રામલીલા રિવ્યૂ : રણવીર-દીપિકાએ રાખ્યો સંજય લીલાનો રંગ!
ફિલ્મ : રામલીલા
નિર્માતા-દિગ્દર્શક-લેખક-સંગીત : સંજય લીલા ભાનુશાળી
કલાકારો : રણવીર સિંહ, દીપિકા પાદુકોણે, રીચા ચડ્ઢા, સુપ્રિયા પાઠક, સ્વેતા સાલ્વે, ગુલશન દેવઇયા.
સ્ટાર : ***
સંજય લીલા ભાનુશાળી નિર્મિત-લિખિત-દિગ્દર્શિત ફિલ્મ રામલીલા તમામ વિઘ્નો ઓળંગી આજે રૂપેરી પડદે રિલીઝ થઈ ગઈ છે. રામલીલા ફિલ્મ જોયા બાદ લોકોનું એટલું જ કહેવું છે કે ફિલ્મોમાં રંગોનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
લોકોએ વિચાર્યુ જ હતું કે એસએલબીની ફિલ્મ છે એટલે તેમાં દૃશ્ય, રંગ, કપડા અને આભૂષણો ઉપર ખાસ ધ્યાન અપાયું હશે અને એવું જ થયુ પણ. દરેક સીન ઉપર લાગ્યું કે દિગ્દર્શકે ખૂબ મહેનત કરી છે. દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ પાસે પણ સંજય લીલા ભાનુશાળીએ ખૂબ પરસેવો પડાવ્યો હશે, તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. દીપિકા-રણવીરની કેમેસ્ટ્રી જોઈ લોકો આશ્ચર્યચકિત છે. રણવીરની એનર્જી તથા દીપિકાના સૌંદર્યે મળી લોકોનું બહુ મનોરંજન કર્યું છે.
વાર્તા : રામલીલા ફિલ્મની વાર્તા શરૂ થાય છે ગુજરાતના બે કટ્ટર શત્રુઓના જૂથથી. એક જૂથનું નામ છે રાજડી અને બીજાનું નામ છે સનેડા. લીલા (દીપિકા પાદુકોણે) સનેડાના અમીર ખાનદાનની એકની એક દીકરી છે, તો રામ (રણવીર સિંહ) રાજડા ગ્રુપના નેતાનો દીકરો છે. દીપિકાની મા (સુપ્રિયા પાઠક)ને સનેડાના લોકો બાના નામે બોલાવે છે. બંને જૂથના સભ્યો વચ્ચે આ દુશ્મની છેલ્લા પાંચ સો વરસથી ચાલી આવે છે. રામ એક દિવસ પોતાના મિત્રોને લઈ સનેડા ગ્રુપ સાથે હોળી રમવા જાય છે. ત્યાં તેની મુલાકાત પહેલી વાર લીલા સાથે થાય છે. પ્રથમ જ નજરમાં લીલા અને રામ એક-બીજાને રુદિયા દઈ બેસે છે.
રામ લીલાને કહે છે કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે, પણ બંને પરિવારોની દુશ્મનાવટના પગલે તેમ શક્ય નથી. અંતે એક દિવસ ભૂલથી લીલાના હાથે રામના ભાઈનું ખૂન થઈ જાય છે અને રામ પણ લીલાના ભાઈને ગોળીઓથી વીંધી નાંખે છે. રામ લીલાને ભગાડી જવા માટે આવે છે અને લીલાની ભાભી રસીલા (રીચા ચડ્ઢા) લીલાને કહે છે કે તે રામ સાથે ભાગી જાય. લીલા અને રામ ભાગ્યા બાદ બંને જૂથના લોકો મળી એક ષડ્યંત્ર રચે છે અને લીલાને પાછી તેના ઘરે મોકલાવી રામને રાજડી લઈ જાય છે. રામને રાજડીનો ડૉન બનાવી દેવાય છે. હવે શું રામ-લીલા ક્યારેય મળી શકવા પામે છે? શું રાજડી અને સનેડા જૂથની દુશ્મનાવટ ખતમ થાય છે? જાણવા માટે પહોંચી જાવ થિયેટર.












Click it and Unblock the Notifications
