#MovieReview: ઓકે જાનુમાં આદિત્ય-શ્રદ્ધાની કેમેસ્ટ્રિ છે હિટ!

આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની રોમેન્ટિક ફિલ્મ 'ઓકે જાનુ' આજે રિલિઝ થઇ ચૂકી છે. ફિલ્મની વાર્તામાં કંઇ નવું નથી, છતાં આદિત્ય-શ્રદ્ધાની કેમેસ્ટ્રિ હિટ છે.

'ઓકે જાનુ'નો પહેલો શો શરૂ થઇ ચૂક્યો છે. આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની રોમેન્ટિક ફિલ્મ 'ઓકે જાનુ'માં આ બંન્ને જાનુની કેમેસ્ટ્રિ જોવા માટે લોકો આતુર છે. આ એક યંગ જનરેશનની ક્યૂટ લવ સ્ટોરી છે. શાદ અલીની આ ફિલ્મ મણિરત્નમની સુપરહિટ તમિલ ફિલ્મ 'ઓકે કન્માની'ની રિમેક છે.

ડિરેક્ટર શાદ અલીએ વર્ષ 2002માં બનાવેલી તે સમયની કન્ટેમ્પરરિ રોમેન્ટિક ફિલ્મ સાથિયા સુપરહિટ રહી હતી, સાથિયામાં એ.આર.રહેમાને આપેલું સંગતી પણ હિટ રહ્યું હતું. આથી સિને રસિકોને આ ફિલ્મ પાસેથી વધુ આશા છે. આ ફિલ્મમાં પણ એ.આર.રહેમાને સંગીત આપ્યું છે.

પહેલા જ સિનથી હિટ છે આદિત્ય રોય કપૂર

પહેલા જ સિનથી હિટ છે આદિત્ય રોય કપૂર

શ્રદ્ધા કપૂરની એક્ટિંગના લોકો પહેલીથી જ ફેન છે, પરંતુ આ ફિલ્મનું સરપ્રાઇઝ ફેક્ટર છે આદિત્ય રોય કપૂર. પહેલા જ સિનથી આદિત્ય રોય કપૂર પડદા પર છવાઇ જાય છે. તેની એક્ટિંગ એકદમ સહજ છે, તે આ ફિલ્મમાં શ્રદ્ધાના બરાબર ટક્કર આપે છે.

પ્લોટ

પ્લોટ

ફિલ્મના પ્લોટમાં કંઇ ખાસ નવું નથી. આ લિવ-ઇનમાં રહેતા કરિયર ઓરિએન્ટેડ કપલ તારા અને આદિની સ્ટોરી છે. તારા(શ્રદ્ધા કપૂર)ને આર્કિટેક્ચર ભણવા પેરિસ જવું છે, તો આદિ(આદિત્ય રોય કપૂર)ને યુએસ જવું છે, માર્ક ઝુકેરબર્ગને કોમ્પિટિશન આપવા. તેમના આ સપના પૂરા થાય ત્યાં સુધી તેઓ મુંબઇમાં એકબીજાની સાથે રહેવા માંગે છે. એકદમ સમજી-વિચારીને સમયસર છૂટા પડવાના લીધેલા નિર્ણય પર જ્યારે અમલ કરવાનો સમય આવે છે, ત્યારે બંન્નેની રિલેશનશિપ અલગ વળાંક લે છે. તેઓ એકબીજાથી છૂટા પડવા નથી માંગતા, પરંતુ આ વાત સામે કહી પણ નથી શકતા. કન્ટેમ્પરરી લવસ્ટોરીના કોન્સેપ્ટમાં ફિટ બેસતી આ મોર્ડન વાર્તા છે.

કેમેસ્ટ્રિ હિટ

કેમેસ્ટ્રિ હિટ

કન્ફ્યૂઝ્ડ રિલેશનશિપની વાર્તા કહેતી અનેક ફિલ્મો આવી ચૂકી છે, આથી દર્શકોને ફિલ્મની વાર્તા કેટલેક અંશે પ્રેડિક્ટેબલ લાગી શકે છે. પરંતુ આદિત્ય અને શ્રદ્ધાની કેમેસ્ટ્રિ હિટ છે. ફિલ્મ જોવા ગયેલા દર્શકો બોર નહીં થાય. ઇમોશન, ડ્રામા, રોમાન્સનું પરફેક્ટ કોમ્બિનેશન આ ફિલ્મમાં છે.

મ્યૂઝિક તો પહેલેથી જ હિટ છે

મ્યૂઝિક તો પહેલેથી જ હિટ છે

ફિલ્મના મ્યૂઝિક ડિરેક્ટર એ.આર.રહેમાન છે અને તેમની ધૂને પહેલેથી યુવાના હ્રદયના તાર ઝણઝણાવી દીધા છે. ફિલ્મની ખરી USP તેનું મ્યૂઝિક જ છે. ફિલ્મનું સોન્ગ હમ્મા-હમ્મા પહેલેથી જ સુપરહિટ થઇ ચૂક્યું છે. ફિલ્મના અન્ય ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ દર્શકોને ચોક્કસ પસંદ પડશે. જો કે, ફિલ્મના ફર્સ્ટ હાફમાં જે રીતે આ ગીત નાંખવામાં આવ્યું છે, તે જરા અટપટું છે. વાર્તામાં વચ્ચેથી કારણ વગર આ ગીત ઉમેરવામાં આવ્યું હોય એમ લાગે છે.

નસીરૂદ્દીન શાહ

નસીરૂદ્દીન શાહ

ફિલ્મની બીજી એક ખાસ વાત છે, નસીરૂદ્દીન શાહ. ઘણા લાંબા સમય બાદ નસીરૂદ્દીન શાહ ફિલ્મમાં જોવા મળી રહ્યાં છે અને હંમેશની જેમ તેમની એક્ટિંગ ખૂબ જ પ્રભાવશાળી છે. લિવ-ઇન રિલેશનશિપને આજના વડીલો કઇ રીતે જુએ છે તે અહીં રમૂજી રીતે દર્શાવવામાં આવ્યું છે અને નસીરૂદ્દીન શાહે એવા વડીલ તરીકેના પાત્રમાં જીવ રેડ્યો છે.

ક્યૂટ લવ સ્ટોરી

ક્યૂટ લવ સ્ટોરી

ફિલ્મ ઓવર ઓલ ઘણી સારી છે. એક ક્યૂટ રોમેન્ટિક લવસ્ટોરી જોવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે. વાર્તા ભલે રિફ્રેશિંગ નથી, પરંતુ એન્ટરટેઇનિંગ ચોક્કસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X