જ્યારે રામ નામનો રાગ લાગે તો પાણીમાં પણ આગ લાગે- રામ લીલા ટ્વિટર રિવ્યૂ!
દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની ફિલ્મ રામ લીલા ભલે ઘણા વિવાદોનો સામનો કરી રહી હોય અને ફિલ્મને વારંવાર બેન કરવાની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ ફિલ્મે પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. રામ લીલા ફિલ્મને દર્શકો દ્વારા પોજેટિવ કોમેન્ટ મળી રહ્યાં છે. જો કે ક્રિટિક્સે ફિલ્મની ઘણી ખામીઓ ઉજાગર કરી છે પરંતુ તેમછતાં દીપિકા પાદૂકોણની એક્ટિંગને લઇને દરેકે પ્રશંસા કરી છે. બીજી તરફ જ્યાં સુધી રણવીર કપૂરની વાત કરીએ તો રણવીરની એનર્જીએ પણ દીપિકા પાદૂકોણનો ખૂબ સાથ આપ્યો છે.
દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ ઉપરાંત રામ લીલામાં સુપ્રિયા પાઠકરની એક્ટિંગને પણ લોકોએ વખાણી છે. ટ્વિટર પર રામ લીલાને લઇને ઘણી પોજેટિવ કોમેન્ટ આવી રહી છે. લોકોને સંજય લીલા ભણસાણીની રામ લીલા તેમની સુપર હિટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ કરતાં પણ સારી લાગી છે.

માનસે ટ્વિટ કર્યું છે કે રામ લીલાએ અત્યાર સુધીની મારી પસંદગીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમને પણ માત આપી દિધી છે. દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની જોડી શ્રેષ્ઠ છે. પ્રત્વીશ ગાંગીલીએ ટ્વિટ કર્યું છે કે જો તમે રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણની ફિલ્મ રામ લીલા જોઇ નથી તો તમે આ વર્ષની બેસ્ટ ફિલ્મોમાંની એકને મિસ કરી રહ્યાં છો.
પ્રતિકે ટ્વિટ કર્યું છે કે રામ લીલા ફિલ્મ ઘણી હદે સારી ફિલ્મ છે. રણવીર તો બધાની આશાઓ પર ખરા ઉતર્યા છે. સાથે જ દીપિકા પાદૂકોણ માટે તો શબ્દ જ નથી. દીપિકા પાદૂકોણ ખરેખર ઘણી હોટ છે. લેની વિંસેંટે લખ્યું છે કે રામ નામનો રાગ લાગે તો પાણીમાં પણ આગ લાગે. દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહે સારું પરફોમન્સ આપ્યું છે. બંનેની જોડી તો હીટ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
