For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview : જિયા ઔર જિયાની સુંદર એક્ટિંગ, પરંતુ સ્ટોરી....

જિયા ઔર જિયામાં તમને નવા જ અંદાજમાં કલ્કી અને રિચા જોવા મળશે. રોડ ટ્રિપનો અનુભવ ફરી તાજો થશે. આ અંગે વધુ વાંચો અહીં.

By Kajal
|
Google Oneindia Gujarati News

ફિલ્મ : જિયા ઔર જિયા

કાસ્ટ: કલ્કી કોચલીન, રિચા ચઢ્ઢા, આર્સલન ગોની

ડાયરેક્ટર: હોવર્ડ રોઝમેયર

પ્રોડ્યુસર: મિર્ઝા અસ્કરી

લેખક: મુદાસિન અઝિઝ

શું છે ખાસ? ક્લકીની એક્ટિંગ

શું છે બકવાસ? ફિલ્મની વાર્તા ચવાયેલી લાગે છે.

સ્ટાર: 2

પ્લોટ

પ્લોટ

જિયા વેંકટ્રામ (રિચા ચઢ્ઢા) અને જિયા ગરેવાલ (ક્લકી કોચલીન) તેઓ એક સ્વીડનની ટ્રિપ દરમિયાન મળે છે. આ બે છોકરીઓ પાસે પોતાના નામની સમાનતા સિવાય કશું જ સમાન નથી. જિયા ગરેવાલ ખુબ સુખી, નસીબદાર અને પ્રસન્ન વ્યક્તિ છે, તો બીજી તરફ જિયા વેંકટ્રામ તેનાથી બિલકુલ વિરુદ્ધ સ્વભાવની છે. તે એકદમ શાંત છે. એકબીજાથી કમ્પલિટલી ઓપોઝિટ ધરાવતી યુવતીઓની આ ટ્રિપ તેમના માટે લાઇફ-ચેન્જિંગ ટ્રિપ સાબિત થાય છે. બંનેએ પોતાના મનમાં એક ઊંડુ સત્ય છુપાવી રાખ્યું છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

ડાયરેક્ટરે આ ફિલ્મને રોડ ટ્રિપ સ્ટોરી તરીકે રજૂ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો છે, પરંતુ તે તેમા નિષ્ફળ રહ્યા છે. રોડ ટ્રરિપ ફિલ્મ જોઇને લોકોને પણ બહાર ફરવા જવાનું મન થવું જોઇએ, પરંતુ આ ફિલ્મ જોઇને એવી કોઇ લાગણી થતી નથી. તમને સતત એમ થશે કે, આપણે ડાયરેક્ટરને જઇને કહીએ કે રોડ ટ્રિપની મજા લેવાનો અર્થ એ નથી કે, તમે મન ફાવે એ કરો, સુરક્ષાની જવાબદારીમાંથી મુક્ત થઇ જાઓ અને સૂમસાન રસ્તા પર રાત્રે એકલા કોઇ સ્ટ્રેન્જર સાથે મુલાકાત કરો. ફિલ્મમાં કલ્કી એક ખુશ મીજાજી યુવતી બની છે, જે શરમાળ રિચાને જીંદગી જીવવા માટેના પ્રોત્સાહિત કરતી બતાવવામાં આવી છે, આ પ્લોટ ઘણો બોરિંગ છે. આ વાત આપણે અનેક ફિલ્મોમાં જોઇ ચુક્યા છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

પર્ફોમન્સની વાત કરવામાં આવે તો આખી ફિલ્મ કલ્કી પર ચાલતી હોય એવું લાગે છે. તેમાં તેની એક્ટિંગ ખુબ વખાણવા લાયક રહી છે. આ ઉપરાંત રિચાના સંઘર્ષની વાતો ઘણી ઘસાયેલી લાગે છે. તે સિવાય ફિલ્મમાં ખાસ કહી શકાય તેવુ કશુ નથી દેખાતું.

ટેક્નિકલ, આસ્પેક્ટ, મ્યુઝિક

ટેક્નિકલ, આસ્પેક્ટ, મ્યુઝિક

સ્વિડન જેવી સુંદર જગ્યામાં શૂટ થયેલી આ ફિલ્મમાં ટેક્નિકલી ખાસ કશુ કરવામાં આવ્યુ નથી. અહીં સ્વિડનની કેટલીક સારી જગ્યાના શોટ જોઇને જ મન ભરવુ પડશે. આ ઉપરાંત સોન્ગની વાત કરવામાં આવે તો નાચ બસંતી નાચ તમને થોડુ ગમે તેવુ છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

જો તમને સ્વિડનના શોટ જોવાની ઇચ્છા હોય અને તમે કલ્કી અને રિચાના ફેન્સ હોવ તો તમને આ ફિલ્મમાં અલગ જ કલ્કી જોવા મળશે અને ભોલી પંજાબણ વધારે ભોળી લાગશે. આ સિવાય ફિલ્મમાં કશું ખાસ કહી શકાય તેવુ નથી.

English summary
jia aur jia movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie jia aur jia in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X