For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પંગા' ફિલ્મ રિવ્યુઃ સશક્ત દિગ્દર્શન અને અભિનયથી બનેલી સપના સાકાર કરવાની કહાની

ફિલ્મ પહેલા દ્રશ્ય સાથે જ તમને કહાની સાથે બાંધી દેશે. આ જ કમાલ છે અશ્વિની ઐયર તિવારીના ભાવપૂર્ણ લેખન અને સશક્ત દિગ્દર્શનની. હિંદી સિનેમામાં 'મા' પર બનેલી અમુક શ્રેષ્ઠ ફિલ્મોમાં શામેલ છે ‘પંગા'.

|
Google Oneindia Gujarati News

Rating:
4.0/5
Star Cast: કલાકાર - કંગના રનોત, જસ્સી ગિલ, નીના ગુપ્તા, ઋચા ચઢ્ઢા, યજ્ઞ ભસીન
Director: Ashwiny iyer tiwari

'મા' એક શબ્દ નથી પરંતુ એક દુનિયા છે અને આ જ દુનિયાની આસપાસ ઘૂમે છે અશ્વિની ઐય્યર તિવારીની ફિલ્મ 'પંગા'. જ્યારે જયા નિગમ (કંગના રનોત) અને દોસ્ત મીનૂ (ઋચા ચઢ્ઢા)ને કહે છે - 'માના કોઈ સપના નથી હોતા અને જો હું સપના જોઉ તો હું એક સ્વાર્થી મા છુ...' ત્યારે તેની આંખોમાં દેખાતી લાચારી તમને પણ અનુભવાશે અને દિલમાં એક પીડા છોડી જશે. ફિલ્મ પહેલા દ્રશ્ય સાથે જ તમને કહાની સાથે બાંધી દેશે. આ કમાલ છે અશ્વિની ઐયર તિવારીના ભાવપૂર્ણ લેખન અને સશક્ત દિગ્દર્શનની. હિંદી સિનેમામાં 'મા' પર બનેલી અમુક શ્રેષ્ઠ ફિલ્મોમાં શામેલ છે 'પંગા'.

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની

કહાની છે રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી ખેલાડી રહી ચૂકેલી જયા નિગમની કે જે હવે એક પત્ની, 7 વર્ષના બાળકની મા અને રેલવે કર્મચારી છે. જિંદગી સામાન્ય રીતે ચાલી રહી છે. પારિવારિક જવાબદારીઓને નિભાવતા નિભાવતા કબડ્ડી પાછળ છૂટી ચૂકી છે. પરંતુ દિલ અને દિમાગમાં હજુ પણ એક સપનુ બનીને વસેલી છે. જિંદગીમાં પોતાના સપના પૂરા ન કરવાની પીડા જયાની વાતોમાં છલકાય છે. છેવટે જિંદગી જયાને પોતાના સપના પૂરા કરવાનો એક મોકો આપે છે. તે કબડ્ડીના મેદાનમાં ફરીથી પંગો લેવા ઈચ્છે છે. 7 વર્ષો બાદ 32 વર્ષની ઉંમરે જયા કબડ્ડીમાં કમબેક કરવાની પૂરી તૈયારી કરે છે. આ સફરમાં તેના પતિ પ્રશાંત (જસ્સી ગિલ) અને દીકરો (યજ્ઞ ભસીન)નો પૂરો સાથ છે. પરિવારનો સાથ જયાને વધુ હિંમત આપે છે. આ હિંમત સાથે શું જયા પોતાના અધૂરા સપના પૂરા કરી શકશે? આ જ છે પંગાની કહાની.

અભિનય

અભિનય

એક કબડ્ડી ખેલાડી અને મધ્યમ વર્ગીય નોકરિયાત ગૃહિણીની ભૂમિકામાં કંગના રનોત ખૂબ જ દમદાર લાગી રહી છે. પોતાની ભૂમિકાથી દરેક નાની નાની પળોને કંગનાએ ખાસ બનાવી દીધી છે. જયાના દરેક ભાવ, દરેક વિચાર સાથે તમે પોતાને જોડાયેલા અનુભવશો. વળી,એક સપોર્ટીવ પતિની ભૂમિકામાં જસ્સી ગિલ શ્રેષ્ઠ લાગે છે અને 7 વર્ષીય દીકરાની ભૂમિકામાં યજ્ઞ ભસીન જ્યારે પણ સ્ક્રીન પર આવ્યો દિલ જીતી લીધુ. યજ્ઞ ભસીનના અમુક શાનદાર ડાયલૉગ છે, જે તેણે ખૂબ ઈમાનદારીથી નિભાવ્યા છે. ઋચા ચઢ્ઢાએ મીનૂની ભૂમિકા સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે. કંગના રનોત અને ઋચા ચઢ્ઢા વચ્ચે ઘણા મહત્વના દ્રશ્ય છે અને બંને કલાકારો વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળી છે. સહાયક ભૂમિકામાં નીના ગુપ્તા યાદ રહી જાય છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

