MovieReview: કપિલની ફિરંગી કોમડી છે, પરંતુ કઇંક મિસિંગ છે
'ફિરંગી'માં જોવા મળ્યું કપિલ શર્માનું અલગ રૂપફિલ્મની વાર્તા સારી, પરંતુ....કપિલ શર્માની આ લેટેસ્ટ ફિલ્મનો રિવ્યુ વાંચો અહીં...
ફિલ્મ - ફિરંગી
કાસ્ટ - કપિલ શર્મા, ઇશિતા દત્તા, મોનિકા ગિલ
ડાયરેક્ટર - રાજીવ ઢીંગરા
પ્રોડ્યૂસર - કપિલ શર્મા
લેખક - રાજીવ ઢીંગરા, બલવિંદર સિંહ, રુપિંદર ચહલ
શું છે ખાસ? કપિલ શર્માનો કોમિક ટાઇમિંગ
શું છે બકવાસ? ફિલ્મની ધીમી ગતિ અને નરેશન
કેટલા સ્ટાર? 1.5

પ્લોટ
ફિલ્મની વાર્તા સ્વતંત્રતા પહેલાના પંજાબની છે, ‘ફિરંગી'ની વાર્તા મંગતરામ ઉર્ફે મંગા(કપિલ શર્મા)ની આસપાસ ફરે છે. મંગા પોતાના ગામડાનો સૌથી વધુ મજાક કરતો માણસ છે. એની એક આવડત છે, તે કોઇનો પણ કમરનો દુખાવો એક જ કિકમાં સારો કરી આપે છે. આ ટેલેન્ટને કારણે તેને બ્રિટિશ ઓફિસર માર્ક ડેનિયલ જોબ આપે છે. એ પહેલા જ તેના પડોશીના લગ્નમાં મહાલવા ગયેલ આ હીરો પહેલી નજરે જ પ્રેમમાં પડે છે. પરંતુ સ્થિતિ ત્યારે બદલાય છે, જ્યારે ત્યાંના લોકર કિંગ રાજા ઇંદ્રવીર(કુમુદ મિશ્રા) અને માર્ક મળીને મંગતને ગામવાસીઓને દગો આપવા માટે રાજી કરે છે, જેથી તેઓ દારૂની ફેક્ટરી ખોલાવી શકે. હવે આગળ મંગત આમાં કઇ રીતે પરિવર્તન લાવે છે, ગામવાસીઓને કઇ રીતે બચાવે છે, એ જોવું રસપ્રદ થઇ પડશે.

ડાયરેક્શન
161 મિનિટની આ ફિલ્મ તમને અનેકવાર બોર કરશે. દર્શકો આ ફિલ્મ સાથે ઇમોશનલી કનેક્ટ નથી થઇ શકતા અને ના તો આ ફિલ્મમાં કંઇ નવું છે. ફિલ્મનું ડાયરેક્શન પણ થોડું કનફ્યૂઝિંગ છે. ફિલ્મમાં બ્રિટિશ રાજ અંગે વ્યંગ કરવાનો પ્રયત્ન થયો છે અને સાથે જ રોમાન્સ અને કોમેડી પણ ઉમેરવાનો પ્રયત્ન થયો છે.

પર્ફોમન્સ
કોમેડીથી અલગ ઝોનમાં કપિલ શર્માને જોવાની ખરેખર મજા આવે છે, દુઃખની વાત એ છે કે, તમે આખી ફિલ્મમાં તેમની પાસેથી કઇંક સારુ કરવાની આશા રાખશો. તમને પણ એમ થશે કે કપિલ શર્મા આટલા સીરિયસ કેમ છે? ઇશિતા દત્તાનું કામ સારું છે. મોનિકા ગિલને ઑક્સફોર્ડ યુનિવર્સિટીની ભણેલી-ગણેલી યુવતી તરીકે દર્શાવવામાં આવી છે, પરંતુ તેનું એક્સેન્ટ ખૂબ કન્ફ્યૂઝિંગ છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, સંગીત
લો બજેટ ફિલ્મની દ્રષ્ટિએ જોઇએ તો ફિલ્મના વિઝ્યુઅલ્સ ઘણા સારા છે. ફિલ્મ થોડી વધારે નાની કરી શકાઇ હોત, જેથી લોકોનું ધ્યાન બીજે ભટકે નહીં. ફિલ્મનું સંગીત એટલું ખાસ નથી.

ફિલ્મ જોવી કે નહીં?
જો તમે કપિલ શર્માના ફેન હોવ અને તેમને કોમેડી સિવાય કંઇ અલગ કરતા જોવા માંગતા હોવ તો જ આ ફિલ્મ જોવી. જો તમે માત્ર એન્ટરટેઇન્મેન્ટના હેતુ સાથે ફિલ્મ જોવા માંગતા હોવ તો તમે નિરાશ થશો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
