રિવ્યૂ : હૉરર ફિલ્મોના શોખીનો માટે જ છે આત્મા
મુંબઈ, 22 માર્ચ : બિહામણી બાળકી, બિહામણું બૅકગ્રાઉંડ સ્કોર તથા કેટલાંક બિહામણાં દૃશ્યો. જો આપને હૉરર ફિલ્મો ગમતી હોય, તો પછી આત્મા ફિલ્મ આપને સારી લાગી શકે છે. જોકે આત્મામાં કશુય નવું નથી. ફિલ્મ શરૂ થવાના થોડાંક જ મિનિટો બાદ ફિલ્મની આખી વાર્તા સમજાઈ જાય છે અને આ જ બાબત આપને હેરાન કરવા લાગે છે.

વાર્તા : પોતાની પુત્રીને એકલા સંભાળતી માયા (બિપાશા બાસુ)ને જાણવા મળે છે કે તેની પુત્રી નિયા (ડોયેલ ધવન) પોતાના મૃત પિતા અભય (નવાઝુદ્દીન સિદ્દીકી) સાથે રોજ વાતો કરે છે. નિયા સ્કૂલમાં ભણવામાં ધ્યાન નહોતી આપતી. સ્કૂલની શિક્ષિકા તરફથી ફરિયાદ મળતાં અને ઘરમાં પણ વિચિત્ર બનાવો બન્યા બાદ માયાને લાગે છે કે તેને કોઇક મનોવૈજ્ઞાનિકની સલાહની જરૂર છે. માયાને જાણવા મળે છે કે નિયાનો મૃત પિતા હવે આત્મા બની પોતાની પુત્રીને હાસલ કરવા આવ્યો છે. બાકીની ફિલ્મમાં માયા પોતાની પુત્રીને પોતાના અત્યાચારી પિતાની આત્માથી બચાવવાના પ્રયત્નો કરતાં નજરે પડે છે.
સમીક્ષા : એમ કહેવું અયોગ્ય હશે કે કલાકારોનું કામ નિરાશાજનક છે. બિપાશા બાસુ માતાનો રોલમાં વિશ્વાસપાત્ર લાગે છે. નવાઝુદ્દીનના અભિનય કૌશલ્યથી તો સૌ વાકેફ છે અને તેમણે ફિલ્મમાં પોતાનું કામ શાનદાર રીતે કર્યું છે. જોકે તેમને ફિલ્મમાં પોતાનો કૌશલ્ય બતાવવાની વધુ તક મળી નથી. બિહામણી બાળકીના રોલમાં ડોયેલ ધવનનું કામ ઠીક છે. તેને જોઈ ભૂત રિટર્ન્સની નિમ્મી યાદ આવી જાય છે કે જે રોલ અલયના શર્માએ કર્યો હતો.
આત્માની સૌથી મોટી ખામી છે ફિલ્મનો નિરાશાજનક પ્લૉટ. આંખે કાળું મેકઅપ, કાળા હોઠ અને કાસ્ટમાં પરાણે તાંત્રિકનો સમાવેશ કરવાથી ફિલ્મની મજા બગડી જાય છે. ફિલ્મના ટ્રેલરે જે આશાઓ પેદા કરી હતી, તેની ઉપર પાણી ફરી વળ્યું છે. ફિલ્મ નાટ્યાત્મક ઓછી છે. કેટલાંક દૃશ્યો બિહામણાં છે. જોકે વારંવાર અહેસાસ થઈ આવે છે કે ફિલ્મનો પ્લૉટ ચીલાચાલું છે. આ ફિલ્મ માત્ર હૉરર ફિલ્મના ઘેલાઓ માટે જ છે.












Click it and Unblock the Notifications
