• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિકી વાયરસ રિવ્યૂ : માત્ર બૅંક ઍકાઉંટ નહીં, જિંદગી પણ હૅક થાય છે અહીં!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : મિકી વાયરસ
દિગ્દર્શક : સૌરભ વર્મા
નિર્માતા : અરુણ રંગચારી, વિવેક રંગચારી
કલાકારો : મનીષ પૉલ, એલી અવરમ, વરુણ વડોલા, મનીષ ચૌધરી
સ્ટાર્સ : **

મનીષ પૉલ તથા એલી અવરમની ફિલ્મ મિકી વાયરસ આજે બૉક્સ ઑફિસે રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા કેટલાંક સૉફ્ટવૅર હૅકર્સ પર આધારિત છે કે જેઓ પૈસા માટે કોઈ પણ હદે જાય છે. અહીં સુધી કે કોઈનો જાન પણ લેવામાં નથી ખચકાતા. પોલીસ પણ આવા હૅકર્સને પકડવા માટે એક હૅકરની મદદ લે છે, પણ આ તમામ વાતો વચ્ચે ઘણા બધા લૂપ હોલ્સ છે.

જોકે ફિલ્મની વાર્તા બહુ જ જુદી અને ઘણા રિસર્ચ બાદ લખાઈ છે અને ફિલ્મમાં તમામ કૉમેડની પંચ પણ છે, પરંતુ સીરિયસ નોટ પર ફિલ્મ એટલી બધી ઇમ્પ્રેસિવ નથી કે ઑડિયંસ ઉપર પોતાની છાપ છોડી શકે. મનીષ પૉલની એક્ટિંગ બહુ ઇમ્પ્રેસિવ છે. એલીનું સ્કીન ઍપીરિયંસ ચોક્કસ થોડુંક નિરાશાજનક છે, પણ ઓવર ઑલ મિકી વાયરસ ફિલ્મ ઇંટરવલ પછી ઘણી એંટરટેનિંગ છે.

મિકી વાયરસના નેગેટિવ પૉઇંટ્સ જોઇએ તો ફિલ્મના ગીતોમાં દમ નથી. સંગીત સારૂં છે અને જ્યારે થિયેટરમાં ગીત વાગે છે, તો દર્શકોનું ધ્યાન સ્ક્રીન પર જ રહે છે, પણ આમ છતાં ગીતો એવા નથી કે જેને લોકો થિયેટરની બહાર આવીને પણ ગણગણે. મનીષ પૉલે પોતાના તરફથી પુરતી કોશિશ કરી છે દર્શકોને જકડી રાખવાની, પણ ક્યાંકને ક્યાંક તેઓ જરાકમોનોટોનસ થઈ જાય છે કે જેથી દર્શકો કંટાળી જાય છે. એલી અવરમનું સ્કીન ઍપીરિયંસ બહુ સારૂ નથી. જોકે તેમના ચહેરાને સ્ક્રીન ઉપર બહેતર રીતે રજૂ કરવા માટે ઘણા સૉફ્ટવૅર યૂઝ કરાયા છે, પણ આમ છતાં એલીનો ચહેરો મોટી સ્ક્રીને ઘણો જુદો નજરે પડે છે.

મિકી વાયરસ ફિલ્મને ભલે શરુઆત સારી ન મળે, પણ ફિલ્મ એટલી મનોરંજક તો છે જ કે પોતાની પડતર પાછી મેળવી શકે. ફિલ્મમાં ક્યાંકને ક્યાંક મનીષ પૉલ આયુષ્માન ખુરાનાની નકલ કરતા હોય તેવુ લાગ્યું. ઉપરાંત જેટલી સરળતાથી હૅકર્સને ઝડપાતા દર્શાવાય છે, તે જોઈને વિશ્વાસ નથી થતો કે આવું પણ થઈ શકે છે.

તસવીરો સાથે જુઓ ને જાણો વધુ વિગતો :

હૅકર્સનો આતંક, પોલીસ ત્રસ્ત

હૅકર્સનો આતંક, પોલીસ ત્રસ્ત

મિકી વાયરસ ફિલ્મમાં દિલ્હી શહેરમાં સૉફ્ટવૅર હૅકર્સની વાર્તા દર્શાવાઈ છે. દિલ્હીમાં કેટલાંક હૅકર્સે મળી એક ગૅંગ બનાવી છે કે જે હૅકર્સને વિદેશમાંથી બોલાવી મારી રહી છે, પણ પોલીસને તેની જાણ નથી થતી કે આખરે આ લોકો વિદેશી હૅકર્સને કેમ બુલાવે છે.