'નિલ બટે સન્નાટા' અને 'બરેલી કી બર્ફી' જેવી ફિલ્મોનુ દિગ્દર્શન કરી ચૂકેલા અશ્વિની ઐય્યર તિવારી જિંદગીની સુંદરતાને બતાવવા માટે જાણીતા છે. પંગામાં તેમણે બે શબ્દો પસંદ કર્યા - મા અને સપના... અને આની આસપાસ કહાની વણી. કહાની ખૂબ જ સુંદર રીતે કહેવામાં આવી છે જેથી તે સીધી દિલને સ્પર્શી જાય છે. દિગ્દર્શકે નાની નાની પળો અને સંબંધોને પૂરી સચ્ચાઈ સાથે રજૂ કર્યા છે. ભલે તે પતિ-પત્નીનો સંબંધ હોય, મા-દીકરાનો, પિતા-પુત્રનો કે પછી બે દોસ્તોનો. વળી, માના સપના સાથે કબડ્ડી જેવી રમતને જોડી દેવાથી વિષય વધુ દમદાર બની ગયો. ફિલ્મના ફર્સ્ટ હાફમાં ક્યાંક ક્યાંક લાગે છે કે કહાની ખેંચાઈ રહી છે પરંતુ બીજા હાફમાં તમે ભાવનાઓમાં ડૂબેલા અનુભવો છો. દિગ્દર્શકે કબડ્ડીના થ્રિલને પણ જાળવી રાખ્યુ છે.

ટેકનિકલ પાસુ

ટેકનિકલ પાસુ

‘જ્યારે વ્યક્તિનો સમય બદલાય છે ને, તો આસપાસના લોકોનુ વલણ પણ બદલાઈ જાય છે...' દિગ્દર્શન ઉપરાંત ફિલ્મુ સૌથી સશક્ત પાસુ છે.. તે છે સંવાદ, કે જે નિતેશ તિવારીએ લખ્યા છે. ફિલ્મ તમને જબરદસ્તીથી ઈમોશનલ કરવાની કોશિશ નથી કરતી. પરંતુ હસતા હસતા ઘણી વાતોનો અનુભવ કરાવશે. જય પટેલની સિનેમેટોગ્રાફી ફિલ્મને સુંદર બનાવે છે, વળી ચુસ્ત એડિટિંગ માટે બલ્લુ સલૂજાની પ્રશંસા થવી જોઈએ.

સંગીત

સંગીત

ફિલ્મનુ સંગીત આપ્યુ છે શંકર - અહેસાન - લૉયે અને ગીતો લખ્યા છે જાવેદ અખ્તરે. ફિલ્મના ગીતો કહાની સાથે સાથે જ ચાલે છે અને ભાવાનાત્મક સ્તરને મજબૂત પણ બનાવે છે પરંતુ લાંબા સમય સુધી યાદ નથી રહેતા.

જોવી કે ન જોવી

જોવી કે ન જોવી

જરૂર જોવી અને આખા પરિવાર સાથે જઈને જોવી. અશ્વિની ઐય્યર તિવારીની આ ફિલ્મ સપના પૂરા કરવા માટે પ્રોત્સાહન આપે છે. પરિવાર, દોસ્ત અને સમાજનુ એક સકારાત્મક પાસુ સામે રાખે છે, જે જરૂર જોવુ જોઈએ. વનઈન્ડિયા તરફથી ‘પંગા'ને 4 સ્ટાર.

આ પણ વાંચોઃ Film Review સ્ટ્રીટ ડાંસર: ડાંસ જબરદસ્ત, કહાની બકવાસઆ પણ વાંચોઃ Film Review સ્ટ્રીટ ડાંસર: ડાંસ જબરદસ્ત, કહાની બકવાસ

English summary
Kangana Ranaut starring Panga strikes the right chord of emotions and offer thrills of a sports drama too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X