Pihu Movie Review: જોખમો વચ્ચે એકલી બાળકી, હચમચાવી દે તેવા સીન, જરૂર જુઓ ફિલ્મ

ફિલ્મમાં જે સીન ચાલી રહ્યા છે અને પીહુને જોખમોની આસપાસ જોઈને ઓડિયન્સ તરીકે તમારા પોતાના શ્વાસ થંભી ગયેલા લાગે છે.

એક મહિલા બેડ પર બેભાન પડી છે. ઘરમાં હાજ બે વર્ષની બાળકી પીહુ (માયરા વિશ્વકર્મા) એવુ માને છે કે તેની મમ્મી સૂઈ રહી છે અને પોતાનું ડેઈલી રૂટિન કરવાની જાતે જ કોશિશ કરવા લાગે છે. પીહુ પોતાની મમ્મીને જગાડવાની કોશિશ કરે છે, તેને ભૂખ લાગે છે તો તે જાતે જ માઈક્રોવેવ ઓન કરે છે અને પોતાને ફ્રિઝમાં લૉક કરી દે છે. ફિલ્મમાં આ બધા સીન ચાલી રહ્યા છે અને પીહુને જોખમોની આસપાસ જોઈને ઓડિયન્સ તરીકે તમારા પોતાના શ્વાસ થંભી ગયેલા લાગે છે.

કાળજુ મોઢામાં આવી જાય તેવા સીન્સ

કાળજુ મોઢામાં આવી જાય તેવા સીન્સ

વિનોદ કાપરીની પીહુ એક એવી ઉંચી બિલ્ડિંગની કહાની છે જ્યાં એક બે વર્ષની બાળકી ઘરમાં એકલી રહી જાય છે... ના કોઈ ફેમિલી મેમ્બર અને ના કોઈ સારસંભાળ લેનાર નોકરાણી. તે બે વર્ષની બાળકી જ્યારે કંઈ સમજી નથી શકતી તો નાસમજીમાં એવા એવા કામ કરવા લાગે છે કે ઓડિયન્સનું કાળજુ મોઢામાં આવી જાય છે. પીહુ જ્યારે દોસ્તોને મળવા માટે બાલ્કનીની રેલિંગ ક્રોસ કરવાની કોશિશ કરે છે તો જોનારાને પરસેવો છૂટી જાય છે. આ ફિલ્મમાં બતાવેલ એક-એક સીન દરેક પેરેન્ટ્સ માટે કોઈ ખરાબ સપના જેવો છે. આટલી નાની બાળકીની શાનદાર પર્ફોર્મન્સ જોઈને તમે ચોંકી જશો અને તેના માટે વિનોદ કાપરીને પ્રશંસા મળવી જોઈએ.

એક-એક સીનને ધીરજથી જોવો દરેકના ગજાની વાત નથી

એક-એક સીનને ધીરજથી જોવો દરેકના ગજાની વાત નથી

વળી, બીજી તરફ ફિલ્મમાં જેટલુ બતાવવામાં આવ્યુ છે તે બધુ આપણને પહેલેથી ટ્રેલરમાં જાણવા મળી ચૂક્યુ છે. જો કે અમુક શાનદાર સીન્સ ફિલ્મમાં જોવાલાયક છે. ફિલ્મ એક-એક સીનને ધીરજથી જોવો દરેકના ગજાની વાત નથી. જ્યાં નરેટીવ ઢીલો પડે છે કે રિપીટ થતો માલુમ પડે છે ત્યાં બે વર્ષની પીહુ પોતાની માસુમિયતથી સંભાળી લે છે.

ઓડિયન્સ માયરાને જોતી જ રહી જાય છે

ઓડિયન્સ માયરાને જોતી જ રહી જાય છે

આ ફિલ્મ દ્વારા માયરા વિશ્વકર્મા તરીકે ઓડિયન્સને એક એવી સ્ટાર મળે છે જે આટલી નાની ઉંમરમાં પણ શાનદાર પર્ફોર્મન્સથી એક-એક સીનમાં જીવ પરોવી દે છે. પહેલી ફ્રેમથી લઈને છેલ્લે સુધી માયરાને ઓડિયન્સ બસ જોતી જ રહી જાય છે અને ફિલ્મ ખતમ થયા બાદ પણ તેનો ચહેરો નથી ભૂલતા. માયરાના એક-એક ઈમોશસન હસવુ, રોવુ કે પછી વાતો કરવાના સીનને હજુ વધુ બહેતર બનાવી દે છે. વિનોદ કાપરીએ પણ શાનદાર રીતે ફિલ્મમાં ભયાનક સીન નાખ્યા છે. પોતાના નિર્દેશન દ્વારા ડાયરેક્ટ આજના સમય પર ન્યૂક્લિયર લાઈસ્ટાઈલ અને અર્બન રિલેશનશીપના સંઘર્ષને બારીકાઈથી જોવાની કોશિશ કરે છે. શાનદાર રીતે રચવામાં આ ફિલ્મ યોગ્ય મેસેજ આપવામાં અસફળ રહે છે.

ફિલ્મને 3 સ્ટાર

ફિલ્મને 3 સ્ટાર

ફિલ્મના સીનની ફ્રેમિંગ પણ ઠીક-ઠાક છે. વળી, એડિટિંગ પણ સારી છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મની થીમ સાથે સટીક બેસે છે. માયરા વિશ્વકર્માની પ્રેમાળ અને હચમચાવી દેનાર પર્ફોમન્સ માટે પીહુ જોવા જરૂર જજો. વિનોદ કાપરીએ એક એક સીન એવો શાનદાર રાખ્યો છે કે ઓડિયન્સ પલક પણ નથી ઝપકાવી શકતી. નાની ઉંમરમાં માયરાનું ટેલેન્ટ કોઈ મોટા એક્ટરથી કમ નથી. તમને વારંવાર આ બાળકીને જોવાનું મન થશે. અમારા તરફથી આ ફિલ્મને 3 સ્ટાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X