• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview: ફ્રેશ & એન્ટરટેઇનિંગ ફિલ્મ છે કરીબ કરીબ સિંગલ!

અલગ નેચરવાળા લોકો એક સાથે ભારત ભ્રમણ કરવા સાથે જાય અને તેમની જુના દિવસોની યાદો પણ તાજી થાય છે. પરંતુ પોતાના જીવનમાં આવેલા બદલાવને લોકો એટલા સરળતાથી લઇ શકે તેમ નથી. આ અંગે વધુ વાંચો અહીં.
By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: કરીબ કરીબ સિંગલ

સ્ટારકાસ્ટ: ઇરફાન ખાન, પાર્વતી

ડાયરેક્ટર: તનુજા ચંદ્રા

પ્રોડ્યૂસર: શૈલજા કેજરીવાલ, અજય જી. રાય, સુતુપ્તા સિકંદર

લેખક: કામના ચંદ્રા

શું છે ખાસ? ઇરફાન ખાન, ડાયલોગ્સ

શું છે બકવાસ? કેટલાક પ્રશ્નો નિરુત્તર રહે છે

કેટલા સ્ટાર? 3

પ્લોટ

પ્લોટ

યોગી(ઇરફાન ખાન) અને જયા(પાર્વતી) એકબીજાથી બિલકુલ અલગ છે. યોગી હિંદી-ઉર્દુ બોલતો, મનનો સાફ માણસ છે. તે હંમેશા ખાવાના નવા-નવા આઇડિયા શોધતો રહે છે. તો સામે જયા એક સાઉથ ઇન્ડિયન વિધવા છે, તેની જીવનશૈલી શહેરી છે, પોતાના કામમાં પરોવાયેલી રહે છે અને પોતાના કામથી કામ રાખે છે. આ બંને એક ડેટિંગ સાઇટ પર મળે છે અને કૉફી ડેટ પર જાય છે. યોગીના ઓવર-ફ્રેન્ડલી નેચરને જોઇ જયાને ડાઉટ જાય છે કે, તે સ્ટોકર હશે. યોગી પોતાના મજાકિયા અંદાજમાં બોલી પણ જાય છે કે, મારું મોઢું જ સ્ટોકર જેવું છે. ધીરે-ધીરે જયાને યોગીમાં વિશ્વાસ બેસે છે અને આ કપલ ભારત ભ્રમણ માટે નીકળી પડે છે. આ જર્નીમાં યોગી પોતાની એક એક્સ-ગર્લફ્રેન્ડને મળવાનું નક્કી કરે છે. બંને પોતાના જૂના રિલેશનને યાદ કરે છે, આ જર્નીમાં શું તેઓ પોતાની જાતને ઓળખવાની સફર પૂર્ણ કરી શકશે? એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડાયરેક્શન

ડાયરેક્શન

તનુજા ચંદ્રાની આ ફિલ્મ જરા હટકે રોમ-કોમ ફિલ્મ છે, એમાં એક અલગ સ્પાર્ક છે. પરંતુ ઇન્ટરવલ બાદ અનેક જગ્યાએ ફિલ્મ નબળી પડે છે. તનુજા ચંદ્રાએ યોગી અને જયાના રિલેશનશિપને ખૂબ કુશળતાથી મોર્ડન વેમાં દર્શાવ્યું છે. દર્શકોનો રસ છેલ્લી મિનિટ સુધી જાળવવામાં ડાયરેક્ટરે સફળતા મેળવી છે. જો કે, યોગી અને જયાના પાત્રો હજુ વધારે સારી રીતે દર્શાવતા ફિલ્મ વધુ સુંદર બની હોત. ફિલ્મમાં અનેક મજેદાર ટ્વીસ્ટ્સ છે. ખાસ કરીને ફિલ્મના ડાયલોગ્યને કારણે તે વધુ રસપ્રદ બને છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

પોતાના મજેદાર વન લાઇનરથી ઇરફાન ખાન તમારું મન જીતી લેશે. ઇરફાનનું શાનદાર પર્ફોમન્સ જ તેની સોથી મોટી યુએસપી છે. પાર્વતીની આ પહેલી ફિલ્મ છે અને તેમની ડેબ્યૂ ફિલ્મમાં તેમનું પર્ફોમન્સ ખરેખર વખાણવાલાયક છે. તેમનું કેરેક્ટર ઘણું રિફ્રેશિંગ છે અને દર્શકો તેની સાથે તુરંત કનેક્ટ થઇ શકે છે. યોગી અને જયાની તુ-તુ મેં-મેં જોવામાં ખરેખર ખૂબ મજા પડે છે.

ટેક્નિકલ આસ્પેક્ટ અને મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ અને મ્યૂઝિક

આ ફિલ્મની સિનેમેટોગ્રાફી ખૂબ સરસ છે. આ ફિલ્મમાં તમને ઋષિકેશ, બિકાનેર અને ગંગટોકની સુંદરતાનું ખૂબ સુંદર ચિત્રણ જોવા મળશે. ચંદન અરોરા પણ એડિટિંગમાં પૂરા માર્ક્સ લઇ જાય છે. ફિલ્મના ત્રણ ગીતો - 'કહાની ખત્મ', 'તુ ચલે તો' અને 'જાને દે' ફિલ્મની વાર્તા સાથે મેળ ખાય છે અને સાંભળાવની પણ મજા આવે છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મમાં કેટલીક ખામીઓ ચોક્કસ છે, પરંતુ ફિલ્મનો સબ્જેક્ટ અને વાર્તા રિફ્રેશિંગ છે. પ્રેમ અને સેલ્ફ ડિસ્કવરી પર મોડર્ન વિચારધારા ભારતીયોના માઇન્ડસેટ અનુસાર રજૂ કરતી આ ફિલ્મ જોવાની ખરેખર ગમે એવી છે. જો તમે ટિપિકલ બોલિવૂડ ફિલ્મોથી કંટાળી ગયા હોવ, તો આ ફિલ્મ ચોક્કસ જોવી.

English summary
qarib qarid movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie qarib qarib in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X