For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : રેખાની ચૂકી ગયા હોવ તો જોઈ નાંખો સોનમની ‘ખૂબસૂરત’!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ખૂબસૂરત
નિર્માતા : રિયા કપૂર, અનિલ કપૂર, સિદ્ધાર્થ રૉય કપૂર
દિગ્દર્શક : શશાંક ઘોષ
કલાકાર : સોનમ કપૂર, ફવાદ ખાન, કિરણ ખેર, રત્ના પાઠક
સંગીત : સ્નેહા ખાનવલકર
રેટિંગ : ***

સારે નિયમ તોડ દો... નિયમ સે ચલના છોડ દો... ઇનકલાબ જિંદાબાદ... ઇનકલાબ જિંદાબાદા... કંઇક આવી જ પંક્તિઓ ગણગણાવતાં અમે ખૂબસૂરત ફિલ્મ જોવા થિયેટરે પહોંચ્યાં, પણ સાચુ કહીએ તો જેવું ફિલ્મનું પહેલુ સીન સામે આવ્યું અને સોનમ કપૂર દેખાયાં કે પછી તો રેખાની ખૂબસૂરતનો ખ્યાલ સુદ્ધા ન આવ્યો. કોઈ પણ બાબતમાં શશાંક ઘોષની ખૂબસૂરત રેખાની ખૂબસૂરતની નજીક નથી.

ખૂબસૂરતને ડિઝ્નીના બાળકોના એક રાજકુમાર-રાજકુમારીની વાર્તા ધરાવતી ફિલ્મ કહેવી વધુ યોગ્ય ગણાશે. ફિલ્મમાં એક પ્રિંસ છે વિક્રમ રાઠોડ (ફવાદ ખાન) કે જેમને હસતા નથી આવડતું અને જેઓ બહુ માપી-તોલીને શબ્દ પ્રયોગો કરે છે. બીજી બાજુ છે મિલી ચક્રવર્તી (સોનમ કપૂર) કે જે બોલવાનું ચાલુ કરે, તો તેને ચુપ કરાવવી અશક્ય થઈ પડે છે. પ્રિંસ અને મિલીની મુલાકાત, ઝગડો, ફરી પ્રેમ અને પછી ફિલ્મનું હૅપ્પી એન્ડિંગ. ડિઝ્નીની ફિલ્મોમાં આવુ જ થતું હોય છે.

ખૂબસૂરત ફિલ્મની વાર્તા પણ કંઇક એવી જ છે કે જે વહાલી અને હસાવનારી છે. ફિલ્મમાં એડલ્ટ સીન્સના નામે બે-ત્રણ કિસિંગ સીન્સ છે અને તે પણ માત્ર બૅકગાઉંડ સાઉંડ વડે જ શૂટ કરાયાં છે. ફિલ્મ જોતી વખતે કોઈ પણ દૃશ્યમાં દર્શકો ઇમોશનલ નહીં થાય. આ એક કૉમેડી ફિલ્મ છે કે દર્શકોને માત્ર હસાવશે જ.

ચાલો તસવીરો સાથે કરીએ ખૂબસૂરતની સમીક્ષા :

વાર્તા

વાર્તા

ખૂબસૂરતની વાર્તા બહુ ખાસ નથી. જોકે રેખાની ખૂબસૂરતની વાર્તા પણ ખૂબ જ સાધારણ હતી, પણ ફિલ્મના પાત્રો અને ફિલ્મને શૂટ કરવાનો અંદાજ એટલો શાનદાર હતો કે તે ફિલ્મ આજે પણ દર્શકોના હૃદયમાં વસેલી છે, પરંતુ સોનમની ખૂબસૂરતની વાર્તા સાધારણ હોવાની સાથે-સાથે પાત્રો અને અભિનય પણ સાધારણ જ છે.

અભિનય

અભિનય

અભિનયની વાત કરીએ, તો સોનમ કપૂર અને ફવાદ ખાને સારો અભિનય કર્યો છે, પરંતુ તે બંનેના માતાઓના રોલમાં રત્ના પાઠક તથા કિરણ ખેર પણ બહેતરીન રહ્યા છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમે ફિલ્મમાં એક ચુલબુલી છોકરીનો રોલ કર્યો છે. ફિલ્મમાં તેઓ પોતાના અભિનય કરતાં પોતાના કપડાં અને ફૅશનના પગલે વધુ ઇમ્પ્રેસ કરતા દેખાયાં છે. તેમના અભિનયમાં કંઇ ખાસ ઇમ્પ્રેસિવ નહોતું.

ફવાદ ખાન

ફવાદ ખાન

પ્રિંસના રોલમાં ફવાદ ખાન જામે છે. ખુદા કે લિયે જેવી ફિલ્મ અને અનેક પાકિસ્તાની ટીવી સીરિયલોમાં ગંભીર પાત્રો ભજવનાર ખૂબસૂરતમાં પણ ખૂબ ગંભીર અને સીરિયસ દેખાયા છે. જોકે તેમનું પાત્ર પણ કંઇક આવુ જ હતું કે તેઓ અકારણે હસી નહોતા શકતાં.

રત્ના પાઠક

રત્ના પાઠક

રત્ના પાઠકના માતા દીના પાઠકે વર્ષો પહેલા રેખાની ખૂબસૂરતમાં જે રોલ કર્યો હતો, તે જ રોલ રત્ના પાઠકે સોનમની ખૂબસૂરતમાં કર્યો છે. તેમાં કોઈ બેમત નથી કે આ રોલ રત્ના જ સારી રીતે કરી શકતા હતાં, પરંતુ તેમને થોડુંક વધુ સ્પેસ આપવાની જરૂર હતી.

કિરણ ખેર

કિરણ ખેર

કિરણ ખેર પોતાના કૉમેડી ટાઇમિંગ માટે તો જાણીતા છે જ, હવે સોનમના માતા તરીકે પણ તેમણે ખૂબ હસાવ્યા છે. દરેક સીનમાં કિરણે જાન નાંખ્યો છે.

સંગીત

સંગીત

ખૂબસૂરત ફિલ્મનું સંગીત બહેતરીન છે. ફિલ્મના ગીતોને વધુ પ્રમોટ નથી કરાયાં, પરંતુ ગીતો જાવામાં ગમે છે.

જોવી કે કેમ?

જોવી કે કેમ?

ખૂબસૂરત ફિલ્મ એક કમ્પ્લીટ ડિઝ્ની ટાઇપ ફિલ્મ છે. ફિલ્મના લોકેશન્સ સુંર છે અને કૉમેડી પણ સારી છે. જોકે ખૂબસૂરતમાં એવું કંઇ જ નથી કે જે થિયેટર છોડ્યા બાદ યાદ રહી જાય, પણ બે-અઢી કલાક હસાવે છે જરૂર. ફિલ્મનો પહેલો ભાગ થોડોક કંટાળાજનક છે, પણ બીજા ભાગમાં સારૂ પિક-અપ અપાયું છે. સરવાળે વીકેંડે આ ફિલ્મ પરિવાર સાથે જોઈ શકાય છે.

જુઓ ઐશ્વર્યા રાયની South Indian ફિલ્મો

જુઓ ઐશ્વર્યા રાયની South Indian ફિલ્મો

જુઓ ઐશ્વર્યા રાયની South Indian ફિલ્મો

English summary
Khoobsurat is a movie that will keep you smiling fro 2 and half hour. Sonam kapoor and Fawad Khans Khoobsurat is simple, sweet and Disney world kind of a movie that has Prince and his Princess love story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X