Gentleman Review: શું લોકોને ગમશે સિદ્ધાર્થનો જેન્ટલમેન અંદાજ!

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલિન ફર્નાન્ડિઝની નવી ફિલ્મ જેન્ટલમેન આજે થઇ છે રિલિઝ. આ ફિલ્માં સિદ્ધાર્થ અને જેકલિન ફર્નાન્ડિઝનો નવો લુક જોવા મળશે. ત્યારે વાંચો આ ફિલ્મનો રિવ્યૂ..

શુક્રવારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલિન ફર્નાન્ડિઝની ફિલ્મ અ જેન્ટલેન રિલિઝ થઇ છે. આ ફિલ્મમાં જેકલિન અને સિદ્ધાર્થની સાથે સુનીલ શેટ્ટી પણ લાંબા સમય પછી રૂપેરી પડદે પાછા ફરી રહ્યા છે. આ ફિલ્મને રાજ અને ડી.કે એ ડાયરેક્ટ કરી છે તો ફોક્સ સ્ટાર સ્ટૂડિયાએ પ્રોડ્યૂસ. આ ફિલ્મ દ્વારા જેકલિન અને સિદ્ધાર્થની જોડી પહેલી વાર રૂપેરી પડદે એક સાથે જોવા મળી રહી છે. વળી લાંબા સમયથી સિદ્ધાર્થ અને જેકલિન કોઇ મોટી હિટ ફિલ્મ નથી આપી શક્યા. ત્યારે શું આ ફિલ્મ તેમની કારર્કિર્દીને એક હીટ ફિલ્મ આપશે? વધુમાં તેવું પણ જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ અને જેકલિનની આ ફિલ્મમાં એક રોમાન્ટિક કિસ પણ છે જેના કારણે સિદ્ધાર્થની કહેવાતી ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે સિદ્ધાર્થને બાય બાય કહી દીધું છે. ત્યારે આજે રજૂ થનારી આ ફિલ્મ તમારે થિયેટરમાં જોવા જવું કે નહીં તે માટે જાણો અહીં....

પ્લોટ...

પ્લોટ...

આ ફિલ્મમાં સિદ્ઘાર્થ મલ્હોત્રા ડબલ રોલમાં જોવા મળશે. જેમાં એક ખુબ જ શાંત તો બીજો તેનાથી સાવ જ અલગ. એકદમ મારા-મારી કરતો જોવા મળશે. આ આખી ફિલ્મ ગૌરવ એટલે કે સિદ્ધાર્થ મલ્હોત્રા જે ખુબ જ સંસ્કારી છે તેની આસ પાસ ફરે છે. સિદ્ધાર્થને કાવ્યા એટલે કે જેકલિન ફર્નાન્ડિઝ પસંદ છે, જ્યારે કાવ્યાને કંઈક હટકે છોકરો પસંદ છે એટલે કે ઋષિ. જે ગૌરવનો જુડવા છે તે એન્ટ્રી મારે છે. અને આ તમામની વચ્ચે એન્ટ્રી થાય છે વિલન સુનીલ શેટ્ટીની એન્ટ્રી થાય છે.

સુનીલ શેટ્ટીનો નેગેટિવ રોલ

સુનીલ શેટ્ટીનો નેગેટિવ રોલ

ઘણા લાંબા સમય બાદ સુનીલ શેટ્ટી ફિલ્મમાં પાછા આવી રહ્યા છે. આ ફિલ્મમાં તે નેગેટિવ રોલ કરતો જોવા મળશે. ફિવ્મના ટ્રેલમાં સુનીલ શેટ્ટીનો રોલ દમદાર લાગે છે. સુનીલ શેટ્ટીના ચાહરોએ પણ સુનીલનો આ અંદાજ જોવા જવુ જોઈએ. ત્યારે સુનીલ શેટ્ટીના ફેન્સને તેનો આ અંંદાજ જોવા ચોક્કસથી ગમશે.

એક્શન સાથે રોમાન્સ

એક્શન સાથે રોમાન્સ

આ ફિલ્મમાં ભરપૂર એક્શન સીન સાથે રોમાન્સ પણ છે. પહેલી વાર સિદ્ધાર્થ અને જેકલિન એક રોમાન્ટિક કપલ તરીકે રૂપેરી પડદે દેખાવાના છે. અને ફિલ્મ જોતા તેમની આ જોડી પરફેક્ટ લાગે છે. વધુમાં આ ફિલ્મમાં બન્ને હિરો-હિરોઇન પોતાના રોલને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે વળી સિદ્ધાર્થની બેક ટૂ બેક ફ્લોપ ફિલ્મો બાદ તેના કેરિયર માટે આ ફિલ્મનું હિટ જવું ખૂબ જ જરૂરી છે.

સંગીત અને અન્ય પાસાઓ

સંગીત અને અન્ય પાસાઓ

જો કે ફિલ્મમાં સંગીતમાં એક બે ગીતોને છોડીને કંઇ ખાસ નથી. વળી અમુક એક્શન સીન સિવાય ફિલ્મ અમુક પોઇન્ટમાં બોરિંગ લાગે છે. જો કે જે લોકોને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા ગમે છે તે તેના આ ડબલ લૂકને સાથે જોવાનું જરૂરથી પસંદ કરશે.

ફિલ્મ જોવી કે નહી

ફિલ્મ જોવી કે નહી

ઉલ્લેખનીય છે કે ફિલ્મને ગણેશ ચુતર્થીની રજાઓનો ફાયદો મળી શકે છે. વધુમાં રોમાન્ટિક હિરોની છાપ ધરાવતા સિદ્ધાર્થ મલ્હોત્રાના એકશન અવતારને જો તમે જોવા માગતા હોવ અને તમને જેક્લિન પણ પસંદ હોય તો તમે આ ફિલ્મ જોવા જઇ શકો છો. બાકી અમે આ ફિલ્મને 2.5 જ સ્ટાર આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X