Review: થોડી નરમ થોડી ગરમ છે સની લિયોનીની મસ્તીજાદે
સની લિયોની, તુષાર કપૂર અને વીર દાસ સ્ટારર સેક્સ કોમેડી ફિલ્મ મસ્તીજાદે આજે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલિઝ થઇ ચૂકી છે. નોંધનીય છે કે આ ફિલ્મની રિલિઝ ક્યા કૂલ હૈ હમ 3 સાથે થવાની હતી પણ તે હરિફાઇને જોતા તેમણે આ ફિલ્મની તારીખો બદલી હતી. વળી સેન્સર બોર્ડ પણ આ ફિલ્મ ક્યાં સુધી અટકાવીને રાખી હતી.
મિલાપ ઝવેરીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ મસ્તીજાદેની વાત કરીએ તો પહેલી વાર આ ફિલ્મમાં સની લિયોની ડબલ રોલમાં છે. લેલા અને લીલી. જેમાં એક છે સીધી સાદી તો એક છે હોટ ગર્લ. જેમના પ્રેમીઓની ભૂમિકામાં છે તુષાર કપૂર અને વીર દાસ. તો આ ફિલ્મમાં રિતેશ દેશમુખ પણ કેમિયો કર્યો છે. અને ગોહર ખાને એક આઇટમ સોંગ કર્યું છે.
સ્ટોરી
ફિલ્મ બે યુવકો પર આધારીત છે. સન્ની કેલે (તુષાર કપૂર) અને આદિત્ય છોટિયા (વીર દાસ). જેમને લૈલા લેલે અને લિલી લેલેથી પ્રેમ થઇ જાય છે. જે જુડવા બહેનો છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે લીલીની સગાઇ કોઇ બીજા સાથે થઇ જાય છે. ત્યારે આ બન્ને યુવકોને આ જુડવા બહેનોનો પ્રેમ મળે છે નહીં તે માટે તો તમારે સિનેમાઘર જવું જ રહ્યું.
એક્ટિંગ
એક્ટિંગની વાત કરીએ તો જો તમે સની લિયોનીના ફેન છો તો તમને આ ફિલ્મમાં મળશે ડબલ ટ્રીટ. સની લિયોની તમને નિરાશ બિલકુલ પણ નહીં કરે. જો કે તુષાર અને વીર દાસ પર કંઇ પણ કહેવાનું રહેવા જ દઇએ તો સારું છે.
નિર્દેશન
નિર્દેશનની વાત કરીએ તો ફિલ્મ ખૂબ જ નબળી છે. તેજ રીપીટેડ ડાયલોગ, ના ડાયરેક્ટરે સારી એક્ટિંગ કરાવી તો એક્ટરોએ સારી એક્ટિંગ કરી. વળી સ્ટોરીના સેકન્ડ હાફમાં તમે કંટાળી જશો.
શું દેખવું
ભાઇ આ ફિલ્મમાં ના સ્ટોરી, ના એક્ટિંગ ના ડાગલોગ ના કંઇ જોવા જેવું છે જો કંઇ જોવા જેવું છે તો તે છે સની લિયોની આ ફિલ્મ સની લિયોની પર શરૂ થઇને સની લિયોની પર પતી જાય છે.
શું કામ ના દેખવી
આ લિસ્ટ થોડું લાંબુ છે. આ ફિલ્મમાં તેમને લાગશે કે અનેક સીનો જૂની સેક્સ કોમેડી ફિલ્મોનું રિવિઝન છે. ફિલ્મમાં ના તો કોઇ કોમેડી છે ના સ્ટોરી ના મ્યૂઝિક.