હીરોપંતી ફિલ્મ રિવ્યૂ : હર કિસી કો આતી નહીં, ઇસકી જાતી નહીં....

ફિલ્મ : હીરોપંતી
નિર્માતા : અહમદ ખાન
દિગ્દર્શક : સબીર ખાન
કલાકાર : ટાઇગર શ્રૉફ, કૃતિ સૅનન, પ્રકાશ રાજ
સંગીત : સાજિદ વાજિદ
સ્ટાર : ***

હીરોપંતીનો પ્રમોશનલ ડાયલૉગ યાદ કરો, તો આપને ફિલ્મનો આખો સાર આ એક જ ડાયલૉગમાં મળી જશે. હા જી, અમારા કહેવાનો મતલબ છે કે એમ તો દરેકને એક્ટિંગ આવડતી નથી, પણ ટાઇગરની એક્ટિંગગિરી જતી નથી. આખી ફિલ્મમાં ટાઇગર શ્રૉફે એવી પરફૉર્મન્સ આપી છે કે લોકો તેમના દીવાના થઈ ગયાં છે. ભલે પોતાના પિતા જૅકી શ્રૉફ સાથે કમ્પૅર કરવાના પગલે ટાઇગરને પોતાની પરફૉર્મન્સ અંગે થોડીક નેગેટિવિટી પણ ઝેલવી પડી રહી છે, પણ આમ છતાં જો તેઓ જૅકી કરતા 20 નથી, તો તેમની બહુ પાછળ પણ નથી. કૃતિ સૅનને પણ ટાઇગરનો ખૂબ જ બહેતર રીતે સાથ આપ્યો છે. તો ચાલો જાણીએ કે હીરોપંતીમાં ટાઇગર અને કૃતિએ કેવો દમખમ દાખવ્યો છે.

વાર્તા : હીરોપંતી ફિલ્મની વાર્તાની વાત કરીએ, તો વાર્તા કંઈ ખાસ નથી. ફિલ્મની વાર્તા તેલુગુ ફિલ્મ પરુગુ તેમજ જૅકી ભાગનાનીની ફિલ્મ રંગરેઝ સાથે મળતી આવે છે. હીરોપંતીની વાર્તા છે ચૌધરી (પ્રકાશ રાજ)ની કે જેની બે પુત્રીઓ છે. ચૌધરી પોતાની બંને પુત્રીઓને બહુ પ્રેમ કરે છે. રેણુ (સંદીપા ધાર) તથા ડિમ્પી (કૃતિ સૅનન) આ બે દીકરીઓ છે ચૌધરીની. રેણુ પોતાના પ્રેમી સાથે ભાગવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ચૌધરી તેને પકડી પાડે છે અને તેની ઉપર અંકુશો મૂકી દે છે. ચૌધરી રેણુના તમામ મિત્રો ઉપર પણ નજર રાખે છે. કોઈને ખબર નથી હોતી કે આખરે ચૌધરીનો પરિવાર ક્યાં રહી રહ્યો છે.

બીજી બાજુ બબલૂ (ટાઇગર શ્રૉફ)ને ચૌધરીના પરિવારની રજેરજની માહિતી છે કે તે ક્યાં રહે છે, ક્યાં આવે-જાવે છે. બધી બાબતો બબલૂ જાણે છે. હવે આ બબલૂનો મકસદ શું છે અને તે ચૌધરી પરિવાર સાથે કઈ રીતે સંકળાયેલો છે. આ જાણવા માટે આપે હીરોપંતી જોવી પડશે, પરંતુ એટલું તો જરૂર કહી શકાય કે ફિલ્મમાં બબલૂને ડિમ્પી સાથે પ્રેમ થાય છે અને આ પ્રેમમાં પડ્યા બાદ આગળની વાર્તા વધુ રોમાંચક થઈ જાય છે.

સ્ક્રીનપ્લે

સ્ક્રીનપ્લે

હીરોપંતીનું બેઝિક પ્લૉટ ખૂબ જ શ્રેષ્ઠ અને રોમાંચક છે. ફિલ્મ એક રોમાંટિર ડ્રામા ટાઇપ્સ છે, પરંતુ ફિલ્મનું સ્ક્રીનપ્લે તેના કરતા ખૂબ જ નબળુ રહ્યું કે જેથી ફિલ્મને સપોર્ટ ન મળી શક્યું. ફિલ્મના પહેલાભાગમાં સ્ક્રીનપ્લે ખૂબ જ ખરાબ છે અને અનેક સન્સ વારંવાર રિપીટ થતા દેખાય છે. જોકે ફિલ્મના સેકેન્ડ હાફમાં સ્ક્રીનપ્લે થોડુંક બહેતર છે.

ટાઇગર-કૃતિનો અભિનય

ટાઇગર-કૃતિનો અભિનય

જ્યાં સુધી ટાઇગરનો વાલ છે, તો ટાઇગરે પોતાની બહેતરીન અદાકારી વડે લોકોને ખૂબ પ્રભાવિત કર્યાં છે. જોકે પોતાના પિતાની સરખામણીમાં તેઓ 19 જ રહ્યાં. ડાન્સિંગ તથા એક્શનમાં તો તેઓ અવ્વલ છે, પરંતુ જ્યારે વાત અભિનયની હોય, તો તેમણે ઘણી મહેનત કરવી પડશે. બીજ બાજુ કૃતિ સૅનન પડદા પર બહુ સુંદર દેખાયાં છે. તેમનો રોલ પણ ખૂબ જ જાનદાર છે.

સંગીત

સંગીત

હીરોપંતીમાં સાજિદ વાજિદે સંગીત આપ્યું છે. અનેક ગીતો ખૂબ બહેતરીન છે અને ચાર્ટબસ્ટર્સમાં પણ ઘણા હિટ થઈ રહ્યાં છે. રબ્બા..., વ્હિસલ બજા..., તબાહ... અને રાત ભર... તો લોકોની જીભે ચઢી ચુક્યાં છે. ફિલ્મમાં હીરો ફિલ્મની એક ટ્યૂન પણ યૂઝ કરાઈ છે કે જે લક્ષ્મીકાંત પ્યારેલાલે કમ્પોઝ કરી હતી.

દિગ્દર્શન

દિગ્દર્શન

સબીર ખાનની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ હતી કમ્બખ્ત ઇશ્ક કે જે ખૂબ જ બોરિંગ અને બૉક્સઑફિસે ડિઝાસ્ટર સાબિત થઈ હતી. હીરોપંતી તેની સરખામણીમાં ફ્રેશ, બેટર અને મજાની ફિલ્મ છે. લોકોને જરૂર ગમશે.

જોવી કે નહીં

જોવી કે નહીં

ટાઇગર અને જૅકીને કમ્પૅર કરવાની ભૂલ ન કરાય, તો હીરોપંતી જોવાલાયક ફિલ્મ છે. ટાઇગરે પોતાની પહેલી ફિલ્મના હિસાબે પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરી છે. કૃતિ પણ શ્રેષ્ઠ છે. બીજી બાજુ પ્રકાશ રાજે પોતાની ઓવર એક્ટિંગથી પોતાના પાત્રને થોડુંક અવાસ્તવિક બનાવી દીધું છે. ગીતો બહેતર છે અને દિગ્દર્શન પણ કમાલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X