For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ રિવ્યૂ: હવાઇઝાદા.. વિમાન ટેકઓફ થયું જ નહીં!

|
Google Oneindia Gujarati News

આયુષ્યમાન ખુરાના, પલ્લવી શારદા અને મિથુન ચક્રવર્તી પાંખો વગર ઉડવાની કોશિશ થકી દર્શકોને નિરાશ કરે છે. હવાઇઝાદા એક ગુંજવાળાભરી અને બોરિંગ વાર્તા છે એટલાં જ ફિક્કા અંદાજમાં તેને પિરસવામાં પણ આવી છે. ફિલ્મમાં અભિનયના નામે થોડી ઓવરએક્ટિંગ છે, ડ્રામાના નામે બૂમો-બરાડા પાડતા લોકો આપને ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મની વાર્તા છે શિવકર બાપૂજી તલપડેની, જેમને ભારતના રાઇટ બ્રદર્સ કહેવામાં આવે છે. હા, શિવકર તલપડેને સૌથી પહેલા હવાઇજહાજ એટલે કે વિમાન બનાવવાનો શ્રેય(ના આપવામાં આવ્યો) આપવાની માંગ કરવામાં આવતી રહી છે. અને હવાઇઝાદા તેમના આ સપનાની વાર્તા છે. ફિલ્મમાં શિવકર બાપૂજી તલપડેની ભૂમિકા નિભાવી રહ્યા છે આયુષ્યમાન ખુરાના જે બિલકુલ ફીક્કા દેખાઇ રહ્યા છે.

દર્શક કોઇ હવાઇઉડાનની કલ્પના કરે છે, ઇંતેજાર કરે છે કે ક્યારેક તો આ વિમાન હવામાં ઉડશે, પરંતુ હવાઇઝાદા નિરાશ કરે છે. જોકે ફિલ્મના કેટલાંક પક્ષ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યા.

આવો જોઇએ હવાઇઝાદા ફિલ્મનો રિવ્યૂ...

વાર્તા સાચી પણ દમદાર નથી

વાર્તા સાચી પણ દમદાર નથી

ફિલ્મની વાર્તા એક યુવકની છે, જે ધનવાન છે, જેને જીવનમાં માત્ર પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા છે. અને તેની ગર્લફ્રેન્ડ એક લાવીણી ડાંસર છે. યુવતી તેને છોડી દે છે. ત્યારબાદ તેને સમજાય છે કે જિદંગીમાં કંઇ કરવું જોઇએ, અને શરૂ થાય છે પ્લાન પ્લેન બનાવવાનો. કોઇ પણ લીજેન્ડની વાર્તા એવી રીતે નથી બતાવવામાં આવતી કે તે શરૂઆતમાં જ હાર માની જાય.

અભિનય, ઓવરએક્ટિંગ અને નો એક્ટિંગ

અભિનય, ઓવરએક્ટિંગ અને નો એક્ટિંગ

આયુષ્માન ખુરાનાને અથવા તો ઓવરએક્ટિંગ આવડે છે અથવા તો બિલકૂલ એક્ટિંગ જ નથી આવડતી. કેટલાંક દ્રશ્યોમાં હાવભાવ જોઇને સિનેમામાં દર્શકો હસી રહ્યા હતા. જોકે એ સિન સીરિયસ હતા. પલ્લવી માટે કંઇ કરવાનું હતું નહીં, હા મિથુન દાથી જે થઇ શક્યું તે તેમણે કર્યું.

નિર્દેશન: સારો પ્રયત્ન

નિર્દેશન: સારો પ્રયત્ન

વિભૂ પુરીએ એક સારી કોશિશ કરી છે એક સારી ફિલ્મ બનાવવાની. માત્ર થોડી જગ્યાએ તેઓ ફેઇલ થઇ ગયા. પરંતુ તેમનો પ્રયત્ન એક નિર્દેશક તરીકે વખાણવા લાયક છે.

સંગીત: કેમ વધારી દિધો ટાઇમ

સંગીત: કેમ વધારી દિધો ટાઇમ

ફિલ્મનું સંગીત માત્ર ફિલ્મનો ટાઇમ ખાય છે. કુલ મળીને ફિલ્મ 167 મિનિટની છે અને સંગીત એટલું જ બોરીંગ. જ્યારે ફિલ્મમાં 'ડાક ટિકિટ' સિવાય અન્ય કોઇ ગીત નથી બાંધી શકતું.

મેકઅપ અને સેટ: જૂનુ ભારત

મેકઅપ અને સેટ: જૂનુ ભારત

ફિલ્મમાં 18મી સદીનું ભારત બતાવવાની કોશિશ કરવામાં આવી છે અને ખૂબ જ હદ સુધી તેમાં સફળતા પણ મળી છે. જોકે ફિલ્મ તથ્યોના મામલામાં પણ માત ખાઇ રહી છે. જ્યારે મિથુન ચક્રવર્તીનો મેકપ તેમની કેરેક્ટરની ગરિમાને ઓછું કરે છે.

હિટ કે મિસ!

હિટ કે મિસ!

જો આપ આયુષ્યમાનના ફેન છો તો ફિલ્મ જોઇ શકો છો. પરંતુ જો આપ ઇતિહાસના પ્રશંસક છો તો ફિલ્મ ના જુઓ નહીંતર આપના રૂપિયા પડી જશે. ફિલ્માં ભૂલો જ ભૂલો છે. ફિલ્મ માટે આમારી રેટિંગ છે 2.5.

English summary
Hawaizaada is useless and boring as a story and Ayushmann Khurrana disappoints in yet another act which otherwise could be classic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X