હૅકર્સનું મોત એક રહસ્ય

હૅકર્સનું મોત એક રહસ્ય

વિદેશોમાંથી આવતા તમામ હૅકર્સ એક-એક કરીને મારી નંખાય છે. પોલીસને ખબર નથી પડતી કે કોણ આ હૅકર્સને ઇન્ડિયા બોલાવી મારી રહ્યું છે. તેથી પોલીસ એક હૅકરની મદદ લઈ આ કેસના ઉંડાણ સુધી પહોંચવા માંગે છે.

મિકી-પોલીસની સાંઠગાંઠ

મિકી-પોલીસની સાંઠગાંઠ

એસીપી સિદ્ધાર્થ તથા ઇંસ્પેક્ટર ભલ્લા મળી મિકી વાયરસ સુધી પહોંચે છે કે જે એક બહુ મોટો હૅકર છે અને તેની અંદર દિલ્હીની મસ્તી ભરેલી છે. મિકી પહેલા તો પોલીસને ઇનકાર કરી દે છે, પણ પછી સંમત થઈ જાય છે.

મિકી-કામાયનીની મુલાકાત

મિકી-કામાયનીની મુલાકાત

મિકીની એક પોતાની વેબસાઇટ છે કુંગ ફૂ ચમેલી. તેના વડે તે લોકોની મદદ કરે છે. તે લોકોની મદદ કરવા માટે વિવિધ પ્રકારની વેબસાઇટો હૅક કરે છે અને તેમનાંથી પૈસા લે છે. એક દિવસ મિકીની મુલાકાત કામાયની એટલે કે એલી અવરમ સાથે થાય છે.

મિકી-કામાયનીનો પ્રેમ

મિકી-કામાયનીનો પ્રેમ

મિકી કામાયનીને જોઈ પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડી જાય છે. કામાયની પણ મિકીને અહેાસ કરાવે છે કે તે પણ મિકીને પ્રેમ કરે છે. કામાયનીની મદદ સાથે મિકી પોલીસની પણ મદદ કરે છે અને તે ગૅંગને ઝડપાવવાની કોશિશ કરે છે કે જે વિદેશી હૅકર્સને મારી રહી છે.

કામાયનીએ કર્યો દગો

કામાયનીએ કર્યો દગો

મિકીને લાગે છે કે કામાયની તેનાથી પ્રેમ કરે છે. એક દિવસ કામાયનીની મદદ કરવાના ચક્કરમાં મિકી એક બૅંકની સાઇટ હૅક કરી 99 કરોડ રુપિયા બીજા ઍકાઉંટમાં ટ્રાંસફર કરી દે છે. બીજા જ દિવસે તેને જાણ થાય છે કે કોઇક રાજાના બૅંક ઍકાઉંટમાંથી 90 કરોડ રુપિયા હૅક કરી તે જ હૅકર્સની ગૅંગને પૈસા અપાયા છે. મિકીને સમજાઈ જાય છે કે કામાયનીએ તેનો યૂઝ કર્યો છે.

કામાયનીની હત્યા

કામાયનીની હત્યા

મિકીને બીજા જ દિવસે પોલીસ ઇંસ્પેક્ટર ભલ્લા કામાયનીના ઘરે લઈ જાય છે કે જ્યાં મિકીને જાણ થાય છે કે કામાયનીનું ખૂન થઈ ચુક્યુ છે અને આ ખૂન પાછલ તે જ ગૅંગનો હાથ છે. મિકીનો જાન પણ આ મર્ડર અને ચોરીના કેસમાં ફસાઈ જાય છે.

મિકીને જાણ થાય છે રહસ્ય

મિકીને જાણ થાય છે રહસ્ય

મિકી ધીમે-ધીમે કામાયનીના મર્ડર તથા સાથે જ 90 કરોડ રુપિયાની ચોરી પાછળના માસ્ટર માઇંડની શોધ કરે છે અંતે તેના હાથે તે તમામ સબૂત લાગે છે કે જેથી ખુલાસો થાય છે કે કામાયનીના મોત પાછળ કોણ છે અને સાથે જ આ તમામ હૅકર્સ કોણ છે. મિકીને જ્યારે જાણ થાય છે, ત્યારે તે શૉક્ડ રહી જાય છે.

English summary
Micky Virus movie, starring Manish Paul and Elli Avram, revolves around the story of a computer hacker who turns out to help the cops crack the case of hacking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X