For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ લાઇફ ઑફ પાઇનો રિવ્યૂ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 નવેમ્બર : આજે હૉલીવુડની બે મોટી ફિલ્મો ટ્વિલાઇટ સાગાનો છેલ્લો ભાગ બ્રેકિંગ ડાઉન પાર્ટ 2 તથા ઑસ્કાર વિજેતા દિગ્દર્શક ઍંગ લીની લાઇફ ઑફ પાઇ રિલીઝ થઈ. લાઇફ ઑફ પાઇ યેન માર્શલની ફૅન્ટેસી નૉવેલ પર આધારિત છે. ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા ઇરફાન ખાન તેમજ તબ્બુએ પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે. તબ્બુ તેમજ ઇરફાન આ અગાઉ ફિલ્મ મકબૂલ અને નેમસેકમાં સાથે કામ કરી ચુક્યાં છે. ઍંગ લીની ફિલ્મનો ભાગ હોવા અંગે તબ્બુ તેમજ ઇરફાન ખૂબ ખુશ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા દિલ્લી શહેરના 17 વર્ષીય છોકરા સૂરજ શર્માએ ભજવી છે.

પાણી અને પ્રાણીઓ વચ્ચે 227 દિવસ ગાળતો પાઇ
લાઇફ ઑફ પાઇ ફિલ્મ પાઇ નામના એક છોકરાની વાર્તા છે. પાઇ એક નૌકામાં બેસે છે. અધવચ્ચે તે નૌકા ડુબવા લાગે છે અને માત્ર બાઇ બચી જાય છે. તે લાઇફબોટ બેસે છે કે જ્યાં તેની મુલાકાત ઑરેંગટન, જેબ્રા તથા એક બંગાળ ટાઇગર રિચર્ડ પાર્કર સાથે થાય છે. આ ત્રણેય પ્રાણીઓ છે અને પાઇ આ તમામ સાથે પાણીમાં 227 દિવસ ગાળે છે. આ દિવસો દરમિયાન તે કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે તેની જ વાર્તા છે લાઇફ ઑફ પાઇ.

સૌથી મુશ્કેલ ફિલ્મ : લી
ઍંગ લીનું કહેવું છે કે લાઇફ ઑફ પાઇ ફિલ્મ તેની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ છે. લીએ જણાવ્યું - એ વાતમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મ મારા કૅરિયરની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ છે. આ ફિલ્મ પૂર્ણ થતા અડધું વર્ષ લાગ્યું. તેમાં 3000 ક્રૂ મેમ્બર્સની ટીમ હતી. ફિલ્મની વાર્તા સાથે લોકોને સતત બાંધી રાખવું ખૂબ જ મુશ્કેલ કામ હતું, કારણ કે આ ફિલ્મની વાર્તા માત્ર એક યંગ બૉય, એ લાઇફબોટ તેમજ કેટલાંક પ્રાણીઓ પર આધારિત છે. ઍંગ લીએ જણાવ્યું કે દિલ્હીના સૂરજ શર્મા ફિલ્મમાં પાઇના પાત્રમાં છે અને તબ્બુ તેમજ ઇરફાન ખાન ફિલ્મના ખૂબ જ મહત્વના પાત્રોમાં છે.

આવો આપને બતાવીએ લાઇફ ઑફ પાઇની એક ઝલક.

એકલો બચે છે પાઇ

એકલો બચે છે પાઇ

લાઇફ ઑફ પાઇ ફિલ્મ લેખક યેન માર્ળની ફૅન્ટેસી નૉવેલ પર આધારિત છે. આ નૉવેલમાં એક છોકરો છે પાઇ કે જે પોતાની નૌકા ડુબતાં એકલો બચી જાય છે અને પોતાને લાઇફબોટમાં કેટલાંક પ્રાણીઓ સાથે પામે છે.

સૂરજ છે પાઇ

સૂરજ છે પાઇ

દિલ્હીના સૂરજ શર્મા ફિલ્મમાં પાઇની ભૂમિકામાં છે. 17 વર્ષીય સૂરજે જણાવ્યું કે આ ફિલ્મમાં કામ કરવું તેના જીવનની સૌથી મોટી અને યાદગાર તક છે.

બંગાળ ટાઇગર

બંગાળ ટાઇગર

ફિલ્મમાં પાઇ સાથે લાઇફબોટમાં બંગાળ ટાઇગર પણ હોય છે કે જેનું નામ રિચર્ડ પાર્કર છે.

પાણીમાં પાઇના 227 દિવસ

પાણીમાં પાઇના 227 દિવસ

નૌકા ડુબ્યા બાદ લાઇફબોટમાં પ્રાણીઓ સાથે પાઇ પૂરા 227 દિવસો ગાળે છે.

ઇરફાન-તબ્બુનો મહત્વનો રોલ

ઇરફાન-તબ્બુનો મહત્વનો રોલ

ફિલ્મમાં બૉલીવુડ એક્ટર ઇરફાન ખાન તેમજ એક્ટ્રેસ તબ્બુએ પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે. તબ્બુ તથા ઇરફાન આ અગાઉ મકબૂલ અને નેમસેકમાં સાથે કામ કરી ચુક્યાં છે.

સૌથી મુશ્કેલ ફિલ્મ હતી : લી

સૌથી મુશ્કેલ ફિલ્મ હતી : લી

ઑસ્કાર વિજેતા દિગ્દર્શક ઍંગ લીનું કહેવું છે, "લાઇફ ઑફ પાઇ ફિલ્મ તેની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ છે. લીએ જણાવ્યું - એ વાતમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મ મારા કૅરિયરની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ છે."

બહેતરીન 3ડી ઇફેક્ટ

બહેતરીન 3ડી ઇફેક્ટ

ફિલ્મમાં બહેતરીન 3ડી ઇફેક્ટ અપાઈ છે. ફિલ્મ જોઈ આપ પણ પાઇની દુનિયામાં પહોંચી જશો અને પોતાની જાતને પાણીની દુનિયામાં અનુભવશો.

English summary
Life of pi directed by Ang Lee movie is a story of young man Pi who survives a disaster at sea and is hurtled in to an epic journey of adventure and discovery, while cast away, he forms an amazing and unexpected connection with another survivor, a fear some Bengal Tiger.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X