For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : હસાવતા-હસાવતા રડાવી દેતી ઇક્કીસ તોપોં કી સલામી...

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ઇક્કીસ તોપોં કી સલામી
દિગગ્દર્શક : રવીન્દ્ર ગૌતમ
સંગીતકાર : રામ સમ્પત
કલાકાર : અનુપમ ખેર, નેહા ધુપિયા અને દિવ્યેંદુ શર્મા
રેટિંગ : ***

સમીક્ષા : આજકાલ જે પ્રકારની ફિલ્મો બની રહી છે, તે જોતા લાગે છે કે આજે લોકો વચ્ચે મનોરંજન તરીકે વલ્ગારિટી, એડલ્ટ કૉમેડી અને ધડ-માથા વગરની વાર્તાઓ જ પિરસાય છે. લોકો સામે જે પ્રકારનો હાસ્ય પિરસાય છે, તે જોઈ લાગે છે કે જાણે આજકાલના ફિલ્મકારો કટાક્ષ કરવાનું અને સ્વસ્થ હાસ્ય ભુલી જ ચુક્યા છે. આવા લોકોના ગાલે તમાચો મારે છે દિગ્દર્શક રવીન્દ્ર ગૌતમની ફિલ્મ ઇક્કીસ તોપોં કી સલામી.

ઇક્કીસ તોપોં કી સલામી નાનકડી ફિલ્મ વડે દમદાર તથા હૃદયસ્પર્શી સંદેશ આપે છે. એમ કહેવું ખોટુ નહીં ગણાય કે રવીન્દ્ર ગૌતમે બહેતરીન ફિલ્મ બનાવી છે. ઇક્કીસ તોપોં કી સલામીને કૉમેડીની ચાસનીમાં ખૂબ જ રોચક રીતે પિરસાઈ છે અને આ કામ કર્યુ છે અભિનેતા અનુપમ ખેરે. તેમણે પોતાના સશક્ત અભિનય વડે ફિલ્મમાં પ્રાણ પૂરી દીધાં છે. એક ઈમાનદાર તથા સિદ્ધાંત પ્રિય, પણ ગરીબ માણસનું મહત્વ શું છે ભ્રષ્ટાચારી સમાજમાં અને પરિવારમાં? તેનું ચિત્રણ અનુપમ ખેરે ખૂબીપૂર્વક કર્યુ છે.

અનુપમના બંને નાલાયક દીકરાઓનું પાત્ર દિવ્યેંદુ શર્મા તથા મનુ ઋષિએ સારી રીતે ભજવ્યું છે, તો નેહા ધુપિયા અને અદિતી શર્માએ જેટલો રોલ મળ્યો, તેમાં છાપ છોડી છે. સરવાળે ઇક્કીસ તોપોં કી સલામી સારી ફિલ્મ છે કે જેને સાર્થક સિનેમાના ફૅન્સ પસંદ કરશે. ફિલ્મનું પ્રમોશન સારી રીતે કરાયુ હોત, તો આ ફિલ્મ ચોક્કસ બૉક્સ ઑફિસે કમાલ કરી શકી હોત.

વાર્તા : ઇક્કીસ તોપોં કી સલામી ફિલ્મની વાર્તા એક પ્રામાણિક મ્યુનિસિપલ કર્મચારી પુરુષોત્તમ નારાયણ જોશી (અનુપમ ખેર)ના સંઘર્ષ સાથે શરૂ થાય છે કે જે મચ્છર મારવાની દવાના છંટકાવનું કામ કરે છે. તેના સિદ્ધાંત અને પ્રામાણિકતા જ તેની દોલત છે. તેની પાસે પૈસા નથી, તેથી તેના દીકરાઓ વચ્ચે અને સમાજ વચ્ચે તેમનું ખૂબ મજાક ઉડાવાય છે. પુરુષોત્તમના બંને દીકરા સ્વાર્થી છે અને પૈસા કમાવવાના ચક્કરમાં ખોટા કામ કરતા નથી ખચકાતાં. દરમિયાન અચાનક જ પુરુષોત્તમ સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગે છે કે જે તેમની ઈમાનદારી સહન નથી કરી શકતી. તેથી પુરુષોત્તમ મોતનો ભોગ બની જાય છે. પુરુષોત્તમના મોત બાદ તેમના બંને દીકરાઓને પોતાની ભૂલોનો અહેસાસ થાય છે અને પોતાના પપ્પાના માથે લાગેલ કલંક ધોવા માટે બંને ઇક્કીસ તોપોં કી સલામી આપવાના સોગંધ લે છે. શું થાય છે પુરુષોત્તમ નારાયણ જોશીના મૃતદેહનું? તેને ઇક્કીસ તોપોં કી સલામી મળે છે? હા, તો કઈ રીતે? સવાલોના જવાબ જાણવા જોઈ નાંખો ઇક્કીસ તોપોં કી સલામી થિયેટરમાં :

અનુપમ ખેર

અનુપમ ખેર

ઇક્કીસ તોપોં કી સલામીમાં અનુપમ ખેરે પોતાના અભિનય વડે પ્રાણ પૂરી દીધાં છે.

કમાલનું દિગ્દર્શન

કમાલનું દિગ્દર્શન

ઇક્કીસ તોપોં કી સલામીમાં દિગ્દર્શક રવીન્દ્ર ગૌતમે કમાલ કરી દીધું છે.

સુંદર ફિલ્માંકન

સુંદર ફિલ્માંકન

દિગ્દર્શકે સુંદર રીતે આ ફિલ્મ બનાવી છે.

નેહા-અદિતી

નેહા-અદિતી

નેહા ધુપિયા અને અદિતી શર્માએ પણ પોતાના હિસાબે યોગ્ય કામ કર્યુ છે.

કેમ જોવી?

કેમ જોવી?

જેઓ સાર્થક વ્યંગ્ય પસંદ કરે છે, તેઓએ ઇક્કીસ તોપોં કી સલામી ચોક્કસ જોવી જોઇએ.

Birthday Special : અમિતાભની રૅર અને અનસીન તસવીરો

Birthday Special : અમિતાભની રૅર અને અનસીન તસવીરો

Birthday Special : અમિતાભની રૅર અને અનસીન તસવીરો

English summary
Ekkees Toppon Ki Salaami is directed by Ravindra Gautam is a Heart Touching, Beautiful Film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X