• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Movie Review: થિયેટર્સમાં ‘અફરાતફરી’ મચશે કે નહીં ? વાંચો કેવી છે ફિલ્મ ?

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા ડિરેક્ટર્સ કંઈક નવું ટ્રાય કરી રહ્યા છે. ત્યારે હવે પહેલીવાર એક હૉરર કોમેડી ગુજરાતી ફિલ્મ ‘અફરા તફરી’ શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા બહુ સિમ્પલ છે.
|
Google Oneindia Gujarati News
Rating:
3.0/5

ડિરેક્ટર: વિરલ રાવ

કાસ્ટ: મિત્ર ગઢવી, ચેતન દૈયા, ખુશી શાહ, સ્મિત પંડ્યા, રાગી જાની, પ્રશાંત બારોટ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા ડિરેક્ટર્સ કંઈક નવું ટ્રાય કરી રહ્યા છે. ત્યારે હવે પહેલીવાર એક હૉરર કોમેડી ગુજરાતી ફિલ્મ 'અફરા તફરી’ શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા બહુ સિમ્પલ છે. એક દાદાને પોતાની પૌત્રીના લગ્ન કરાવવા છે, અને આ માટે તે નાટક કરે છે. આ ઘડિયા લગ્ન માટે જે ભાગભાગી શરૂ થાય છે, તેને કારણે આખા ગામમાં 'અફરા તફરી’ મચે છે. વચ્ચે ખજાનાની વાત પણ આવે છે.

ક્યારેક ડરાવશે, ક્યારેક હસાવશે !

ક્યારેક ડરાવશે, ક્યારેક હસાવશે !

ફિલ્મની સ્ટાર્ટિંગ સિકવન્સ મસ્ત છે. ખરેખર ફિલ્મ શરૂ થતા જ થોડોક ડર તો મનમાં બેસી જ જાય છે. જો કે વચ્ચે પાછી હોરરવાળી વાત ગાયબ થઈને ફિલ્મ કોમેડીના હાઈવે પર પૂરપાટ ભાગે છે., ફિલ્મની સ્ટોરીમાં થોડા ઘણા વીક પોઈન્ટ્સ છે. એક તો ચાર ચોરની એન્ટ્રી શા માટે થાય છે એ સમજાતુ નથી. વળી ખજાનો તો ફિલ્મ પૂરી થતા થતા ખોવાઈ જાય છે. ફર્સ્ટ હાફમાં સ્મિત પંડ્યાની એન્ટ્રી સમયે ફિલ્મ થોડી ખેંચાય છે. સેકન્ડ હાફમાં પણ અમુક સીન્સ ટૂંકા હોત તો વધુ જામત. પણ મજાની વાત એ છે કે ફિલ્મ એટલુ હસાવશે કે તમે આ બધા જ સવાલો ભૂલી જશો. પ્રિયદર્શન અને રોહિત શેટ્ટી સ્ટાઈલ કોમેડી ફિલ્મ તમને પેટ પકડીને હસવા મજબૂર કરશે.

ડાઈલોગ્સ તો ‘કિડનીમાં કાણું પાડશે!’

આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે એના ડાઈલોગ્સ અને સ્ક્રીનપ્લે. વનલાઈનર્સ એટલા મસ્ત છે કે થિયેટર્સની બહાર નીકળીને પણ તમને યાદ રહી જશે. ‘મુ બાધાનો સુ' જેવા વનલાઈનર્સમાં તમે તાળીઓ પાડીને હસશો. મસ્ત વાત એ છે કે ફિલ્મના ડાઈલોગ્સ જાણીતા એક્ટર જયેશ મોરે અને હેમિન ત્રિવેદીએ લખ્યા છે. અને બંને હસાવવામાં 100 ટકા સફળ થયા છે.

એક્ટિંગ છે મસ્ત

એક્ટિંગ છે મસ્ત

ફિલ્મની સ્ટોરીમાં ભલે થોડા ગોટાળા હોય, પણ એક્ટર્સે આખી ફિલ્મ ઉંચકી લીધી છે. રાગી જાની, પ્રશાંત બારોટ, સ્મિત પંડ્યા, મિત્ર ગઢવી આ તમામ એક્ટર્સનો કોમિક ટાઈમિંગ શાનદાર છે. ફિલ્મમાં રાગી જાનીના પત્નીનો રોલ કરી રહેલા એક્ટ્રેસ જાગૃતિ ગોસ્વામી પણ તમને યાદ રહી જશે. RJ હર્ષિલને ખાસ કંઈક કરવાનું ભાગે આવ્યુ નથી. સીન્સ મળ્યા છે, પણ ઈમ્પેક્ટફુલ નથી. આ ફિલ્મના ધોની છે એક્ટર ચેતન ધૈયા. ચેતન ધૈયા ફિલ્મની શરૂઆતથી અંત સુધી સ્ક્રીન પર છવાયેલા રહે છે, જ્યારે જ્યારે એમનું પાત્ર દેખાય ત્યારે હસ્યા વિના ન રહી શકો. તો સ્મિત પંડ્યા પણ પોતાની સ્ટાઈલની કોમેડીથી મજા કરાવે છે.

સરવાળે કહીએ તો ફિલ્મ જોવાલાયક તો છે જ. ફેમિલિ ફિલ્મ છે, પરિવાર સાથે જોઈ શક્શો. પહેલા કહ્યું એમ પ્રિયદર્શન અને રોહિત શેટ્ટી સ્ટાઈલ કોમેડી ફિલ્મ છે. સવા બે કલાક તમે બીજુ બધુ ભૂલીને ખડખડાટ હસશો. એટલે વીક એન્ડમાં એકવાર તો જોઈ જ નાખવી જોઈએ.

આ પણ વાંચો: મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના હોટ ફોટો - વીડિયો વાયરલ, તમે પણ જોવો

English summary
movie review of gujarati film afraa taffri starrer smit pandya ragi jani chetan daiya prashant barot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X