મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક છે. આથી ફિલ્મની પટકથા જીતુ જોસેફની પ્રશંસા કરવી જોઈએ જેણે મૂળ વાર્તા લખી છે. તેનુ હિન્દીમાં રૂપાંતરણ આમિલ કિયાન ખાને કર્યુ છે. ફિલ્મના સંવાદો ઉત્તમ છે. ટેકનિકલ બાજુની વાત કરીએ તો સંદીપ ફ્રાન્સિસનુ એડિટિંગ જબરજસ્ત છે અને દેવી શ્રી પ્રસાદનો બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મની ગતિ સાથે મેળ ખાય છે.

શું સારુ શું ખરાબ

શું સારુ શું ખરાબ

ફિલ્મના સકારાત્મક પાસાઓ પૈકી એક છે તેની પટકથા. ખાસ કરીને સેકન્ડ હાફમાં જે ટ્વિસ્ટ અને ટર્ન્સ છે એ જબરદસ્ત છે અને તમને વાર્તા સાથે જોડી રાખે છે. જ્યારે ફિલ્મનો ફર્સ્ટ હાફ ધીમો છે. ઇન્ટરવલ સુધી ફિલ્મ નવા પાત્રો અને વાર્તા સ્થાપિત કરવામાં વ્યસ્ત રહે છે અને તેની અસર કલાકારોના અભિનયમાં પણ જોવા મળે છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ કલાકારોના અભિનયમાં પણ મજબૂતી આવે છે. અજય દેવગન અને અક્ષય ખન્નાને સામસામે જોવા રસપ્રદ છે.

શું સારુ શું ખરાબ

શું સારુ શું ખરાબ

ફિલ્મના સકારાત્મક પાસાઓ પૈકી એક છે તેની પટકથા. ખાસ કરીને સેકન્ડ હાફમાં જે ટ્વિસ્ટ અને ટર્ન્સ છે એ જબરદસ્ત છે અને તમને વાર્તા સાથે જોડી રાખે છે. જ્યારે ફિલ્મનો ફર્સ્ટ હાફ ધીમો છે. ઇન્ટરવલ સુધી ફિલ્મ નવા પાત્રો અને વાર્તા સ્થાપિત કરવામાં વ્યસ્ત રહે છે અને તેની અસર કલાકારોના અભિનયમાં પણ જોવા મળે છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ કલાકારોના અભિનયમાં પણ મજબૂતી આવે છે. અજય દેવગન અને અક્ષય ખન્નાને સામસામે જોવા રસપ્રદ છે.

રેટિંગ

રેટિંગ

નિર્માતાઓ દ્વારા 'દ્રશ્યમ'નો અંત એ સમયે કરવામાં આવ્યો જ્યાં દર્શકોને અનુભવાયુ કે વિજય સાલગાંવકરની જીત થઈ ચૂકી છે પરંતુ દૃષ્ટિમ 2 ની વાર્તા એ જ પોઈન્ટથી ફરી શરૂ થાય છે. સિક્વલ બનાવવા માટે એક મજબૂત પટકથા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અહીં નિર્માતાઓએ નિરાશ નથી કર્યા. ફિલ્મમાં અમુક ખામીઓ છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તે વિજય સાલગાંવકરના જીવનમાં ફરી એકવાર સામેલ થવુ ખૂબ રસપ્રદ રહ્યુ છે. વનઈન્ડિયા તરફથી દ્રશ્યમ 2ને 3.5 સ્ટાર.

English summary
Drishyam 2 Review: Ajay Devgan and Tabu starrer film is full of thrill and suspense
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X